Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
બ્રહ્મચર્ય-સમાધિસ્થાન
૪૦૭
અધ્યયન ૧૬: આમુખ
૪. સ્ત્રીશયન િવ મ બન–સ્ત્રી તથા શયન, આસન વગેરેનો પ્રયોગ ન કરે, ૫. વાંકેશ માં સ્ત્રીઓનાં અંગો ન જુએ. ૬. સ્ત્રી માં સહુ–સ્ત્રીઓનો સત્કાર ન કરે. ૭. મા ૨ સંસ્કૃ–શરીર-સંસ્કાર ન કરે. ૮. રક્ત વૃત્તિ મા મ–પૂર્વ-સેવિતનું સ્મરણ ન કરે. ૯. વર્ચન માં ફેષ્ઠ–ભવિષ્યમાં ક્રીડા કરવાનું ન વિચારે. ૧૦. રૂછવિષય મા ગુપસ્વ-ઈષ્ટ રૂપ વગેરે વિષયોનું સેવન ન કરે. આમાં ક્રમાંક ૧, ૩, ૪, ૫ અને ૭ તો તે જ છે જે શ્વેતાંબર આગમોમાં છે, બાકીનાં જુદાં છે.
વેદ અથવા ઉપનિષદોમાં બ્રહ્મચર્યની રક્ષા માટે શ્રૃંખલાબદ્ધ નિયમોનો ઉલ્લેખ મળતો નથી. સ્મૃતિમાં કહેવામાં આવ્યું છે--સ્મરણ, ક્રીડા, દષ્ટિપાત, ગુહ્ય ભાષણ, સંકલ્પ, અધ્યવસાય અને ક્રિયા–એ રીતે મૈથુન આઠ પ્રકારનાં છે. આ બધાથી દૂર થઈ બ્રહ્મચર્યની રક્ષા કરવી જોઈએ. ૧
બૌદ્ધ સાહિત્યમાં પણ બ્રહ્મચર્ય-ગુણિઓ જેવો કોઈ વ્યવસ્થિત ક્રમ મળતો નથી, પરંતુ પ્રકીર્ણ રૂપે કેટલાક નિયમો મળે છે. ત્યાં રૂપ પ્રત્યેના આસક્તિભાવને દૂર કરવા માટે અશુચિ-ભાવનાના ચિંતનનો મંત્ર માન્ય રહ્યો છે. તે કાયગતા-સ્મૃતિ' નામે પ્રસિદ્ધ છે. બુદ્ધ મૃત્યુ-શધ્યા પર હતા ત્યારે શિષ્યોએ પૂછ્યું – ભંતે ! સ્ત્રીઓ સાથે અમે કેવો વ્યવહાર કરીએ?”
અદર્શન, આનંદ !” ‘દર્શન થઈ જાય ત્યારે તે ભગવાન ! કેવો વર્તાવ કરીએ ?' ‘આલાપ ન કરવો, આનંદ !! વાતો કરનારે શું કરવું જોઈએ?'
સ્મૃતિને સંભાળીને ચાલવું જોઈએ. ઉક્ત અનેક પરંપરાઓના સંદર્ભમાં દસ સમાધિ-સ્થાનોનું અધ્યયન ઘણું મહત્ત્વપૂર્ણ છે.
१. दक्षस्मृति ७।३१-३३: ब्रह्मचर्यं सदा रक्षेदष्टधा मैथुनं पृथक् ।
स्मरणं कीर्तनं केलिः प्रेक्षणं गुह्यभाषणम् ॥ सङ्कल्पोऽध्यवसायश्च क्रियानिष्पत्तिरेव च । एतन्मैथुनमष्टाङ्गं प्रवदन्ति मनीषिणः ॥ न ध्यातव्यं न वक्तव्यं न कर्त्तव्यं कदाचन ।
एतैः सर्वैः सुसम्पन्नो यतिर्भवति नेतरः ॥ ૨. સુનિપાત શ૨૨, વિશુદ્ધિમા (પ્રથમ ભા) રિકે ૮,. ૨૬૮-ર૬૦ ૩. રીનાથ (મહાપરિનિવ્વા ) રા રૂ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org