Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
સભિક્ષુક
૩૯૫
અધ્યયન ૧૫: શ્લોક ૧ ટિ ૩-૬
(૧) સમ્યગ જ્ઞાન અને ક્રિયાથી યુક્ત (૨) ભવિષ્ય માટે કલ્યાણકારી અનુષ્ઠાનથી યુક્ત.' પંદરમા શ્લોકમાં પણ આનો પ્રયોગ થયો છે.
પરંતુ આ વ્યાખ્યાઓમાં જ્ઞાન વગેરેનો અધ્યાહાર કરવાથી જ ‘દિત’નો અર્થ પૂરો બેસે છે. સહિષ્ણુ-આ અર્થમાં કોઈ બીજા પદના અધ્યાહારની અપેક્ષા રહેતી નથી. ૩. જેનું અનુષ્ઠાન ઋજુ છે (કન્નુવડ)
આનો અર્થ છે–સંયમપ્રધાન અથવા માયારહિત અનુષ્ઠાન. ચૂર્ણિ અનુસાર જે વ્યક્તિ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ વડે પોતાના ભાવોને ઋજુ–સરળ બનાવી લે છે, તે ઋજુકૃત કહેવાય છે. જે વૃત્તિકારે ઋજુનો અર્થ સંયમ તથા માયારહિત કર્યો છે.
જુઓ-૧૪૪નું ટિપ્પણ. ૪. જે વાસનાના સંકલ્પનું છેદન કરે છે (નિયાછિન્ને)
નિદાનનો અર્થ છે–કોઈ વ્રતાનુષ્ઠાનની ફળપ્રાપ્તિ માટે મહાવિષ્ટ સંકલ્પ, જેમ કે–‘મારા સાધુપણાનું જો કોઈ ફળ હોય તો હું દેવ બનું, ધનવાન બનું વગેરે વગેરે. સાધક માટે આવું કરવાનો નિષેધ છે.
શાન્તાચાર્યે નિદાનના બે અર્થ કર્યા છે–વિષયોની આસક્તિ તથા પ્રાણાતિપાત આદિ કર્મબંધનનું કારણ તેમણે સંયુક્ત પદ “નિયાછિન્ન”નો અર્થ ‘અપ્રમત્ત સંયત કર્યો છે." ૫. પરિચયનું (સંવ)
આના બે અર્થ છે–સ્તુતિ અને પરિચય. ચૂર્ણિકાર અને ટીકાકારોને અહીં ‘પરિચય” અર્થ જ અભીષ્ટ છે.
ચૂર્ણિકાર અનુસાર સંસ્તવ બે પ્રકારનો હોય છે—સંવાસ-સંસ્તવ અને વચન-સંસ્તવ. અસાધુ વ્યક્તિઓની સાથે રહેવું તે ‘સંવાસ-સંસ્તવ' છે અને અસાધુ વ્યક્તિઓની સાથે આલાપ-સંલાપ કરવો તે “વચન-સંસ્તવ' છે.'
વૃત્તિકારે સંસ્તવના પ્રકારાંતરે બે ભેદ કર્યા છે–પૂર્વ-સંસ્તવ અને પશ્ચાતુ-સંતવ. પિતૃ-પક્ષનો સંબંધ ‘પૂર્વ-સંસ્તવ’ અને સસુર-પક્ષ, મિત્ર વગેરેનો સંબંધ “પશ્ચા-સંસ્તવ કહેવાય છે.” ૬. જે કામ-ભોગોની અભિલાષા છોડી ચૂક્યો છે (મારે)
ચૂર્ણિકારે આનો અર્થ “મોક્ષની કામના કરનાર કર્યો છે. શાન્તાચાર્ય અનુસાર કામ બે પ્રકારનો હોય છે–ઈચ્છાકામ અને મદનકામ. જે આ બંનેની કામના નથી કરતો, તે “અકામકામ’ છે. વિકલ્પમાં તેમણે ચૂર્ણિકારનું અનુસરણ કર્યું છે.૧૯
૧. (ક) ૩ત્તરાધ્યયન ચૂળ, પૃ. ૨૩૬: જ્ઞાનાવિહિતઃ 1. (ખ) વૃત્તિ , પત્ર ૪૨૬ : સહિત તથાસાયિષ્ણ,
यद् वा सह हितेन-आयतिपथ्येन अर्थादनुष्ठानेन वर्तत
इति सहितः। ૨. પાશ્ચયન , પૃ. ૨૩૪ 1 ૩. વૃત્તિ , પન્ન ૪૨૪ ४. बृहद्वृत्ति, पत्र ४१४ : निदानं-विषयाभिष्वंगात्मकं, यदि
વા... નિરા–પ્રતિપતિરિકવન્યવIRTI. ૫. એજન, પત્ર ૪૨૪: fછત્રનિલાનો રામપ્રમસંવત :.
ઉત્તરાધ્યયન યૂઝિ, પૃ. ૨૨૪-૨૩ : સંતવો કિવિધ:संवाससंस्तवः वचनसंस्तवश्च, अशोभनैः सह संवासः, वचनसंस्तवश्च तेषामेव।
७. बृहद्वृत्ति, पत्र ४१४ : पूर्वसंस्तुतैर्मात्रादिभिः पश्चात्संस्तुतैश्च
અથવાપ: I ૮. TAનિવૃળિ, પૃ. ૨૩ : વા:–અપાતામ:, વામો
द्विविधः-इच्छाकामो मदनकामश्च, अपगतकामस्य या इच्छा तां कामयति, सा च कामेच्छा मोक्षं कामयतीति,
प्रार्थयतीत्यर्थः। ८. बृहद्वृत्ति, पत्र ४१४ : कामान्-इच्छाकाममदनकामभेदान्
कामयते - प्रार्थयते यः स कामकामो, न तथा
अकामकामः। ૧૦. એજન, પત્ર ૪૨૪:ચાડવાનો-મોક્ષત્ર નાના
निवृत्तेस्तं कामयते यः स तथा।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org