Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૩૬૬
અધ્યયન ૧૪: આમુખ
તેઓ ત્યાંથી ચાલ્યા. શ્રમણનું રૂપ બનાવી ભૃગુ પુરોહિતની પાસે આવ્યા. ભૃગુ અને યશાએ બંનેની વંદના કરી. મુનિઓએ ધર્મનો ઉપદેશ આપ્યો. ભૃગુ-દંપતિએ શ્રાવકના વ્રતો સ્વીકાર્યા. પુરોહિતે પૂછ્યું–‘ભગવંત ! અમારે કોઈ પુત્ર થશે કે નહિ?” શ્રમણ-યુગલે કહ્યું–‘તમારે બે પુત્રો થશે, પરંતુ તેઓ બાલ્યાવસ્થામાં જ દીક્ષિત થઈ જશે. તેમની પ્રવ્રજયામાં તમે કોઈ બાધા ઉપસ્થિત કરશો નહિ. તેઓ દીક્ષિત થઈને ધર્મ-શાસનની પ્રભાવના કરશે.’ આમ કહી બંને શ્રમણો ત્યાંથી ચાલ્યા ગયા પુરોહિત પતિ-પત્નીને પ્રસન્નતા થઈ. કાળાંતરે તે બંને દેવો પુરોહિતની પત્નીના ગર્ભમાં આવ્યા. દીક્ષાના ભયથી પુરોહિત નગર છોડી વ્રજગામમાં જઈ વસ્યો. ત્યાં પુરોહિતની પત્ની યશાએ બે પુત્રોને જન્મ આપ્યો. તે થોડા મોટા થયા. માતાપિતાએ વિચાર્યું કે ક્યાંક તેઓ દીક્ષિત ન થઈ જાય, આથી એક વાર તેમણે બંનેને કહ્યું–‘પુત્રો ! આ શ્રમણો સુંદર-સુંદર બાળકોને ઉપાડી જાય છે અને મારીને તેમનું માંસ ખાઈ જાય છે. એટલા માટે તેમની પાસે તમે બંને ક્યારેય ન જશો.’
એક વાર બંને બાળકો રમતાં-રમતાં ગામથી ખૂબ દૂર જઈ ચડ્યા. તેમણે જોયું કે કેટલાક સાધુઓ તે જ રસ્તે આવી રહ્યા હતા. ભયભીત બની તેઓ એક વૃક્ષ પર ચડી ગયા. સંયોગવશ સાધુઓ પણ તે જ વૃક્ષની સઘન છાયામાં આવીને બેઠા. બાળકોનો ભય વધી ગયો. માતા-પિતાની શીખામણ સ્મૃતિ-પટ પર નાચવા લાગી. સાધુઓએ થોડી વાર આરામ કર્યો ઝોળીમાંથી પાત્રો કાઢ્યો અને બધા એક મંડળી બનાવી ભોજન કરવા લાગ્યા. બાળકોએ જોયું કે મુનિના પાત્રોમાં માંસ જેવી કોઈ વસ્તુ હતી જ નહિ. સાધુઓને સામાન્ય ભોજન કરતાં જોઈ બાળકોનો ભય દૂર થયો. બાળકોએ વિચાર્યું–“અહો! આપણે આવા સાધુઓ બીજે પણ ક્યાંક જોયા છે.” ચિતન આગળ ચાલ્યું. તેમને જાતિ-સ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેઓ નીચે ઊતર્યા, મુનિઓની વંદના કરી અને સીધા પોતાના માતા-પિતા પાસે આવ્યા.
તેમણે માતા-પિતાને કહ્યું-“અમે જોઈ લીધું છે કે મનુષ્ય-જીવન અનિત્ય છે, વિગ્ન-બહુલ છે અને આયુષ્ય થોડું છે. એટલા માટે અમને ઘરમાં કોઈ આનંદ નથી. અમે મુનિ-ચર્યા સ્વીકાર કરવા માટે આપની અનુમતિ ઈચ્છીએ છીએ.” (શ્લોક
થ)
પિતાએ કહ્યું–‘પુત્રો ! વેદોને જાણનારાઓ આ પ્રમાણે કહે છે કે જેમને પુત્ર નથી હોતો તેમની ગતિ નથી થતી. માટે વેદોનું અધ્યયન કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો. સ્ત્રીઓ સાથે ભોગ કરો. પુત્રોત્પત્તિ કરો. પુત્રોનો વિવાહ કરી, તેમને ઘર સોંપી પછી અરણ્યનિવાસી પ્રશસ્ત મુનિ બની જજો.’ (શ્લોક ૮, ૯)
પુત્રોએ કહ્યું–‘વેદો ભણવાથી પણ રક્ષણરૂપ થતા નથી. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી તેઓ નરકમાં લઈ જાય છે. ઔરસ પુત્રો પણ રક્ષણકર્તા બનતા નથી. કામ-ભોગો ક્ષણિક સુખ આપનાર અને ચિરકાળ દુઃખ આપનાર છે, ઘણું દુ:ખ અને થોડું સુખ આપનાર છે. સંસાર-મુક્તિના વિરોધી અને અનર્થોની ખાણ છે. કાળ સદા તૈયાર ઊભો છે. આવી સ્થિતિમાં પ્રમાદ કેવી રીતે કરાય?' (શ્લોક ૧૨, ૧૩, ૧૫)
પિતાએ કહ્યું–‘પુત્રો ! જેમના માટે સામાન્યપણે લોકો તપ કર્યા કરે છે તે સઘળું કંઈ–પ્રચુર ધન, સ્ત્રીઓ, સ્વજનો અને ઈન્દ્રિયોના વિષયો તમને અહીં જ પ્રાપ્ત છે. પછી તમે શા માટે શ્રમણ થવા ઈચ્છો છો ?' (શ્લોક ૧૬)
પુત્રોએ કહ્યું–‘જ્યાં ધર્મની ધુરા વહન કરવાનો અધિકાર છે ત્યાં ધન, સ્વજન અને ઈન્દ્રિયોના વિષયોનું શું પ્રયોજન? અમે બધા પ્રતિબંધોથી મુક્ત થઈ ભિક્ષા વડે નિર્વાહ કરનારા શ્રમણ થઈશું.' (શ્લોક ૧૭) - નાસ્તિક માન્યતાનો એવો ઘોષ હતો કે શરીરથી જુદું કોઈ ચૈતન્ય નથી. પાંચ ભૂતોના સમવાયથી તેની ઉત્પત્તિ થાય છે અને જ્યારે તે ભૂતો અલગ થઈ જાય છે ત્યારે ચૈતન્ય પણ નષ્ટ થઈ જાય છે. “અરણીમાં અગ્નિ, દૂધમાં ઘી અને તલમાં તેલ અવિદ્યમાન હોવા છતાં પણ ઉચિત પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થઈ જાય છે. તે જ રીતે ભૂતો વડે ચૈતન્યની ઉત્પત્તિ માનવી જોઈએ.' (શ્લોક ૧૮)
આસ્તિક માન્યતા સ્પષ્ટ કરતાં પુત્રોએ કહ્યું–‘આત્મા અમૂર્ત છે એટલા માટે તે ઈન્દ્રિયો દ્વારા ગમ્ય નથી. તે અમૂર્ત છે એટલા માટે નિત્ય છે. આત્માના આંતરિક દોષો જ તેના બંધનનાં કારણ છે અને બંધન જ સંસારનું કારણ છે. (શ્લોક ૧૯) પિતા-પુત્રની આ વાર્તાલાપ આગળ ચાલે છે. પિતા બ્રાહ્મણ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી દલીલો કરે છે અને બંને પુત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org