Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનનાં છ પાત્રો છે–(૧) મહારાજ ઈષકાર (૨) રાણી કમલાવતી (૩) પુરોહિત ભૃગુ (૪) પુરોહિતની પત્ની યશા અને (પ-૬) પુરોહિતના બે પુત્રો.
આમાં ભૃગુ પુરોહિતનું કુટુંબ જ આ અધ્યયનનું પ્રધાન પાત્ર છે. પરંતુ રાજાની લૌકિક પ્રધાનતાને કારણે આ અધ્યયનનું નામ ‘ઈપુકારીય’ રાખવામાં આવ્યું છે.'
આ અધ્યયનનો પ્રતિપાદ્ય વિષય છે-“અન્યત્વ ભાવનાનો ઉપદેશ. આગમ-કાળમાં ઘણાં ધર્મમતોની એવી માન્યતા હતી કે પુત્ર વિના ગતિ થતી નથી, સ્વર્ગ મળતું નથી. જે વ્યક્તિ ગુહસ્થ-ધર્મનું પાલન કરે છે તે સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે, જેને કોઈ સંતાન નથી તેનો કોઈ લોક નથી. પુત્રથી જ પરભવ થાય છે–સુધરે છે. આના જ ફળરૂપે–
૧, ‘અપુત્ર0 mતનતિ, સ્વનૈવ ૨ નૈવ વા
गहिधर्ममनुष्ठाय, तेन स्वर्गं गमिष्यति ॥' ૨. ‘નપત્યસ્થ હોવા ' ૩. “પુખ ગાયતે તો, રૂત્યેષા વૈછિી શુતિઃ
अथ पुत्रस्य पुत्रेण, स्वर्गलोके महीयते ॥' વગેરે-વગેરે સુતો પ્રચલિત થઈ રહ્યાં હતાં અને લોકોનો મોટો ભાગ તેમાં વિશ્વાસ રાખવા લાગ્યો હતો. પુત્ર-પ્રાપ્તિ માટે બધાં જ સંભાવિત પ્રયત્નો કરવામાં આવતા હતા. પત્રોત્પત્તિને જીવનની મહાન સફળતા માનવામાં આવતી હતી. આ વિચારધારાએ દાંપત્ય-જીવનનો ઉદેશ્ય સ્પષ્ટ કરી દીધો હતો, પરંતુ અધ્યાત્મ પ્રતિ ઉદાસીન ભાવ પ્રતિદિવસ વધતો જતો હતો. તે સમયે એવી માન્યતા પ્રચલિત હતી કે જો પુત્ર વડે જ સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય તો દાન વગેરે ધર્મો નકામા છે.
ભગવાન મહાવીર સ્વર્ગ અને નરકની પ્રાપ્તિમાં વ્યક્તિ-વ્યક્તિની પ્રવૃત્તિને મહત્ત્વ આપતા હતા. તેમણે કહ્યું–‘પુણ્યપાપ વ્યક્તિ-વ્યક્તિના પોતાનાં હોય છે. માતા-પિતા, ભાઈ-બંધુ, પુત્ર-સ્ત્રી વગેરે કોઈપણ પ્રાણી રક્ષણકર્તા નથી હોતું. બધાને સ્વતંત્ર રૂપે પોતપોતાના કર્મોન ફળ-વિપાક ભોગવવો પડે છે.' આ અધ્યયનમાં આ ભાવનાનું સ્પષ્ટ ચિત્રાંકન છે. | નિયુક્તિકારે અગિયાર ગાથાઓમાં કથાવસ્તુ પ્રસ્તુત કરેલ છે. તેમાં બધા પાત્રોનાં પૂર્વ-ભવ, વર્તમાન-ભવમાં તેમની ઉત્પત્તિ તથા નિર્વાણનું સંક્ષિપ્ત ચિત્રાંકન છે.”
પૂર્વ અધ્યયનમાં વર્ણિત ચિત્ર અને સંભૂત પૂર્વજન્મમાં બે ગોવાળ મિત્રો હતા. તેમને સાધુની કૃપાથી સમ્યક્તની પ્રાપ્તિ થઈ. તેઓ ત્યાંથી ભરી દેવલોકમાં ગયા. ત્યાંથી ચુત થઈ તેમણે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના એક ઇભ્ય-કુળમાં જન્મ લીધો. તેઓ મોટા થયા. ચાર ઇભ્ય-પુત્રો તેમના મિત્રો બન્યા. તે બધાએ યુવાનીમાં કામ-ભોગોનો ઉપભોગ કર્યો, પછી સ્થવિરો પાસે ધર્મ સાંભળી પ્રવ્રજિત થયા. લાંબા સમય સુધી સંયમનું પાલન કર્યું. અંતમાં અનશન કરી સૌધર્મ દેવલોકના પદ્મગુલ્મ નામના વિમાનમાં ચાર પલ્યની આયુ-સ્થિતિવાળા દેવો બન્યા. બંને ગોવાળ-પુત્રોને છોડી બાકીના ચારે મિત્રો ત્યાંથી શ્રુત થયા. તેમાંનો એક કુરુ-જનપદના ઈષકાર નામે નગરમાં ઈપુકાર નામનો રાજા થયો અને બીજો તે જ રાજાની રાણી કમલાવતી. ત્રીજો ભૃગુ નામે પુરોહિત બન્યો અને ચોથો ભૃગુ પુરોહિતની પત્ની યશા. ઘણી કાળ વીત્યો. ભૃગુ પુરોહિતને કોઈ પુત્ર ન થયો. પતિ-પત્ની ચિતિત રહેવા લાગ્યાં.
એક વાર તે બંને ગોવાળ-પુત્રોએ, જે ત્યારે દેવ-ભવમાં હતા, અવધિજ્ઞાનથી જાણ્યું કે તેઓ ભૃગુ પુરોહિતના પુત્ર થશે.
१. उत्तराध्ययन नियुक्ति, गाथा ३६२ : तत्तो समुट्ठियमिणं उसुआरिज्जं ति अज्झयणं ।
उसुआरनामगोए वेयंतो भावओ अ उसुआरो। २. उत्तराध्ययन नियुक्ति, गाथा ३६३-३७३ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org