Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનમાં ચિત્ર અને સંભૂતના પારસ્પરિક સંબંધ અને વિસંબંધનું નિરૂપણ છે, એટલા માટે આનું નામ “વિત્ત પૂરૂક્યું ‘વિત્ર-સંપૂતીય' છે.'
તે કાળે અને તે સમયે સાકેત નગરમાં ચંદ્રાવતંસક રાજાનો પુત્ર મુનિચંદ્ર રાજય કરતો હતો. રાજયનો ઉપભોગ કરતાંકરતાં તેનું મન કામ-ભોગોથી વિરક્ત બની ગયું. તેણે મુનિ સાગરચંદ્ર પાસે દીક્ષા ગ્રહણ કરી, તે પોતાના ગુરુની સાથે-સાથે દેશાંતર જઈ રહ્યો હતો. એક વાર તે ભિક્ષા લેવા માટે ગામમાં ગયો, પણ સાર્થથી છૂટો પડી ગયો અને એક ભયાનક અટવીમાં જઈ ચડ્યો. તે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ રહ્યો હતો. ત્યાં ચાર ગોપાલપુત્રો ગાયો ચરાવી રહ્યા હતા. તેમણે મુનિની અવસ્થા જોઈ. તેમનાં મન કરુણાથી ભરાઈ ગયાં. તેમણે મુનિની પરિચર્યા કરી. મુનિ સ્વસ્થ બન્યા. ચારેય ગોપાલપુત્રોને તેમણે ધર્મનો ઉપદેશ આપ્યો. ચારેય બાળકો પ્રતિબુદ્ધ થયા અને મુનિ પાસે દીક્ષિત થયા. તેઓ બધા આનંદપૂર્વક દીક્ષાપર્યાયનું પાલન કરવા લાગ્યા. પરંતુ તેમાંથી બે મુનિઓના મનમાં મેલા કપડાના વિષયમાં જુગુપ્સા રહેવા લાગી. ચારેય
દેવગતિમાં ગયા. જગસા કરનારા બંને દેવલોકમાંથી શ્રુત થઈને દશપુર નગરમાં શાંડિલ્ય બ્રાહ્મણની દાસી યશોમતીની કૂખે યુગલ રૂપે જન્મ્યા. તેઓ યુવાન બન્યા.
એકવાર તેઓ જંગલમાં પોતાના ખેતરની રક્ષા માટે ગયા. રાત પડી ગઈ. તેઓ એક વડના ઝાડ નીચે સૂઈ ગયા. અચાનક જ વૃક્ષની બખોલમાંથી એક સાપ નીકળ્યો અને એકને ડંખ મારી ચાલ્યો ગયો. બીજો જાગ્યો. તેને આ વાતની ખબર પડી. તત્કાળ તે સાપની શોધમાં નીકળી પડ્યો. તે જ સર્પ તેને પણ ડસ્યો. બંને મરીને કાલિંજર પર્વત ઉપર એક મૃગલીના પેટે યુગલ રૂપે જન્મ્યા. એકવાર બંને મુગો આજુબાજુમાં ચરી રહ્યા હતા. એક શિકારીએ એક જ બાણ વડે બંનેને મારી નાખ્યા. ત્યાંથી મરીને તેઓ ગંગા નદીના તીરે એક રાજહંસીના ગર્ભમાં આવ્યા. યુગલ રૂપમાં જન્મ્યા. તેઓ યુવાન બન્યા. તેઓ બંને સાથેસાથે ઘૂમી રહ્યા હતા. એકવાર એક માછીમારે તેમને પકડ્યા અને ગરદન મરડી મારી નાખ્યા.
તે સમયે વારાણસી નગરીમાં ચાંડાળોનો એક અધિપતિ રહેતો હતો. તેનું નામ હતું ભૂતદત્ત. તે ખૂબ સમૃદ્ધ હતો. પેલા બંને હંસો મરીને તેના પુત્ર રૂપે જન્મ્યા. તેમના નામ ચિત્ર અને સંભૂત પાડવામાં આવ્યા. બંને ભાઈઓમાં અપાર સ્નેહ હતો.
તે સમયે વારાણસી નગરીમાં શંખરાજા રાજય કરતો હતો. નમુચિ તેનો મંત્રી હતો. એકવાર તેના કોઈ અપરાધના કારણે રાજા તેના પર કોપાયમાન થયો અને તેના વધની આજ્ઞા કરી. ચાંડાળ ભૂતદત્તને આ કામ સોંપવામાં આવ્યું. તેણે નમુચિને પોતાના ઘરમાં સંતાડી દીધો અને કહ્યું–‘મંત્રી ! જો આપ મારા ઘરના ભોંયરામાં રહીને મારા બંને પુત્રોને ભણાવવાનું સ્વીકારશો તો હું આપનો વધ નહિ કરું.' જીવનની આશાથી મંત્રીએ વાત માની લીધી. હવે તે ચાંડાળના પુત્રો-ચિત્ર અને સંભૂત–ને ભણાવવા લાગ્યો. ચાંડાળપત્ની નમુચિની સેવાચાકરી કરતી હતી. કેટલોક સમય વીત્યો. નમુચિ ચાંડાળ-સ્ત્રીમાં આસક્ત બન્યો. ભૂતદત્તે આ વાત જાણી લીધી. તેણે નમુચિને મારવાનો વિચાર કર્યો. ચિત્ર અને સંભૂત બંને પોતાના પિતાનો વિચાર જાણી ગયા. ગુરુ પ્રત્યેની કતજ્ઞતાથી પ્રેરિત થઈને તેમણે નમુચિને ક્યાંક ભાગી જવાની સલાહ આપી. નમુચિ ત્યાંથી ભાગતો-ભાગતો હસ્તિનાપુરમાં આવ્યો અને ચક્રવર્તી સનતકુમારનો મંત્રી બની ગયો.
ચિત્ર અને સંભૂત મોટા થયા. તેમનું રૂપ અને લાવણ્ય આકર્ષક હતું. તેઓ નૃત્ય અને સંગીતમાં પ્રવીણ બન્યા. વારાણસીના લોકો તેમની કળા પર મુગ્ધ હતા.
એક વાર મદન–મહોત્સવ આવ્યો. અનેક ગાયકટોળીઓ મધુર રાગ આલાપી રહી હતી અને તરુણ-તરુણીઓના અનેક ગણો નૃત્ય કરી રહ્યા હતા. તે સમયે ચિત્ર-સંભૂતની નૃત્યમંડળી પણ ત્યાં આવી પહોંચી. તેમનું ગાન અને નૃત્ય સહુથી અધિક
१. उत्तराध्ययन नियुक्ति, गाथा ३३२ : चित्तसंभूआउं वेअंतों, भावओ अ नायव्वो।
तत्तो समुट्ठिअमिणं, अज्झयणं चित्तसंभूयं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org