Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
દ્રુમપત્રક
૪. વિઘ્નોથી ભરેલું (પવાય)
પ્રત્યપાયનો અર્થ છે—વિઘ્ન. જીવનને ઘટાડનારા અને તેનો ઉપઘાત કરનારા અનેક હેતુઓ છે. સ્થાનાંગસૂત્રમાં આયુષ્યભેદનાં
સાત કારણો દર્શાવાયાં છે–
૧. અધ્યવસાય–રાગ, સ્નેહ અને ભય વગેરેની તીવ્રતા.
૨. નિમિત્ત-શસ્ત્રપ્રયોગ વગેરે.
૩. આહાર–આહારની ન્યૂનાધિકતા.
૪. વેદના—આંખ વગેરેની તીવ્રતમ વેદના.
૫. પરાઘાત—ખાડા વગેરેમાં પડી જવું.
૬. સ્પર્શ—સર્પ વગેરેનો સ્પર્શ.
૭. આન-અપાન-શ્વાસોચ્છ્વાસનો નિરોધ.
૫. કર્મના વિપાકો તીવ્ર હોય છે (ગાઢા ય વિવાન મુળો)
‘ગાઢ’ના બે અર્થ છે—ચીકણું અને દંઢ. ‘વિવાન મુળો'-કર્મનો વિપાક-પદ અહીં વિશેષ અર્થનું સૂચક છે. આ વાક્યાંશ વડે મનુષ્યગતિની વિધાતક પ્રવૃત્તિઓનું ગ્રહણ કરવામાં આવ્યું છે. મનુષ્યગતિ પ્રાપ્ત થવી સુલભ નથીઆ આનું તાત્પર્ય છે.' જીવ બીજા-બીજા જીવનિકાયોમાં ચિરકાળ સુધી રહી શકે છે, પરંતુ મનુષ્યભવમાં તેની સ્થિતિ અલ્પ હોય છે, એટલા માટે તેની પ્રાપ્તિ દુર્લભ માનવામાં આવે છે.
૨૮૭
૬. (શ્લોક ૫-૧૪)
જીવ એક જન્મમાં જેટલા સમય સુધી જીવે છે, તેને ‘ભવ-સ્થિતિ’ કહેવામાં આવે છે અને મૃત્યુ પછી તે જ જીવનિકાયના શરીરમાં ઉત્પન્ન થવાને ‘કાય-સ્થિતિ’ કહેવામાં આવે છે.” દેવ તથા નારકીય જીવ મૃત્યુ પછી ફરી દેવ અને નારક બનતા નથી. તેમને ‘ભવ-સ્થિતિ’ જ હોય છે, ‘કાય-સ્થિતિ’ નથી હોતી. તિર્યંચ અને મનુષ્ય મૃત્યુ પછી ફરી તિર્યંચ અને મનુષ્ય બની શકે છે, એટલા માટે તેમને ‘કાય-સ્થિતિ’ પણ હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના જીવો લગાતાર અસંખ્ય અવસર્પિણી-ઉત્સર્પિણી પરિમિત કાળ સુધી પોતપોતાનાં સ્થાનોમાં જન્મ લેતાં રહે છે. વનસ્પતિકાયના જીવો અનંતકાળ સુધી વનસ્પતિકાયમાં જ રહી જાય છે. બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા જીવો હજારો-હજારો વર્ષ સુધી પોતપોતાના નિકાયોમાં જન્મ લઈ શકે છે. પાંચ ઈન્દ્રિયવાળા જીવો લગાતાર એકસરખા સાત-આઠ જન્મ લઈ શકે છે.
૧. વાળું ૭૭૨ : મત્તવિષે આમેરે બળત્તે, તે નદાअज्झवसाणणिमित्ते, आहारे वेयणा पराघाते ।
પાંચ ઈન્દ્રિયોવાળા તિર્યંચ જીવોની કાયસ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પૃથક્ પૂર્વકોટિની છે.’ ‘પૃથક્’ પારિભાષિક શબ્દ છે. તેનો અર્થ છે—બેથી નવ સુધી. પૃથક્ પૂર્વકોટિ અર્થાત્ બેથી નવ પૂર્વકોટિ સુધી. ત્રણ
फासे आणापाणू, सत्तविधे भिज्जए आउं ॥
૨. (ક) ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૮૮, ૧૮૧ । (ખ) વૃત્તવૃત્તિ, પત્ર રૂ૩૯ |
અધ્યયન-૧૦ : શ્લોક ૪-૧૪ ટિ ૪-૬
3. उत्तराध्ययन चूर्णि, पृ. १८९ : सुदुर्लभं मानुष्यं यस्माद् अन्येषु जीवस्थानेषु चिरं जीवोऽवतिष्ठते, मनुष्यत्वे तु स्तोकं
Jain Education International
कालमित्यतो दुर्लभं ।
૪. સ્થાનાંત, રર૧ ।
૫. એજન, રર૬૬ : સોનું ભવ્રુતી..... ।
૬. એજન, ૨ાર૬૦ : તેનું ધાÊિતી.... I
૭. વૃત્તવૃત્તિ, પત્ર ૨૩૬ |
८. जीवाजीवाभिगम ९ । २२५ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org