Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
દ્રુમપત્રક
અધ્યયન ૧૦: શ્લોક ૩૩-૩૪ ટિ ૨૩-૨૪
પહેલો શિષ્ય ઘણો વિનીત હતો. તેનામાં સમર્પણની ચેતના જાગી ઊઠી હતી. તે ગુરુના આદેશ પ્રમાણે તે જ માર્ગે ચાલ્યો. કાંટા વડે તેના પગ લોહીલુહાણ થઈ ગયા અને તે વેદનાથી કરાંજતો બેસી પડ્યો.
બીજા શિષ્યમાં સમર્પણની ચેતનાનું રૂપાંતરણ થયું ન હતું. તેણે ગુરુના આદેશને અવ્યવહારિક માન્યો. તે તે માર્ગ છોડી બીજા માર્ગે ચાલી નીકળ્યો. ત્રીજો શિષ્ય આવ્યો. જોયું, ઘણું મુશ્કેલ કામ છે કાંટા પર ચાલવાનું. તત્કાળ ગયો, સાવરણી લઈ આવ્યો અને રસ્તામાં વિખરાયેલા બધા કાંટા વાળી-ડી રસ્તો સાફ કરી દીધો. હવે તે નિશ્ચિતતાપૂર્વક તે જ માર્ગે આગળ વધ્યો અને ગંતવ્યસ્થાને પહોંચી ગયો. આ છે ચેતનાનું રૂપાંતરણ . ત્રણેની કસોટી થઈ ગઈ.
૨૩. (શ્લોક ૩૩)
જેવી રીતે કોઈ એક માણસ ધન કમાવા માટે વિદેશ ગયો. ત્યાંથી ઘણું બધું સોનું લાવી પાછો ઘરે આવી રહ્યો હતો. ખભા પર ઘણું વજન હતું. શરીરે તે સૂકલકડી હતો. માર્ગ સીધો-સરળ આવ્યો ત્યાં સુધી તે બરાબર ચાલતો રહ્યો અને જ્યારે કાંકરાપત્થરવાળો માર્ગ આવ્યો ત્યારે તે આદમી ગભરાઈ ગયો. તેણે ધનની ગાંસડી ત્યાં જ ત્યજી દીધી અને પોતાનઘરે ચાલ્યો આવ્યો. હવે તે સઘળું ગુમાવી દેવાને કારણે નિર્ધન બની પસ્તાવો કરે છે. એ જ રીતે જે શ્રમણ પ્રમાદવશ વિષય-માર્ગમાં જઈને સંયમ-ધન ગુમાવી દે છે, તેને પસ્તાવો થાય છે.
૨૪. (તિો દુ મિ...... તીરમાળો)
આ ભાવને સ્પષ્ટ કરનારી એક કથા છે—
૨૯૩
રાજધાનીમાં નટમંડળી આવી હતી. ખૂબ જાણકાર, ખૂબ કુશળ. રાજસભામાં નાટકનું આયોજન થયું. નટીએ અપૂર્વ કુશળતા દર્શાવી. પ્રહર પર પ્રહરો વીતતા ગયા પણ જનતાની આંખો હજી પણ તરસી હતી. કૃપણ હતો રાજા અને કૃપણ હતી પ્રજા. નટ રાજાની દષ્ટિ તરફ જોઈ રહ્યો હતો, પણ રાજા જોઈ રહ્યો હતો નટીની અપૂર્વ કરામત. ન રાજા થાક્યો કે ન તો નટે નાટક અટકાવ્યું. આખરે નટીએ થાકીને ગાયું
ઓ મારા નાયક ! તન-પિંજર થાકી ગયું છે. હવે તું કોઈ મધુર તાન છેડ, મધુર તાલ વગાડ. નટે ગાયું—
ઘણી લાંબી રાત વીતી ચૂકી છે. વહાણું થવામાં છે. હવે થોડીક વાર માટે રંગમાં ભંગ ન પાડ.
નટની કારીગરી જોવા માટે એક મુનિ પણ આવ્યો હતો. તે ઊભો થયો. સવાલાખનો રત્નકામળો તેણે નટના હાથમાં પકડાવી દીધો. રાજકુમાર ઊભો થયો અને તેણે નટની ઝોળીમાં પોતાના કુંડળ નાખી દીધાં. રાજકુમારીએ પોતાનો હાર નટીને પહેરાવી દીધો.
રાજા અચંબામાં પડી ગયો. સભા અવાકૂ બની ગઈ. પળ બે પળ વાતાવરણ મૌન બની ગયું. આટલી બક્ષિશ શા માટે ? રાજાએ મુનિને પૂછ્યું. મુનિ બોલ્યો—મેં તો એને રત્નકામળો જ આપ્યો છે, તેણે તો મને જીવન આપ્યું છે. તેના વચનમાંથી પ્રેરણા લઈ હું ફરી પાછો મુનિધર્મમાં સ્થિર બન્યો છું.
રાજાએ યુવરાજને પૂછ્યું–મને પૂછ્યા વિના કુંડળ આપી દીધાં, આટલું સાહસ કેવી રીતે કર્યું ? યુવરાજ બોલ્યો—હું તો તાકમાં હતો મહારાજ ! આપની હત્યા માટે. ‘રંગમાં ભંગ ન પાડ’–આ વાક્યે મને ઊગારી લીધો. રાજાએ કન્યાને પૂછ્યું
૧. (ક) ઉત્તરાધ્યયન વૃદ્ગિ, પૃ. ૧૧૩ ।
(ખ) વૃત્તવૃત્તિ, પત્ર ૨૪૦ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org