Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનમાં બહુશ્રુતની ભાવ-પૂજાનું નિરૂપણ છે, એટલા માટે તેનું નામ “વહુસુથપૂયા’–‘બહુશ્રુતપૂજા' રાખવામાં આવ્યું છે. અહીં બહુશ્રુતનો મુખ્ય અર્થ ચતુર્દશ-પૂર્વી છે. આ સમગ્ર પ્રતિપાદન તેમની સાથે સંકળાયેલું છે. ઉપલક્ષણથી બાકીના બધા બહુશ્રુત-મુનિઓની પૂજનીયતા પણ સમજી શકાય છે." નિશીથ-ભાગ્ય-ચૂર્ણિ અનુસાર બહુશ્રુત ત્રણ પ્રકારના હોય છે – ૧. જઘન્ય બહુશ્રુત-જે નિશીથના જ્ઞાતા હોય. ૨. મધ્યમ બહુશ્રુત–જે નિશીથ અને ચૌદ પૂર્વોની વચ્ચેના જ્ઞાતા હોય. ૩. ઉત્કૃષ્ટ બહુશ્રુત–જે ચતુર્દશ-પૂર્વી હોય.
સૂત્રકારે બહુશ્રુતને અનેક ઉપમાઓ વડે ઉપમિત કર્યા છે. બધી ઉપમાઓ બહુશ્રુતની આંતરિક શક્તિ અને તેજસ્વિતાને પ્રગટ કરે છે–
૧. બહુશ્રુત કંબોજી અશ્વોની માફક શીલમાં શ્રેષ્ઠ હોય છે. ૨. બહુશ્રુત દેઢ પરાક્રમી યોદ્ધાની માફક અજેય હોય છે. ૩. બહુશ્રુત સાઠ વર્ષના બળવાન હાથીની માફક અપરાજેય હોય છે. ૪. બહુશ્રુત યુથાધિપતિ વૃષભની માફક પોતાના ગણના નાયક હોય છે. ૫. બહુશ્રુત દુષ્પરાજેય સિંહની માફક અન્યતીર્થિકોમાં શ્રેષ્ઠ હોય છે. ૬, બહુશ્રુત વાસુદેવની માફક અબાધિત પરાક્રમવાળા હોય છે. ૭. બહુશ્રુત ચતુર્દશ રત્નાધિપતિ ચક્રવર્તીની માફક ચતુર્દશ-પૂર્વધર હોય છે. ૮. બહુશ્રુત દેવાધિપતિ શક્રની માફક સંપદાના અધિપતિ હોય છે, ૯. બહુશ્રુત ઉગતા સૂર્યની માફક તપના તેજથી જવલંત હોય છે. ૧૦. બહુશ્રુત પૂર્ણિમાના ચંદ્રની માફક સકળ કળાઓથી પરિપૂર્ણ હોય છે. ૧૧. બહુશ્રુત ધાન્યના ભરેલા કોઠારોની માફક શ્રુતથી ભરેલ હોય છે. ૧૨. બહુશ્રુત જંબૂ વૃક્ષની જેમ શ્રેષ્ઠ હોય છે. ૧૩. બહુશ્રુત સીતા નદીની જેમ શ્રેષ્ઠ હોય છે. ૧૪. બહુશ્રુત મંદર પર્વતની જેમ શ્રેષ્ઠ હોય છે. ૧૫. બહુશ્રુત વિવિધ રત્નોથી ભરપૂર સ્વયંભૂરમણ સમુદ્રની જેમ અક્ષયજ્ઞાનથી પરિપૂર્ણ હોય છે.
બહુશ્રુતતાનું પ્રમુખ કારણ છે વિનય. જે વ્યક્તિ વિનીત હોય છે તેનું શ્રત ફળવંતુ હોય છે. જે વિનીત નથી હોતા, તેનું શ્રત ફળવંતુ નથી હોતું. સ્તબ્ધતા, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ-આ પાંચ શિક્ષણના વિદ્ગો છે. તેમની તુલના યોગમાર્ગના
१. उत्तराध्ययन नियुक्ति, गाथा ३१७ : ते किर चउदसपुव्वी, सव्वक्खरसन्निवाइणो निउणा।
जा तेर्सि पूया खलु, सा भावे ताइ अहिगारो॥ २. निशीथ पीठिका भाष्य चूर्णि, पृ. ४९५ : बहुस्सुयं जस्स सो बहुस्सुतो, सो तिविहो-जहण्णो, मज्झिमो, उक्कोसो।जहण्णो जेण पकप्पज्झयणं
अधीतं, उक्कोसो चोद्दस्स पुव्वधरो, तम्मज्झे मज्झिमो। 3. उत्तराध्ययन ११।३ : अह पंचहि ठाणेहिं, जेहिं सिक्खा न लब्भइ ।
थम्भा कोहा पमाएणं, रोगेणाऽलस्सएण य॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org