Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
૨૯૦
અધ્યયન ૧૦: શ્લોક ૨૦-૨૬ ટિ ૧૩-૧૬
૧૩. કામગુણોમાં મૂછિત (મહિં છિયા)
‘મા’નો અર્થ છે-ઈન્દ્રિયોના શબ્દ વગેરે વિષયો. ‘ગુણ' શબ્દ આચારાંગમાં પણ વિધ્યના અર્થમાં પ્રયુક્ત છે. જેવી રીતે મનુષ્ય પિત્ત વગેરેના પ્રકોપથી થનારી મરછ વડે સચ્છિત થઈને લૌકિક અપાયો–દોષોનું ચિંતન કરી શકતો નથી, તેવી જ રીતે મનુષ્ય ઈન્દ્રિય-વિષયમાં મૂચ્છિત થઈને તેમનાં પરિણામોનું ચિંતન ન કરતો દુઃખી થાય છે. આતુર વ્યક્તિ અપથ્ય વિષયો પ્રત્યે આકર્ષાય છે –
प्रायेण हि यदपथ्यं तदेव चातुरजनप्रियं भवति । विषयातुरस्य जगतस्तथानकला: प्रिया विषयाः ॥
૧૪. જીર્ણ થઈ રહ્યું છે (ઘનૂિફ)
આનું સંસ્કૃત રૂપ “ગીતિ’ થાય છે અને પ્રાકૃતમાં ‘f” અને ‘ftવત્ ધાતુઓનો ‘નૂર આદેશ થાય છે, એટલા માટે ‘નૂર'નો અનુવાદ ‘જીર્ણ થઈ રહ્યું છે' ઉપરાંત ‘પોતે પોતાને કોસી રહ્યો છે અથવા “ખિન્ન થઈ રહ્યો છે' પણ થઈ શકે છે.
૧૫. (શ્લોક ૨૦-૨૫).
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવનમાં ઈન્દ્રિય-વિકાસનો ક્રમ આ પ્રમાણે છે-સ્પર્શન, રસન, પ્રાણ , ચક્ષુ અને શ્રોત્ર. પ્રસ્તુત પાંચ સૂત્રોમાં ઈન્દ્રિયોના હાસનો ક્રમ બતાવવામાં આવ્યો છે. સૌથી પહેલાં શ્રોસેન્દ્રિયનો હાસ થવાનું શરૂ થાય છે, પછી કમશ: ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયનો હાસ થાય છે. “વિનીં'ના એક લેખમાં ઈન્દ્રિયોના હાસનો પ્રારંભ આ રીતે દર્શાવવામાં આવ્યો છે–
‘માનવ જીવનના આ કાળમાં તેની વિભિન્ન શક્તિઓ પણ ક્રમે ક્રમે ક્ષીણ થાય છે. સૌથી પહેલું લક્ષણ આંખમાં પ્રકટ થાય છે. આમના દગ-કાવ્યની સ્થિતિસ્થાપકતા ઓછી થવાની દસમા વર્ષમાં જ શરૂ થઈ જાય છે અને સાઠ વર્ષની વય સુધી પહોંચતા-પહોંચતા તે સમાપ્ત થઈ જાય છે. આંખની શક્તિના ક્ષયનાં બીજાં લક્ષણો છે-દષ્ટિના પ્રસારમાં ખામી, કોઈ વસ્તુ સ્પષ્ટપણે ન દેખાવી અને ઓછા પ્રકાશમાં ન દેખાવું. આ લક્ષણો. ચાલીસ વર્ષની વયથી શરૂ થઈ જાય છે. એ જ રીતે મનુષ્યની બીજી શક્તિઓ પણ ઓછી થાય છે. સ્વાદની તીવ્રતા પચાસ વર્ષની વયે ઘટવા લાગે છે અને પ્રાણશક્તિ સાઠ વર્ષની વયે. શ્રવણશક્તિનો ક્ષય તો વીસ વર્ષની વયમાં જ શરૂ થઈ જાય છે. માનવમસ્તિષ્કની ગ્રહણશક્તિ બાવીસ વર્ષની વયે સૌથી અધિક હોય છે અને તે પછી તે ઘટતી જાય છે પરંતુ અત્યન્ત અલ્પ ગતિથી, ચાલીસ વર્ષની વય પછી ઘટવાનો ક્રમ કંઈક વધી જાય છે અને એંશી વર્ષની વયે તે અલ્પતમ રહી જાય છે.*
૧૬. બધા પ્રકારનું પૂર્વવર્તી બળ (બૅઝ7)
ચૂર્ણિમાં “સર્વવત’ના બે અર્થ મળે છે–ઈન્દ્રિયોની શક્તિ અથવા શારીરિક, વાચિક અને માનસિક શક્તિ.
૧, વૃત્તિ , પત્ર રૂ૩૮. २. बृहद्वृत्ति, पत्र २३८ : यद् वा परिजूरइ' ति निन्देजूर इति
प्राकृतलक्षणात् परिनिन्दतीवात्मानमिति गम्यते, यथा-धिग्मां कीदृशं जातमिति।
૩. પાનુરાસન, ૮૪ / ૨૨ : રિટેઈ ! ४. कादम्बिनी, सितम्बर, १९८५, 'जवानी के बिना यह देह
शव है'-रतनलाल जोशी ૫. ઉત્તરાધ્યયને ચૂળ, પૃ. ૨૨!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org