Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
૧૧. પ્રાસાદો અને ગૃહોમાં (પાસાસુ નિષેતુ)
ચૂર્ણિકારે પ્રાસાદનો વ્યુત્પત્તિકારક અર્થ આ રીતે કર્યો છે—જેને જોઈને જનતાના નયન અને મન આનંદિત થઈ જાય છે
તે છે પ્રાસાદ.૧
વૃત્તિ અનુસાર સાત મજલાવાળું કે તેનાથી અધિક મજલાવાળું મકાન ‘પ્રાસાદ’ કહેવાય છે અને સાધારણ મકાન ‘ગૃહ’. પ્રાસાદનો બીજો અર્થ દેવકુળ-દેવમંદિર અને રાજ-ભવન પણ છે.
૧૨. દારુણ (વાળ)
જે શબ્દો જનમાનસને વિદારે છે, મનને કંપાવે છે અથવા જે શબ્દો હૃદયમાં ઉદ્વેગ પેદા કરે છે તે શબ્દો દારુણ કહેવાય
છે.
૨૬૪
૧૩. સાંભળીને, હેતુ અને કારણથી (નિમિત્તા હેઝાર....)
સંસ્કૃત ભાષામાં શ્રુત્વા (સોજ્ગ્યા) અનેનિશમ્ય (નિસામિત્તા) એ સામાન્યપણે પર્યાયવાચી મનાય છે. અર્થની અભિવ્યંજનાની દૃષ્ટિએ બંનેમાં અંતર છે. શ્રુત્વાનો અર્થ છે—સાંભળીને અને નિશમ્યનો અર્થ છે—અવધારણ કરીને.
સાધ્ય વિના જેનું ન હોવું નિશ્ચિત હોય તેને હેતુ કહેવાય છે. ઇન્દ્રે કહ્યું–‘તમે જે અભિનિષ્ક્રમણ કરી રહ્યા છો તે અનુચિત છે (પક્ષ), કેમકે તમારા અભિનિષ્ક્રમણને લીધે સમગ્ર નગરમાં હૃદયવેધી કોલાહલ થઈ રહ્યો છે (હેતુ).પ
અદષ્ટ પદાર્થ જે દષ્ટ વસ્તુ વડે ગૃહીત થાય છે, તેને હેતુ કહેવામાં આવે છે, જેમકે—અદષ્ટ અગ્નિ માટે દષ્ટ ધુમાડો હેતુ
છે.
અધ્યયન-૯ : શ્લોક ૭-૮૯ ટિ ૧૧-૧૪
જેના વિના કાર્યની ઉત્પત્તિ ન થઈ શકે અને જે નિશ્ચિત રૂપે કાર્યનું પૂર્વવર્તી હોય તેને કારણ કહેવામાં આવે છે. ‘જો તમે અભિનિષ્ક્રમણ ન કરત તો આટલો હૃદયવેધી કોલાહલ ન હોત. આ હૃદયવેધી કોલાહલનું કારણ તમારું અભિનિષ્ક્રમણ છે.’
'F
૧. ૩ત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૬૮o : પક્ષીનિ નળસ્ય નયન
मनांसि इति प्रासादः ।
૧૪. ચૈત્ય-વૃક્ષ (ચેપ વચ્છે)
ચૂર્ણિ અને ટીકામાં ચૈત્યવૃક્ષનો અર્થ ઉદ્યાન અને તેના વૃક્ષો એવો કરવામાં આવ્યો છે. પરંતુ વસ્તુતઃ ‘પૈણ્ વછે નો અર્થ ‘ચૈત્યવૃક્ષ’ હોવો જોઈએ. ‘ચૈત્ય’ને વિયુક્ત માનીને તેનો અર્થ ઉદ્યાન કરવાનું કોઈ પ્રયોજન નથી.
૨. વૃત્તવૃત્તિ, પત્ર ૩૦૮ : ‘પ્રાપ્તતેવુ’-સપ્તમૂમાવિવુ, ‘ગૃહેવુ’ सामान्यवेश्मसु यद्वा 'प्रासादो देवतानरेन्द्राणा'मितिवचनात् प्रासादेषु देवतानरेन्द्रसम्बन्धिष्वास्पदेषु ‘ગૃદેપુ’ વિતરણુ ।
૩. (ક) વૃત્તવૃત્તિ, પત્ર રૂ૦૮ ।
(ખ) મુલવોધા, પત્ર ૨૪૬ ।
૪. આચારાંગવૃત્તિ, પત્ર ૨૪૮ : શ્રુત્વા—આ.....નિશમ્ય अवधार्य ।
Jain Education International
૫. સુદ્ધોધા, પત્ર ૧૪૬ : અનુચિતમાં ભવતો મ-निष्क्रमणमिति प्रतिज्ञा, आक्रन्दादिदारुणशब्दहेतुत्वादिति હેતુઃ ।
૬. એજન, પત્ર ૪૬ : સાન્તાવિવાહ શહેતુત્વ भवदभिनिष्क्रमणानुचितत्वं विनानुपन्नमित्येतावन्मात्रं
कारणम् ।
૭. (ક) ઉત્તરાધ્યયન વૃદ્ધિ, પૃ. ૨૮૨, ૧૮૨। (ખ) વૃત્તવૃત્તિ, પત્ર ૨૦૧ : ચયનં વ્રુિતિ:-કૃદ્ પ્રસ્તા
वात् पत्रपुष्पाद्युपचयः, तत्र साधुरित्यन्ततः प्रज्ञादेशकृतिगणत्वात् स्वार्थिकेऽणि चैत्यम् - उद्यानं तस्मिन्, ‘વચ્છે’ ત્તિ મૂત્રત્વાદ્ધિશતોપે વૃક્ષ: ।
For Private & Personal Use Only
www.jainelibrary.org