Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરાયણાણિ
૨૮૦
અધ્યયન-૧૦: આમુખ
નીચે ઊતર્યા, ત્યારે તાપસોએ તેમનો રસ્તો રોકતાં કહ્યું–‘અમે આપના શિષ્ય છીએ અને આપ અમારા આચાર્ય.' ગૌતમે કહ્યું–‘તમારા અને અમારા આચાર્ય ત્રૈલોક્યગુરુ ભગવાન મહાવીર છે.' તાપસોએ આશ્ચર્યપૂર્વક પૂછ્યું–‘તો શું આપના પણ આચાર્ય છે ?' ગૌતમે ભગવાનનાં ગુણગાન કર્યા અને બધા તાપસોને પ્રવ્રુજિત કરી ભગવાનની દિશામાં ચાલી નીકળ્યા. માર્ગમાં ભિક્ષા વેળાએ ભોજન કરતાં-કરતાં શૈવાલ તથા તેના બધા શિષ્યોને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. દત્ત તથા તેના શિષ્યોને છત્ર વગેરે અતિશયો જોઈને કેવળજ્ઞાન થયું. કૌડિન્ય તથા તેના શિષ્યોને ભગવાન મહાવીરને જોતાં જ કેવળજ્ઞાન થઈ ગયું. ૧ ગૌતમ આ બાબતથી અજાણ હતા. બધા ભગવાન પાસે આવ્યા. ગૌતમે વંદના કરી, સ્તુતિ કરી. તેઓ બધા તાપસ મુનિઓ કેવલી પરિષદમાં ચાલ્યા ગયા. ગૌતમે તેમને ભગવાનની વંદના કરવા માટે કહ્યું. ભગવાને કહ્યું–‘ગૌતમ ! કેવળજ્ઞાનીઓની આશાતના ન કર.' ગૌતમે ‘મિચ્છામિ દુક્કડું” કહી ક્ષમા માગી.
ગૌતમનું ધર્ય તૂટી ગયું. ભગવાને તેમનાં મનની વાત જાણી લીધી. તેમણે કહ્યું–ગૌતમ! દેવતાઓનું વચન-પ્રમાણ છે કે જિનવરનું?'
ગૌતમે કહ્યું–‘ભગવદ્ ! જિનવરનું વચન-પ્રમાણ છે.”
ભગવાને કહ્યું-“ગૌતમ ! તું મારી અત્યન્ત નિકટ છે, ચિરસંસ્કૃષ્ટ છે. તું અને હું–બંને જણા એક જ અવસ્થા પ્રાપ્ત કરીશું. બંનેમાં કંઈ પણ ભિન્નતા રહેશે નહિ.” ભગવાને ગૌતમને સંબોધિત કરી ‘સુસંપત્તા' (દ્ધમપત્રક) અધ્યયન કહ્યું.
આ અધ્યયનના પ્રત્યેક શ્લોકના અંતમાં ‘સમાં જાય ! ના પાયા પદ છે. નિર્યુક્તિ (ગા. ૩૦૬)માં ‘તfજીસ્સા બri સીસા રે સર્ફિ એવું પદ છે. તેનું તાત્પર્ય એ છે કે ભગવાન મહાવીર ગૌતમને સંબોધિત કરી તેમની નિશ્રાથી બીજા બધા શિષ્યોને અનુશાસન—ઉપદેશ આપે છે.
દશવૈકાલિક નિર્યુક્તિ ગાથા ૭૮માં “નિશ્રાવેવન'નું ઉદાહરણ આ જ અધ્યયન છે. આની ચર્ચા આવશ્યક-નિર્યુક્તિમાં પણ મળે છે.
આ અધ્યયનમાં જીવનની અસ્થિરતા, મનુષ્યભવની દુર્લભતા, શરીર તથા ઈન્દ્રિય-બળની ઉત્તરોત્તર ક્ષીણતા, સ્નેહાપનયનની પ્રક્રિયા, વમેલા ભોગોને ફરીથી ન સ્વીકારવાનો ઉપદેશ વગેરે વગેરેનું સુંદર ચિત્રણ થયું છે.
૧. સમવાળો (પ્રી સમવાય રૂ૮) માં ભગવાન મહાવીરના કેવળજ્ઞાની શિષ્યોની સંખ્યા સાતસો છે. પ્રસ્તુત કથા અનુસાર પંદરસોની
સંખ્યા માત્ર આ જ તાપસીની થઈ જાય છે. તે આગમ અનુસાર સંગત નથી. ૨. (ક) ઉત્તરાધ્યયન નિ@િ, Tથા ર૧૨-/
(५) बृहद्वृत्ति, पत्र ३२३-३३३ : तेणं कालेणं तेणं समएणं पिट्टीचंपा णाम णयरी...ताधे सामी दुमपत्तयं णाम अज्झयणं पण्णवेइ। 3. दशवकालिक नियुक्ति गाथा ७८ : पुच्छाए कोणिओ खलु निस्सावयणमि गोयमस्सामी।
नाहियवाई पुच्छे जीवत्थित्तं अणिच्छंतं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org