Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
નમિ-પ્રવજ્યા
૨૭૧
અધ્યયન-૯ શ્લોક ૩૮, ૪૦, ૪૨ ટિ ૩૫-૩૭
૩૫. (શ્લોક ૩૮)
બ્રાહ્મણ-પરંપરામાં યજ્ઞ કરવો, બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દાન આપવું–આ બધાનું સ્થાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે.' જૈન આગમોમાં આનો પૂર્વપક્ષ રૂપે કેટલાય સ્થાનોમાં ઉલ્લેખ થયો છે. જુઓ–ઉત્તરાધ્યયન ૧૪૯; સૂત્રકૃતાંગ રા ૬૨૯.
૩૬. (શ્લોક ૪૦)
બ્રાહ્મણે રાજર્ષિની સામે યજ્ઞ, બ્રાહ્મણ-ભોજન, દાન અને ભોગ-સેવન–આ ચાર પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. રાજર્ષિએ તેમાંથી માત્ર એક દાનના પ્રશ્નનો જવાબ આપ્યો, બાકીના પ્રશ્નોના ઉત્તરો તેમાં જ ગર્ભિત છે.
શાન્તાચાર્યે લખ્યું છે કે ગો-દાન સહુથી અધિક પ્રચલિત છે, એટલા માટે તેને પ્રધાનતા અપાઈ છે. આ યજ્ઞ વગેરેનું ઉપલક્ષણ છે. આ શ્લોકમાં સંયમને શ્રેય કહ્યો છે. યજ્ઞ વગેરે પ્રેમ છે, સાવદ્ય છે. આ સ્વયં ફલિત બની જાય છે, ટીકાકારના શબ્દોમાં– યજ્ઞ એટલા માટે સાવદ્ય છે કે તેમાં પશુ-વધ હોય છે, સ્થાવર જીવોની પણ હિંસા થાય છે.' સાધુઓને તેમને યોગ્ય અશન-પાન અને ધર્મોપકરણ આપવામાં આવે છે, તે ધર્મ-દાન છે. તે ઉપરાંત જે સુવર્ણ-દાન, ગો-દાન, ભૂમિ-દાન વગેરે છે તે બધા પ્રાણીઓના વિનાશના હેતુ છે એટલા માટે સાવદ્ય છે અને ભોગ તો સાવઘ છે જ.
પ્રતિવાદીએ કહ્યું–‘યજ્ઞ, દાન વગેરે પ્રાણીઓને પ્રીતિકર છે, તેટલા માટે તે સાવધ નથી.’ આચાર્યે કહ્યું–આ હેતુ સાચો નથી. જે સાવદ્ય છે તે પ્રાણીઓને માટે પ્રીતિકર હોતું નથી, જેમકે હિંસા વગેરે. યજ્ઞ વગેરે સાવદ્ય છે, એટલા માટે તે પ્રીતિકર
નથી.”3
૩૭. પોષધમાં રત (પોહરો)
જે અનુષ્ઠાન ધર્મની પુષ્ટિ કરે છે, તે પોષધ કહેવાય છે. તે પર્વ-તિથિઓ–અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા–માં તપસ્યાપૂર્વક કરવામાં આવતું અનુષ્ઠાન-વિશેષ છે. આ સેને કહ્યું છે–
सर्वेष्वपि तपो योगः प्रशस्तः कालपर्वसु । अष्टम्यां पञ्चदश्यां च, नियतं पोषधं वसेत् ॥""
૧. (ક) પાપુરી , ૨૮૪રૂ૭:
तपः कृते प्रशंसन्ति, त्रेतायां ज्ञान-कर्म च ।
द्वापरे यज्ञमेवाहुनमेकं कलौ युगे॥ (ખ) મનુસ્મૃતિ, રા૨૮:
स्वाध्यायेन व्रतैर्हो मैस्त्रविद्येनेज्यया सुतैः ।
महायज्ञैश्च यज्ञैश्च ब्राह्मीयं क्रियते तनुः ।। ૨. ઉપલક્ષણનો અર્થ છે–શબ્દની એવી શક્તિ જેનાથી
નિર્દિષ્ટ વસ્તુ સિવાયની તે પ્રકારની બીજી વસ્તુઓનો
પણ બોધ થાય. उ. बृहद्वृत्ति, पत्र ३१५ : गोदानं चेह यागाद्युपलक्षणम्,
अतिप्रभूतजनाचरितमित्युपात्तम्, एवं च संयमस्य प्रशस्यतरत्वमभिदधता यागादीनां सावद्यत्वमर्थादावेदितं, तथा च यज्ञप्रणेतृभिरुक्तम्
षट् शतानि नियुज्यन्ते, पशुनां मध्यमेऽहनि ।
अश्वमेधस्य वचनान्यूनानि पशुभिस्त्रिभिः ।। इयत्पशुवधे च कथमसावद्यता नाम?, तथा दानान्यप्यशनादिविषयाणि धर्मोपकरणगोचराणि च धर्माय વાર્થને, સાદ
अशनादीनि दानानि, धर्मोपकरणानि च।
साधुभ्यः साधुयोग्यानि, देयानि विधिना बुधैः ।। शेषाणि तु सुवर्णगोभूम्यादीनि प्राण्युपमर्दहेतुतया सावधान्येव, भोगानां तु सावद्यत्वं सुप्रसिद्धं । तथा च प्राणिप्रीतिकरत्वादित्यसिद्धो हेतुः, प्रयोगश्च-यत्सावा न तत् प्राणिप्रीतिकरं, यथा हिंसादि, सावधानि च
यागादीनि। ૪. વૃત્તિ , પત્ર ૩૨૬T
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org