Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
કપિલીય
૨૪૩
અધ્યયન-૮: શ્લોક ૧૦ટિ ૩-૩૫
हृद्यन्यद् वाक्यन्यत् कार्येप्यन्यत् पुरोऽथ पृष्ठेऽन्यत् । अन्यत् तव मम चान्यत्, स्त्रीणां सर्वं किमप्यन्यत् ॥
(સુરવૃવધા, પુત્ર ૩૨) ૩૨. રાક્ષસી જેવી ભયાવહ સ્ત્રીઓમાં (વસીયુ)
અહીં સ્ત્રીને રાક્ષસી કહેવામાં આવી છે. જે રીતે રાક્ષસી સમસ્ત રક્ત પી જાય છે અને જીવન હરી લે છે તેવી જ રીતે સ્ત્રીઓ પણ મનુષ્યના જ્ઞાન વગેરે ગુણો તથા જીવન અને ધનનો સર્વનાશ કરે છે. રાક્ષસી શબ્દ લાક્ષણિક છે, અભિધાવાચક નથી. તે કામશક્તિ કે વાસનાનો સુચક છે. પુરુષ માટે સ્ત્રી વાસનાના ઉદીપનનું નિમિત્ત બને છે, તે દૃષ્ટિએ તેને રાક્ષસી કહી છે. સ્ત્રી માટે પુરુષ વાસનાના ઉદ્દીપનનું નિમિત્ત બને છે, તે દૃષ્ટિથી તેને રાક્ષસ કહી શકાય. આ જ તથ્યને પુષ્ટ કરનાર શ્લોક છે
दर्शनात् हरते चित्तं, स्पर्शनात् हरते बलम् ।
मैथुनात् हरते वित्तं, नारी प्रत्यक्षराक्षसी ।। ૩૩. દાસની જેમ નચાવે છે (વેક્રેતિ નદી 8 વાર્દિ)
કામવાસનાને વશવર્તી વ્યક્તિઓને સ્ત્રીઓ દાસની માફક આજ્ઞાપાલક બનાવે છે. તેઓ કહે છે–“આવો, જાવ, બેસો, આ ન કરો, તે ન કરો” વગેરે-વગેરે. આ રીતે તેઓ તેમને નચાવે છે.
સૂત્રકૃતાંગ (શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૪)માં આનું વિશદ વર્ણન મળે છે.
૩૪. અતિ મનોજ્ઞ (સત્ન)
ચૂર્ણિકારે ‘યં કરોતિ પેશન:'—એવી વ્યુત્પત્તિ કરી આનો અર્થ પ્રિય કરનાર કર્યો છે.”
વૃત્તિકારે ઈહલોક અને પરલોક માટે હિતકારી હોવાને કારણે જે અતિ મનોજ્ઞ હોય છે, તેને પેશલ માનેલ છે. ૩૫. (શ્લોક ૧૯)
મનોવૈજ્ઞાનિકો માને છે–જે માણસે કામવાસનાની પૂર્તિ કરતો નથી, તેનામાં ચિત્ત-વિક્ષેપ કે પાગલપણું આવી જાય છે. આ માન્યતામાં સાપેક્ષ સત્ય છે. આ સત્યની જે બીજી બાજુ છે તેનું પ્રતિપાદન પ્રસ્તુત શ્લોકમાં થયું છે. કામવાસના પ્રત્યે આકર્ષણ હોય અને તેની પૂર્તિ ન થાય તથા સુખ-પ્રાપ્તિનો કોઈ બીજો વિકલ્પ સામે ન હોય, તેવી અવસ્થામાં મનોવૈજ્ઞાનિક માન્યતા સાચી હોઈ શકે છે.
સૂત્રકારનો મત છે—જે કામવાસના પ્રત્યે વિરાગતા કે અનાકર્ષણ કરવા ઇચ્છે છે તે ધર્મ પ્રત્યે અનુરાગ કે આકર્ષણ ઉત્પન્ન કરે છે. જે વ્યક્તિ ધર્મ પ્રત્યે અનુરક્ત થઈ તેમાં પોતાના આત્માને જોડી દે છે તે કામવાસના પર વિજય મેળવે છે અને
૧. વૃવૃત્તિ, પત્ર ૨૨૭: રાક્ષશ્વરક્ષણ: સત્ર : તા,
यथा ही राक्षस्यो रक्त सर्वस्वमपकर्षन्ति जीवितं च प्राणीनामपहान्ति एवमेता अपि, तत्त्वतो ही ज्ञानादीन्येव जीवितं च अर्थश्च ( सर्वस्वं ) तानी च ताभिरपह्लीयन्त एव, तथा च હરિત્ન:
"वातोद्भूतो दहति हुतभुग्देहमेकं नराणां, मत्तो नागः कुपितभुजगश्चैकदेहं तथैव । ज्ञानं शीलं विनयविभवौदार्यविज्ञानदेहान् ।
सर्वानर्थान् दहति वनिताऽऽमुष्पिकानैहिकांश्च।" ૨. ઉત્તરાધ્યયન , પૃ. ૨૭૭૫ 3. बृहद्वृत्ति, पत्र २९८ : पेशलम्-इह परत्र चैकान्तहितत्वे
नातिमनोज्ञम् ।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org