Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
નમિ-પ્રવજ્યા
૨૬૧
અધ્યયન-૯: શ્લોક ૪-૫ ટિ ૬-૮
૨. પ્રત્યેક બુદ્ધ-નિમિત્તથી પ્રતિબુદ્ધ થનાર. ૩. બુદ્ધ બોધિત–પ્રતિબુદ્ધ વ્યક્તિ પાસેથી પ્રેરણા મેળવી બુદ્ધ થનાર.
નમિ સ્વયંબુદ્ધ નહિ, પ્રત્યેક બુદ્ધ હતા. કથાનક અનુસાર તેઓ બંગડીઓના અવાજનું નિમિત્ત મળતાં પ્રતિબદ્ધ થયા હતા. અઢારમા અધ્યયન (શ્લોક ૪૫)ના ચાર પ્રત્યેક બુદ્ધોમાં ‘નમિ'નો પણ ઉલ્લેખ છે. પરંતુ મૂળ પાઠના આધારે એમ ફલિત થાય છે કે નમિને પૂર્વજન્મની સ્મૃતિ થઈ અને તે પછી તેઓ સ્વયંસંબુદ્ધ બની ગયા.'
૬. સેના (વર્ત....)
ચૂર્ણિકાર અનુસાર ‘વ’ શબ્દ ચતુરંગિણી સેનાનો દ્યોતક છે. પ્રાચીનકાળમાં સેનાના ચાર અંગો આ પ્રમાણે હતા–૧. હસ્તિસેના, ૨. અશ્વસેના, ૩. રથસેના અને ૪. પદાતિસેના. ૭. એકાંતવાસી કે એકત્વ અધિષ્ઠિત (Uતમંદિર)
એકાંત શબ્દના ત્રણ અર્થો કરવામાં આવ્યા છેમોક્ષ, વિજન સ્થાન અને એકત્વ ભાવના. જે મોક્ષના ઉપાયો–સમ્યક દર્શન વગેરે–ની સહાય લે છે, તે અહીં જ જીવનમુક્ત બની જાય છે. એટલા માટે તે એકાંતાધિષ્ઠિત કહેવાય છે. ઉદ્યાન વગેરે નિર્જન સ્થાનોમાં રહેનાર તથા ‘હું એકલો છું, મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી. હું તેને જોતો નથી કે જેનો હું હોઉં અને જે મારો હોય તે પણ મને દેખાતો નથી. આ પ્રમાણે એકલાપણાની ભાવના કરનાર પણ એકાંતાધિષ્ઠિત કહેવાય છે. . એકાંતવાસીમાં આ ત્રણે અર્થો ગર્ભિત છે. આ બધા અર્ધાની સાથે-સાથે જ ચૂર્ણિકારે એકાંતનો અર્થ ‘વૈરાગ્ય' પણ કર્યો છે.'
પ્રસ્તુત શ્લોકમાં ‘તમડ્ડિટ્ટ' તથા સોળમા શ્લોકમાં ‘iતમ ગુરૂગો’ પાઠ છે. અર્થના સંદર્ભમાં બંને સ્થાને ‘’ પાઠ હોવો જોઈએ. “' અને “wi’માં લખવામાં ખાસ તફાવત હોતો નથી. સંભવ છે કે ઉત્ત’ પાઠ જ ‘ાંત’ બની ગયો
હોય.
‘gliતક્રિો ’નો અર્થ એકાંતવાસીની અપેક્ષાએ એકત્વ-અધિષ્ઠિત વધુ સંગત લાગે છે. એ જ રીતે “તમજુસ્સો ’નો અર્થ એકાંતદર્શીની અપેક્ષાએ એકત્વદર્શી અધિક યોગ્ય જણાય છે. હું એકલો છું', “મારું કોઈ નથી–આ વાત એકત્વદર્શી જ કહી શકે.
જુઓ–બ્લોક ૧૬નું ટિપ્પણ.
૮. રાજર્ષિ નમિ (રષિ )
નમિ મિથિલા જનપદના રાજા હતા. પ્રવ્રજયા માટે ઉદ્યત થતાં તેઓ ઋષિ બની ગયા. એટલા માટે તેમને “રાજર્ષિના રૂપમાં ઓળખાવવામાં આવે છે અથવા રાજાની અવસ્થામાં પણ તેઓ એક ઋષિની માફક જીવન વીતાવતા હતા. એટલા માટે પણ તેઓ “રાજર્ષિ' કહેવાયા.
૧. જુઓ–આ જ અધ્યયનના પ્રથમ બે શ્લોક. ૨. ઉત્તરાધ્યયન યૂઝિ, પૃ. ૧૮૨: વર્તવતુળofસના ૩. વૃત્તિ , પત્ર રૂ૦૭ : 'અiત' ત્તિ :-તા: कर्मणामन्तो यस्मिन्निति, मयूरव्यंसकादित्वात् समासः, तत एकान्तो-मोक्षस्तम् 'अधिष्ठितः' इव आश्रितवानिवाधिष्ठितः, तदुपायसम्यग्दर्शनाद्यासेवनादधिष्ठितः एव वा, इहैव जीवन्मुक्त्यावाप्तेः, यद्वैकान्तं
द्रव्यतो विजनमुद्यानादि भावतश्च सदाएकोऽहं न च मे कश्चिन्नाहमन्यस्य कस्यचित् । न तं पश्यामि यस्याहं नासौ दृश्योऽस्ति यो मम ।। इति भावनात एक एवाहमित्यन्तोऽनिश्चय एकांतः,
प्राग्वत् समासः, तमधिष्ठितः । ૪. ઉત્તરાધ્યયન વૂfજ, . ૨૮ : તffer
वैराग्येनेत्यर्थः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org