Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ટિપ્પણ અધ્યયન ૮ઃ કાપિલીય
૧. અધુવ, અશાશ્વત (મધુવે સાસર)
આચારાંગ વૃત્તિમાં ગધ્રુવના બે અર્થ મળે છે– નિત્ય અને વન, અનિત્ય તે હોય છે જેનો નાશ અવયંભાવી છે. ચલ તે હોય છે જે ચલમાન-ગતિશીલ હોય છે.
શાત્યાચાર્યે એક જ સ્થાન સાથે પ્રતિબદ્ધ વસ્તુને ધ્રુવ માની છે. સંસાર અદ્ભવ છે કેમ કે તેમાં પ્રાણીઓ ઉચ્ચ-અવચ વગેરે સ્થાનોમાં ભ્રમણ કરતાં રહે છે. તેઓ એક સ્થાન સાથે પ્રતિબદ્ધ હોતાં નથી.
શાશ્વતનો અર્થ છે–સદા રહેનાર, જે સદા રહેતું નથી તે અશાશ્વત છે. સંસારમાં કંઈપણ શાશ્વત નથી. રાજય, ધન, ધાન્ય, પરિવાર વગેરે અશાશ્વત છે. હારિલવાચકે કહ્યું છે –
चलं राज्यैश्वर्यं धनकनकसारः परिजनो, नृपाद् वाल्लभ्यं च चलममरसौख्यं च विपुलम् । चलं रूपाऽरोग्यं चलमिह चरं जीवितमिदं,
जनो दृष्टो यो वै जनयति सुखं सोऽपि हि चलः ।। અધ્રુવ અને અશાશ્વત–આ બંને શબ્દો એકાર્ણવાચી પણ છે. તેમાં પુનરુક્ત દોષ નથી. ચૂર્ણિકારે પુનરુક્ત ન હોવાના સામાન્યપણે પાંચ કારણ બતાવ્યા છે –(૧) ભક્તિવાદ (૨) શબ્દ પર વિશેષ ભાર આપવા માટે (૩) કૃપામાં (૪) ઉપદેશમાં (૫) ભય પ્રદર્શિત કરવા માટે.
પ્રસ્તુત પ્રસંગમાં ચૂર્ણિકારે પુનરુક્ત ન હોવાના આ બે કારણો આપ્યા છે—ઉપદેશ અને ભય-દર્શન તથા વૃત્તિકારે આ બે કારણો આપ્યા છે –ઉપદેશમાં અને કોઈ શબ્દ પર વિશેષ ભાર આપતી વખતે.
૨. પૂર્વ સંબંધોનું (પુષ્યસંગો)
સંસાર પહેલાં હોય છે અને મોક્ષ પછી. અસંયમ પહેલાં હોય છે અને સંયમ પછી. જ્ઞાતિજન પહેલાં હોય છે, તેમનો ત્યાગ પછીથી કરવામાં આવે છે–આ ભાવનાઓના આધારે ચૂર્ણિકારે પૂર્વ-સંયોગનો અર્થ–સંસારનો સંબંધ, અસંયમનો સંબંધ અને જ્ઞાતિનો સંબંધ કર્યો છે. શાજ્યાચાર્યું અને નેમિચન્દ્ર પૂર્વસંયોગનો અર્થ–પૂર્વ-પરિચિતોનો સંયોગ અર્થાત્ માતા-પિતા વગેરે તથા ધન વગેરેનો સંબંધ એવો કર્યો છે.’
૧. વારસાવૃત્તિ, પત્ર રદ્દ ! ૨. દવૃત્તિ, પત્ર ૨૮૬ ! ૩. એજન, પત્ર ૨૮૨ . ૪. ઉત્તરાધ્યયન મૂળ, પૃ. ૨૭૦ I ૫. એજન, પૃ. ૭૦I ६. बृहद्वृत्ति, पत्र २८९ ।
૭. ઉત્તરાધ્યયન વૂળ, પૃ. ૨૭: પુલ્લો - સંસા, પછી
मोक्खो, पुव्वेण संजोगो पुवस्स वा संजोगो पुव्वसंजोगो,
अथवा पुव्वसंजोगो असंजमेण णातीहिं वा। ૮. (ક) જૂવૃત્તિ, પત્ર ૨૧૦: પુરા પffકતા Hgfપત્રાય:
पूर्वशब्दे नो च्यन्ते ततस्तैः, उपलक्षणत्वादन्यै श्च
स्वजनधनादिभिः संयोगः-सम्बन्धः पूर्वसंयोगः। (ખ) સુવિઘા, પત્ર રદ્દ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org