Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૧૭૦
અધ્યયન-૫ : શ્લોક ૧૯-૨૦ ટિ ૨૮-૩૧
૪. સુત્થાનવી–ધ્યાન સંપન્ન કરવાનું કૌશલ્ય. ૫. પ્રચવેક્ષવશી ધ્યાનની બધી વિધિઓ તથા તથ્યોની સમાલોચના કરવાનું કૌશલ્ય.
આ પાંચ પ્રકારના વશી (કૌશલ્ય) ધ્યાનમાં પ્રવેશ કરવાની કુશળતા, યોગ્યતા અને ગતિમાં તીવ્રતા ઉત્પન્ન કરે છે. તેમનાથી વ્યક્તિ ધ્યાન પર પૂરેપૂરું નિયંત્રણ મેળવી શકે છે. ૨૮. પ્રસન્ન (વિપ્રસન્ન)
આ મરણનું વિશેષણ છે. જે વ્યક્તિ મરણકાળે વિવિધ ભાવનાઓ વડે પોતાના આત્માને ભાવિત કરે છે, મૂછવડે ઘેરાતો નથી, વ્યાકુળ બન્યા વિના પ્રસન્નતાથી મરણનું વરણ કરે છે, તેનું મરણ વિપ્રસન્ન-મરણ કહેવાય છે.
ર૯. વિવિધ પ્રકારના શીલવાળા (નાપાસીતા) - ગૃહસ્થો નાનાશીન–વિવિધ શીલવાળા, વિભિન્ન સચિવાળા અને વિભિન્ન અભિપ્રાયવાળા હોય છે. તેની વ્યાખ્યા કરતાં નેમિચન્દ્ર લખે છે- કોઈ કહે છે–ગૃહસ્થાશ્રમનું પાલન કરવું એ જ મહાવ્રત છે.” કોઈ કહે છે–ગૃહસ્થાશ્રમથી ઉત્કૃષ્ટ કોઈ ધર્મ થયો નથી અને થશે નહિ, જે શૂરવીર હોય છે તેઓ તેનું પાલન કરે છે અને નામર્દ વ્યક્તિઓ પાખંડનો આશ્રય લે છે. કોઈ કહે છે-“સાતસો શિક્ષાપ્રદ ગૃહસ્થોના વ્રતો છે” વગેરે વગેરે. ૨ ૩૦. વિષમ શીલવાળા (વિરામસીત્મા)
સાધુ પણ વિષમ શીલવાળા-વિષમ આચારવાળા હોય છે. શાન્તાચાર્યે લખ્યું છે—કોઈ પાંચ યમ અને પાંચ નિયમોને, કોઈ કંદ, મૂળ, ફળના આહારને અને કોઈ આત્મ-તત્ત્વના પરિજ્ઞાનને જ વ્રત માને છે ?
ચૂર્ણિકાર અનુસાર–કેટલાક કુપ્રવચન-ભિક્ષુ અભ્યદયની જ કામના કરે છે, જેમ કે તાપસ અને પાંડુરક (શિવભક્તસંન્યાસી), જે મોક્ષ ઇચ્છે છે, તેઓ પણ તેનાં સાધનોને સમ્યક્ પ્રકારે જાણતા નથી. તેઓ હિંસા વડે મોક્ષ મળવામાં માને છે. લોકોત્તર ભિક્ષુ પણ બધા જ પ્રકારના નિદાન અને શલ્ય રહિત નથી હોતા, આશંસા રહિત તપ કરનારા નથી હોતા, એટલા માટે ભિક્ષુઓને વિષમ-શીલ કહ્યા છે.*
૩૧. (શ્લોક ૨૦)
ત્રણ પ્રકારના મનુષ્યો હોય છે–અવતી, દેશવ્રતી અને સર્વવ્રતી. આ શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે કે અવ્રતી અથવા નામધારી ભિક્ષુઓ કરતાં દેશવ્રતી ગૃહસ્થ સંયમમાં ચડિયાતા હોય છે અને તેમની અપેક્ષાએ સર્વવ્રતી ભિક્ષુઓ સંયમમાં
१. उत्तराध्ययन चूर्णि, पृ. १३७ : नानार्थांतरत्वेन शीलयंति
तदिति शीलं-स्वभावः, अगारे तिष्ठतीत्यागारत्था, ते हि
नानाशीला नानारुचयो-नानाच्छंदा भवंति। २. सुखबोधा, पत्र १०६ : तेषु हि गृहिणस्तावद् अत्यन्तनाना
शीला एव, यतः केचित् 'गुहाश्रमप्रतिपालनमेव महाव्रतमिति प्रतिपन्नाः। गृहाश्रमपरो धर्मो, न भूतो न भविष्यति । પાનથતિ નર: પૂરી:, વસ્તીવા: પાgિuહુમશ્રિતા: I ? | इति वचनात् । अन्ये तु 'सप्तशिक्षापदशतानि गृहिणां व्रतम्' इत्याद्यनेकधैव ब्रुवते ।
3. बृहद्वृत्ति, पत्र २४९ : 'विषमम्' अतिदुर्लक्षतयाऽतिगहनं
विसदृशं वा शीलमेषां विषमशीला: .....भिक्षवोऽप्पत्यन्तं विषमशीला एव, यतस्तेषु केषाञ्चित्पञ्चयमनियमात्मकं व्रतमिति दर्शनम्, अपरेषां तु कन्दमूलफलाशितैव
इति,अन्येषामात्मतत्त्वपरिज्ञानमेवेति विसदृशशीलता। ४. उत्तराध्ययन चूर्णि, पृ. १३७ : कुप्रवचनभिक्षवोऽपि
केचिदभ्युदयावेव तथा तापसा: पांडुरागाश्च, येऽपि मोक्षायोत्थिता तेऽपि तमन्यथा पश्यन्ति....तथैव लोकोत्तरभिक्षवोऽपि ण सव्वे अणिदाणकरा णिस्सल्ला वा, ण वा सव्वे आसंसापयोगनिरुपहततपसो भवंति इत्यतो विसमसीला य भिक्षुणो।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org