Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
અકામ-મરણીય
૧૭૯
અધ્યયન-૫: શ્લોક ૩૧-૩૨ ટિ ૫૦-૫૩
૫૦. જ્યારે મરણ અભિપ્રેત હોય (ત શાને મખેT)
પ્રશ્ન થાય છે કે શું ક્યારેય મરણ પણ અભિપ્રેત હોય છે ? માણસ મરવાનું ક્યારે અને કેમ ઇચ્છે છે? આ પ્રશ્નનું સમાધાન એવું છે કે જયારે મુનિ એમ જુએ છે કે તેની મન, વચન અને કાયાની શક્તિ ક્ષીણ થઈ રહી છે, જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણોની અભિવૃદ્ધિ થઈ રહી નથી, ત્યારે તેને મરણ અભિપ્રેત હોય છે.
આનો ધ્વનિ એવો છે કે મનુષ્ય જેવી રીતે જીવવા માટે સ્વતંત્ર છે, તેવી રીતે મરવા માટે પણ સ્વતંત્ર છે. મરણ પણ વાંછનીય છે. તેની શરત એ છે કે મરણ આવેશકત ન હોય. જયારે એમ સ્પષ્ટ પ્રતીત થવા લાગે કે યોગો ક્ષીણ થઈ રહ્યા છે, તે સમયે સમાધિપૂર્ણ મરણ વાંછનીય છે. ૫૧. કષ્ટજનિત રોમાંચને (ત્તોમતિ )
ચૂર્ણિકારે રોમાંચિત થવાના ત્રણ કારણો માન્યાં છે–(૧) ભય (૨) અનુકૂળ ઉપસર્ગ અને (૩) હર્ષ.'
રત્તરવ—આ ન્યાયથી નોમરિસ શબ્દનાં બે સંસ્કૃત રૂપ બને છે–સ્ત્રોમહર્ષ અને મહર્ષ. પર. ( હર વણ)
મુનિ શરીરના ભેદની પ્રતિક્ષા કરે. ચૂર્ણિકારનું માનવું છે કે ઔદારિક-શરીરના ભેદની નહિ, પરંતુ આઠ પ્રકારના કર્મરૂપી શરીરના ભેદની આકાંક્ષા કરે.
વૃત્તિકાર માન્યું છે કે મુનિ મરણની આશંસા ન કરે, પરંતુ શરીરની સાર-સંભાળ ન રાખતાં મરણની પ્રતિક્ષા કરે. મુનિને માટે મરણની આશંસા વર્જનીય છે.?
૫૩. મરણકાળ આવી પહોંચતાં (મદ શાહની સંપત્ત)
મુનિ પોતાની સંયમ-યાત્રાનું નિર્વહન કરતાં-કરતાં જ્યારે એમ જુએ છે કે શરીર અને ઇન્દ્રિયોની હાનિ થઈ રહી છે, યોગો ક્ષીણ થઈ રહ્યા છે, સ્વાધ્યાય વગેરેમાં વિઘ્નો નડી રહ્યાં છે, ત્યારે તે શરીર-ત્યાગની તૈયારીમાં લાગી જાય તે વિચારે, મારે જે કરવાનું હતું તે હું કરી ચૂક્યો છું. મારી જે જવાબદારી હતી તે મેં યોગ્ય રીતે નિભાવી છે–
'निष्फाइया य सीसा, सउणी जह अंडयं पयत्तेणं ।
बारससंवच्छरियं, अह संलेहं ततो करइ ।। જેવી રીતે પંખીણી પોતાના ઇંડા પ્રયત્નપૂર્વક સેવીને તેમાંથી બચ્ચાં પેદા કરે છે, તેવી જ રીતે મેં પણ પોતાના ગણમાં શિષ્યો નિષ્પાદિત કરી પોતાની જવાબદારી નિભાવી છે. હવે મરણકાળ આવી લાગ્યો છે. આથી મારે બાર વર્ષની સંલેખનામાં લાગી જવું જોઈએ. આમ વિચારી તે તપોયોગમાં સંલગ્ન થઈ જાય છે. ૫૪. શરીરનો ત્યાગ કરે છે (કાલાવાય સમુક્ષ)
શાજ્યાચાર્યે આનો અર્થ ‘બાહ્ય અને આંતરિક શરીરનો નાશ કરતો કર્યો છે. આ અર્થના આધારે તેનું સંસ્કૃત રૂપ
૧. ઉત્તરાધ્યયન f, g. ૨૪ર : સ તુ મા મવતિ, અનુ
लोमै ा उपसर्ग: हर्षाद् भवति । ૨. જરાધ્યયન યૂઝિ, પૃ. ૨૪ર : fમતે તિ જેવઃ, વિદ
कर्मशरीरभेदं कांक्षति, न तूदारिकस्य । ૩. વૃવૃત્તિ, પત્ર ર૧૪.
४. बृहद्वृत्ति, पत्र २५४ : 'आघायाय' त्ति आर्षत्वात
आघातयन् संलेखनादिभिरुपक्रमणकारणैः समन्ताद् घातयन् विनाशयन्, कं?-समुच्छ्रयम् अन्तः कार्मणशरीरं बहिरौदारिकम्।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org