Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનનું નામ વુડ્ડા નિયાઝાં’—‘શુક્ષ્મ નિર્રીય’ છે. દશવૈકાલિકના ત્રીજા અધ્યયનનું નામ ‘વુડુયાયારહા’ -‘ક્ષુલ્લાવાર થા’ અને છઠ્ઠા અધ્યયનનું નામ ‘માયારા’-‘મહાપાષા’ છે. તેમાં ક્રમશઃ મુનિના આચારનું સંક્ષિપ્ત અને વિસ્તૃત નિરૂપણ થયું છે. આ રીતે આ અધ્યયનમાં પણ નિગ્રંથના બાહ્ય અને આત્યંતર ગ્રંથ-ત્યાગ (પરિગ્રહ-ત્યાગ)નું સંક્ષિપ્ત નિરૂપણ છે.
‘નિર્ઝ’ શબ્દ જૈન-દર્શનનો ઘણો પ્રચલિત અને ઘણો પ્રાચીન શબ્દ છે. બૌદ્ધ સાહિત્યમાં સ્થાને-સ્થાને ભગવાન મહાવીરને ‘નિષ્ઠ’ (નિગ્રંથ) કહેવાયા છે. તપાગચ્છ પટ્ટાવલી અનુસાર સુધર્મા સ્વામીથી આઠ આચાર્યો સુધી જૈન ધર્મ ‘નિપ્રસ્થ ધર્મ’ નામે પ્રચલિત હતો. અશોકના એક સ્તંભ-લેખમાં પણ ‘નિર્ઝ’નો ઘોતક ‘નિયંત્ર’ શબ્દ પ્રયુક્ત થયો છે. '
અવિદ્યા અને દુઃખ વચ્ચે ગાઢ સંબંધ છે. જ્યાં અવિદ્યા છે ત્યાં દુઃખ છે, જ્યાં દુઃખ છે ત્યાં અવિદ્યા છે. પતંજલિના શબ્દોમાં અવિદ્યાનો અર્થ છે—અનિત્યમાં નિત્યની અનુભૂતિ, અશુચિમાં શુચિની અનુભૂતિ, દુઃખમાં સુખની અનુભૂતિ અને અનાત્મામાં આત્માની અનુભૂતિ
સૂત્રની ભાષામાં વિધાનો એક પક્ષ છે સત્ય અને બીજો પક્ષ છે મૈત્રી—‘પ્પા સમેસેના મસિ મૂલ્લું ખ્વ' (શ્લોક ૨). જે કોરા વિદ્યાવાદી અથવા જ્ઞાનવાદી છે તેમની માન્યતા છે કે યથાર્થને જાણી લેવું પર્યાપ્ત છે, પ્રત્યાખ્યાનની કોઈ જરૂર નથી. ક્રિયાનું આચરણ તેમની દૃષ્ટિએ વ્યર્થ છે. પરંતુ ભગવાન મહાવીર તેને વાણીશૂરતા માનતા હતા, એટલા માટે તેમણે આચરણ-શૂન્ય ભાષાવાદ અને વિદ્યાનુશાસનને અત્રાણ બતાવ્યા (શ્લોક ૮-૧૦).
ગ્રન્થ (પરિગ્રહ)ને ત્રાણ માનવું તે પણ અદ્યિા છે. એટલા માટે ભગવાન મહાવીરે કહ્યું–‘‘પરિવાર ત્રાણ નથી’, ‘‘ધન પણ ત્રાણ નથી’’ (શ્લોક ૩-૫). બીજું તો ઠીક, પોતાનો દેહ પણ ત્રાણ નથી. સાધુ દેહમુક્ત નથી હોતો છતાં પણ પ્રતિક્ષણ તેના મનમાં એ ચિંતન ચાલતું હોવું જોઈએ કે દેહ-ધારણનું પ્રયોજન પૂર્વ-કર્મોને ક્ષીણ ક૨વાનું છે. લક્ષ્ય જે છે તે ઘણું ઊંચું છે, એટલા માટે સાધકે નીચે ક્યાંય પણ આસક્ત ન થવું જોઈએ. તેની દૃષ્ટિ સદા ઊર્ધ્વગામી હોવી જોઈએ (શ્લોક ૧૩). આ રીતે આ અધ્યયનમાં અધ્યાત્મની મૌલિક વિચારણાઓ પ્રાપ્ત થાય છે.
આ અધ્યયનના અંતિમ શ્લોકનું એક પાઠાંતર છે. તે અનુસાર આ અધ્યયનના પ્રજ્ઞાપક ભગવાન પાર્શ્વનાથ છે. एवं से उदाहु अणुत्तरनाणी अणुत्तरदंसी अणुत्तरनाणदंसणधरे ।
મૂળ—
अरहा नायपुत्ते भगवं वेसालिए विग्राहिए ॥
પાઠાત્તર
एवं से उदाहु अरिहा पासे पुरिसादाणीए ।
भगवं वेसालीए बुद्धे परिणिव्वुए ॥
( વૃત્તવૃત્તિ, પત્ર ૨૭૦ )
જો કે ચૂર્ણિ અને ટીકાકારે આ પાઠાંતરનો અર્થ પણ મહાવીર-પરક કર્યો છે. ‘પાસ’નો અર્થ ‘પશ્યતીતિ વાળ’ અથવા ‘પશ્ય:’ કર્યો છે. પરંતુ આ સંગત જણાતું નથી. પુરુષાદાનીયએ ભગવાન પાર્શ્વનાથનું સુપ્રસિદ્ધ વિશેષણ છે. એટલા માટે તે સંદર્ભમાં જોતાં ‘પાવ’નો અર્થ પાર્શ્વ જ હોવો જોઈએ. જો કે ‘વસાય’ વિશેષણ ભગવાન મહાવીર સાથે વિશેષપણે જોડાયેલું
१. उत्तराध्ययन निर्युक्ति, गाथा २४३ : सावज्जगंधमुक्का, अब्भिन्तरबाहिरेण गंथेण ।
एसा खलु निज्जुनी, खुड्डागनियंठसुत्तस्स ॥
૨. તપાળજીપટ્ટાવનિ ( પં. ત્યાળવિજ્ઞય સંપાલિત ) માજ o, પૃષ્ઠ ૨૫૩ : શ્રી સુધાં સ્વામિનોી પૂરીન્ યાવત્ નિર્ણ થા: I ૩. દિલ્લી-ટોપરાનો સપ્તમ સ્તંભલેખ : નિયંમ્મુ પિ મે ટે (, ) રૂમે વિયાપટા હોતિ !
४. पातंजल योगसूत्र २१५ : अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org