Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ક્ષુલ્લક-નિગ્રન્થીય
અધ્યયન-૬ : શ્લોક ૨ ટિ ૩-૫
તેણે વિચાર્યું, ‘વિદ્યા સાધવાનું કષ્ટ કોણ કરે ?' તેણે કહ્યું–‘ઘડો આપો.’ તેને ઘડો મળી ગયો. તે ઘરે પહોંચ્યો. ઘડાના પ્રભાવથી તેને બધી સામગ્રી મળી. એક દિવસ તે મદ્યપાન કરી, ઘડો ખભા પર મૂકી નાચવા લાગ્યો. બેધ્યાનપણું વધ્યું. ઘડો જમીન પર પડ્યો અને ફૂટી ગયો. સાથે-સાથે જ વિદ્યાના પ્રભાવથી થનારી બધી લીલા સમાપ્ત થઈ ગઈ. હવે તે વિચારવા લાગ્યો, જો હું તે ચાંડાલ પાસેથી ઘડો ન લેતાં વિદ્યા લેત તો કેટલું સારું થાત ! પણ હવે ... તે ફરી દરિદ્રતાના દુઃખોથી ઘેરાઈ
ગયો.
૩. વારંવાર લુપ્ત થાય છે (નુષંતિ વદુતો મૂઢા)
ચૂર્ણિમાં ‘જીન્તિ’નો અર્થ છે—શારીરિક અને માનસિક દુઃખો વડે પીડાવું. વૃત્તિકારે આનો અર્થ દરિદ્રતા વગેરે દુઃખોથી પીડિત થવું એવો કર્યો છે. અહીં મૂઢનો અર્થ છે—તત્ત્વ-અતત્ત્વના જ્ઞાનથી રહિત, હિત-અહિતના વિવેકમાં અસમર્થ.૪
૪. પાશો (બંધનો) અને જાતિપથો (પામનારૂંપદે)
ચૂર્ણિમાં ‘પાસ’નો અર્થ ‘પશ્ય’ અને ‘જ્ઞાતિપથ’નો અર્થ ‘ચોરાસી લાખ જીવયોનિ’ કરવામાં આવ્યો છે. વૃત્તિમાં ‘પાસ’નો અર્થ ‘સ્રી વગેરેનો સંબંધ’ છે. તે એકેન્દ્રિય વગેરે જાતિઓના માર્ગો છે, આથી તેમને જાતિપથ કહેવામાં આવ્યા છે. ‘પાશાંતિપથ’ અર્થાત્ એકેન્દ્રિય વગેરે જાતિઓમાં લઈ જનાર સ્ત્રી વગેરેના સંબંધો.” અમે ‘પાસ’ અને ‘બાપ’ને અસમસ્ત પદ માનીને અનુવાદ કર્યો છે. આચાર્ય નેમિચન્દ્રે સ્રી આદિના સંબંધ વિષયે એક સુંદર શ્લોક ઉષ્કૃત કર્યો છે—
भार्याया निगडं दत्त्वा न सन्तुष्टः प्रजापतिः ।
भूयोऽप्यपत्यदानेन ददाति गलश्रृंङ्खलाम् ॥
પ્રજાપતિએ મનુષ્યને ભાર્યારૂપી બેડી આપીને પણ સંતોષ ન રાખ્યો, તેણે તે જ મનુષ્યને અનેક સંતાનો આપી તેના ગળામાં પણ સાંકળ પહેરાવી દીધી.
૧૮૯
૫. સ્વયં સત્યની શોધ કરે (અપ્પા સત્ત્વમેÀન્ના)
આનું તાત્પર્ય એ છે કે વ્યક્તિ સ્વયં સત્યની શોધ કરે. જૈનદર્શન પુરુષાર્થવાદી દર્શન છે. તે માને છે કે પ્રત્યેક વ્યક્તિએ સત્યની શોધ કરવી જોઈએ. બીજા વડે શોધાયેલું સત્ય બીજાને માટે પ્રેરક બની શકે છે, નિમિત્ત-કારણ બની શકે છે, પરંતુ ઉપાદાન-કારણ બની શકતું નથી. વ્યક્તિ નિરંતર સત્યની શોધ કરે, અટકે નહિ. સત્યની શોધનું દ્વાર બંધ ન થાઓ.
વૈદિકો માને છે કે વેદ જ પ્રમાણ છે, પુરુષ પ્રમાણ બની શકે નહિ, કારણકે તે સત્યને સાક્ષાત્ જોઈ શકતો નથી– ‘તસ્માવતીન્દ્રિયાર્થાનાં સાક્ષાત્ દ્રધુમાવત: । નિત્યમ્યો વેવવાવ્યખ્યો, યથાર્થવિનિશ્ચય: ।' જૈન પરંપરા માને છે કે—ગ્રંથ પ્રમાણ નથી હોતો, પ્રમાણ હોય છે પુરુષ. સર્વજ્ઞો હતા, છે અને થશે. સર્વજ્ઞતાની નાસ્તિ માની શકાય નહિ.
૧. (ક) ઉત્તરાધ્યયન સૂપ્તિ, પૃ. ૨૪૮ । (ખ) વૃત્તવૃત્તિ, પત્ર ૨૬૨, ૨૬૩ ।
२. उत्तराध्ययन चूर्णि, पृष्ठ १४९ : सारीरमाणसेहिं दुक्खेहिं
તુંવંતિ ।
:
૩. શ્રૃવૃત્તિ, પત્ર ૨૬૩: સુષ્યને વારિદ્રયાવિષ્ઠિबध्यन्ते ।
૪. (ક) ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃષ્ઠ ૧૪૧ : મૂઢા તત્ત્વીતત્ત્વ
अजाणगा ।
(ખ) શ્રૃવૃત્તિ, પત્ર ૨૬૨ : મૂઢા હિતાહિતવિવેચન પ્રત્ય
Jain Education International
સમાં: ।
૫. ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃષ્ઠ ૨૪૧ : પાસ ત્તિ પાસ, નાયત કૃતિ जाती, जातीनां पंथा जातिपंथाः, अतस्ते जातिपंथा बहु 'चुलसीतिं खलु लोए जोणीणं पमुहसयसहस्साइं ।' ૬. વૃવૃત્તિ, પત્ર ૨૬૪ : પાશા-અત્યન્તપાવતૢતવ:, कलत्रादिसम्बन्धास्त एव तीव्र मोहो दयादिहेततुया जातीनाम् - एकेन्द्रियादिजातीनां पन्थानः- तत्प्रापकत्वान् मार्गाः पाशजातिपथाः तान् ।
૭. મુલવોધા વૃત્તિ, પત્ર ૨ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org