Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
૧૮
અધ્યયન-૫: શ્લોક ૩૦ ટિ ૪૭-૪૯
નેમિચન્દ્ર અહીં એક સુંદર પળ ઉદ્ધાર કર્યું છે –
'सुगहियतवपन्वयणा, विसुद्धसम्मत्तणाणचरित्ता ।
मरणं उस्सवभूयं मण्णंति समाहियपण्णओ ।' અર્થાતુ જેમની પાસે કપરૂપી ભાતું છે, જેમનાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર વિશુદ્ધ છે, તેવા સમાહિત આત્માવાળા મુનિઓ મરણને ઉત્સવ માને છે.
૪૭. અહિંસા-ધચિત સહિષ્ણુતા (વાસ થંક્ષિણ)
દયાનો અર્થ છે–અહિંસા અને ક્ષત્તિનો અર્થ છે–સહિષ્ણુતા. અહિંસા અને સહિષ્ણુતા વચ્ચે ગાઢ સંબંધ છે. કષ્ટ સહન કરવાની ક્ષમતાનો વિકાસ કર્યા વિના અહિંસાનો વિકાસ સંભવિત નથી. આ વિષયમાં સૂત્રકતાંગ આગમનો આ શ્લોક દૃષ્ટવ્ય
‘धुणिया कलियं व लेववं, कसए देहमणसणादिहिं।
अविहिंसामेव पव्वए, अणुधम्मो मुणिणा पवेइओ ॥ વૃત્તિકાર શાન્તાચાર્યે “રાધ ....'નો અર્થ દરવિધ મુનિધર્મ એવો કર્યો છે.' ૪૮. તથાભૂત (ઉપશાન્ત) (તદાપૂU)
તથાભૂતનો અર્થ છે–આત્મભૂત, સ્વાભાવિક તે જ આત્મા તથાભૂત હોય છે જે રાગ-દ્વેષ રહિત હોય છે. આવો ચૂર્ણિનો મત છે. શાન્તાચાર્યે તથાભૂતનો અર્થ ઉપશાંત મોહ કર્યો છે."
આનો વૈકલ્પિક અર્થ છે-મરણકાળ પહેલાં જે મુનિ અનાકુલ-ચિત્તવાળો હતો, તે મરણકાળે પણ તેવો જ રહે, તે તથાભૂત હોય છે.* ૪૯. પ્રસન્ન રહે.... ઉદ્વિગ્ન ન બને (fauસીઝ)
આનું તાત્પર્ય એવું છે કે મુનિ પંડિતમરણ અને બાલમરણ–બંનેની પરીક્ષા કરીને પોતાના કષાયોનું અપનયન કરીને પ્રસન્ન રહે, સ્વસ્થ રહે. પોતાની તપસ્યાનો ગર્વ કરી તે પોતાના આત્માને કલુષિત ન કરે.
એક શિષ્ય તપસ્યામાં સંલગ્ન હતો. તેણે બાર વર્ષની સંખના કરી. એક દિવસ તે ગુરુ પાસે આવીને બોલ્યો– હે ગુરુદેવ! હવે હું શું કરું?” ગુરુ તેની આંતરિકતાથી પરિચિત હતા. તેમણે કહ્યું- “વત્સકુશ કર.' તે સમજ્યો નહિ. વારંવાર પૂછવા છતાં ગુરુનો તે જ જવાબ હતો– કુશ કર, કૃશ કર.” એક જ જવાબ સાંભળીને શિષ્ય ઊકળી ઊઠ્યો અને તેણે પોતાની આંગળી તડાક કરતાં તોડી નાખી અને કહ્યું હવે વધુ શું કૃશ કરું ? શરીર તો હાડપિંજર માત્ર બની ગયું છે.' ગુરુ બોલ્યા‘જેના વડે પ્રેરિત થઈને તેં આંગળી તોડી નાખી, તે પ્રેરણાને કૃશ કર, ક્રોધને કૃશ કર, કષાયને કૃશ કર.' હવે તે સમજી ગયાં. ૧, સુવા , પત્ર ૨૦૮ ૨. સૂયગડો રાજ |
५. बृहद्वृति, पत्र २५३ : तथाभूतेन-उपशान्तमोहोदयेन । ૩. વૃત્તિ, પત્ર ર૧૨ : પ્રથાનો ઘન ધ રવિ- ૬. (ક) ૩ત્તરાધ્યયન વૂળ, પૂ. ૬૪૨ : અથવા ચર્થવ પૂર્વકयतिधर्मरूप, तस्य सम्बन्धिनी या क्षान्तिस्तया।
व्याकुल-मनास्तथा मरणकालेऽपि तथाभूत एव । ४. उत्तराध्ययन चूर्णि पृ. १४१ : तथाभूतेन अप्पणा-तेन (ખ) વૃત્તિ , uત્ર રર !
प्रकारेण भूतस्तथाभूतः, रागद्वेषवशगो ह्यात्मा अन्यथा ૭. વૃત્તિ , પત્ર રજવું भवति, मद्यपानां विश्व (चित्तवत् ), तदभावे तु आत्मभूत
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org