Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૧૭૪
અધ્યયન-૫: શ્લોક ૨૩ટિ ૩૭
વસુનંદિ શ્રાવકાચારમાં પ્રોષધના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે–ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. ઉત્તમ પ્રોપધમાં ચતુવિધ આહાર અને મધ્યમ પ્રોપધમાં પાણી સિવાયના ત્રિવિધ આહારનું પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. આયંબિલ (વીન) નિર્વિકૃતિ, એકસ્થાન અને એકભક્તને જઘન્ય પ્રોપધ કહેવામાં આવે છે. વિશેષ જાણકારી માટે જુઓ-વસુનંદિ શ્રાવકાચાર, શ્લોક ૨૮૦-૨૯૪.
સ્થાનાંગમાં ‘પધપવાસ’ અને ‘પરિપૂર્ણ પોષધ'—આવા બે શબ્દો મળે છે. પોષધ (પર્વદિન)માં જે ઉપવાસ કરવામાં આવે છે તેને પોષધોપવાસ કહેવામાં આવે છે. પર્વતિથિઓમાં દિવસ-રાત સુધી આહાર, શરીર-સત્કાર વગેરેનો ત્યાગ તથા બ્રહ્મચર્યપૂર્વક જે ધર્મારાધના કરવામાં આવે છે તેને પરિપૂર્ણ-પોષધ કહેવામાં આવે છે.”
ઉપરોક્ત વર્ણનના આધારે પોષધની પરિભાષા આવી આપી શકાય–અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા વગેરે પર્વ-તિથિઓમાં ગૃહસ્થ ઉપવાસપૂર્વક ધાર્મિક આરાધના કરે છે, તે વ્રતને પોષધ કહેવામાં આવે છે. બૌદ્ધ સાહિત્યમાં પણ ચતુર્દશી અને પૂર્ણિમાના દિવસે ઉપોસથ કરવાનું વર્ણન મળે છે. શાન્તાચાર્યે આસમેનનો એક શ્લોક ઉદ્ધત કર્યો છે. તેમાં પણ અષ્ટમી અને પૂર્ણિમાના દિવસે પોષધ કરવાનું વિધાન છે." ‘પોસઈ શબ્દનું મૂળ ‘ઉપવસથ’ હોવું જોઈએ. ‘પોસર'નું સંસ્કૃત રૂપ પોષધ કરવામાં આવે છે અને તેની વ્યુત્પત્તિ કરવામાં આવે છે–પોષધ અર્થાત ધર્મની પુષ્ટિને ધારણ કરનાર, આ વ્યુત્પત્તિ તે ભાવનાને અભિવ્યક્ત નથી કરતી.
ચતુર્દશી વગેરે પર્વ-તિથિઓમાં ઉપવાસ કરવાનું વિધાન છે, એટલા માટે તે તિથિઓ પણ ‘૩પરિશ' કહેવાય છે. અને તે તિથિઓમાં કરવામાં આવનારી ઉપવાસ વગેરે ધર્મારાધનાને પણ ઉપોસથ કહેવામાં આવે છે. “પોસથ’ના ‘કારનું અંતર્ધાન અને ‘થ'નો ‘જ' કરવાથી “પોરસથ'નું “સદ રૂપ પણ થઈ શકે છે.
બૌદ્ધ સંમત્ત ઉપોસથે ત્રણ પ્રકારનો હોય છે—(૧) ગોપાલ-ઉપોસથ, (૨) નિગ્રંથ-ઉપાસથ, (૩) આર્ય-ઉપોસથ. (૧) ગોપાલ-ઉપોસથ
જેવી રીતે ગોવાળ માલિકોને ગાયો સોંપી એમ વિચારે છે કે આજ ગાયો અમુક-અમુક જગ્યાએ ચારો ચરી, કાલે અમુકઅમુક જગ્યાએ ચરશે તે જ રીતે ઉપોસથ-વ્રતી એવું વિચારે છે કે આજ મેં આ ખાધું, કાલે શું ખાઈશ વગેરે. તે લોભયુક્ત ચિત્ત સાથે દિવસ પસાર કરે છે, આ ગોપાલ-ઉપોસથ-વ્રત છે. તેનું ન ફળ મહાન હોય છે, ન મહાન પરિણામ હોય છે, ન તો મહાન પ્રકાશ હોય છે કે ન મહાન વિસ્તાર.
(૨) નિગ્રંથ-ઉપોસથ
નિગ્રંથ પોતાના અનુયાયીઓને આવા પ્રકારનું વ્રત લેવડાવે છે–પૂર્વ, પશ્ચિમ, ઉત્તમ અને દક્ષિણ દિશામાં સો-સો યોજન સુધી જેટલાં પ્રાણી છે, તું તેમને હિંસાથી મુક્ત કર, આ રીતે કેટલાંક પ્રત્યે દયા વ્યક્ત કરે છે અને કેટલાંક પ્રત્યે નહિ. નિગ્રંથ કહે છે–તું બધી વસ્તુઓનો ત્યાગ કરી આ પ્રકારનું વ્રત લે, ન હું ક્યાંય કોઈનો છું કે ન મારું ક્યાંય કોઈ છે–આવું વ્રત લેવું મિથ્યા છે, જૂઠું છે. તેઓ મૃષાવાદી છે. તે રાત્રિ વીત્યા પછી તેઓ પેલી ત્યક્ત વસ્તુઓને કોઈએ આપ્યા વિના જ ઉપયોગમાં લે છે. આ રીતે તેઓ ચોરી કરનાર હોય છે. આ વ્રતનું ના મહાન ફળ મળે છે, ન મહાન પરિણામ હોય છે, ન મહાન પ્રકાશ હોય છે કે ન મહાન વિસ્તાર.૯ ૧, તાપ, ૪. રૂદ્રા
५. बृहद्वृत्ति, पत्र ३१५ : आह आससेनः૨. એજન, કા રૂદ્દ૨, વૃત્તિ, પત્ર ૨૨૫ : દિઈચમાવાળા પરિ
‘સર્વેnfપ તથા : પ્રાત: કાનપર્વ पूर्णमिति अहोरात्रं यावत् आहारशरीरसत्कारत्यागब्रह्मचर्या
अष्टम्यां पंचदश्यां च, नियतं पोषधं वसेत् ।। व्यापारलक्षणभेदोपेतम् ।
૬. માનવીય, પૃ. ૪૬ . 3. बृहद्वृत्ति, पत्र ३१५ : पोष-धर्मपुष्टिं धत्त इति पोषध:- ૭. એજન, પૃ. ૨૨૮ अष्टम्यादितिथिषु व्रतविशेषः ।
૮. મંગુત્તાનિવાર, ભા. ૧ પૃ. ૨૨ : ૪. વિશુદ્ધિમાન, પૃ. ૨૭રૂ !
૯. એજન, પૃ. ૨૨૨-૨૩ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org