Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજઝયણાણિ
૧૫૨
અધ્યયન-૫: આમુખ
પણ ફોલી ખાય છે અને તે સ્થિતિમાં જે મરણ થાય છે તે વૃદ્ધપૃષ્ઠ-મરણ કહેવાય છે.'
૧૫. ભક્ત-પ્રત્યાખ્યાન-મરણ–ચાવજીવન ત્રિવિધ અથવા ચતુર્વિધ આહારના ત્યાગપૂર્વક જે મરણ થાય છે તેને ભક્તપ્રત્યાખ્યાન-મરણ કહેવામાં આવે છે.
૧૬. ઈગિની-મરણનક્કી કરેલા સ્થાન ઉપર અનશનપૂર્વક મરણ પામવાને ઇંગિની-મરણ કહેવાય છે. જે મરણમાં પોતાના માનવા મુજબ પોતે જ પોતાની શુશ્રષા કરે, બીજા મુનિઓની સેવા ન લે તેને ઇંગિની-મરણ કહેવાય છે. આ મરણ ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરનારાઓનું જ હોય છે.
૧૭. પ્રાયોપગમન, પાદપોપગમન, પાદોપગમન-મરણ–પોતાની પરિચર્યા ન પોતે કરે કે ન બીજા પાસે કરાવે, તેવા મરણને પ્રાયોપગમન અથવા પ્રાયોગ્ય-મરણ કહે છે. વૃક્ષની નીચે સ્થિર અવસ્થામાં ચતુર્વિધ આહારનો ત્યાગપૂર્વક જે મરણ. થાય છે, તેને પાદપોપગમન-મરણ કહે છે. સંઘમાંથી નીકળી પોતાના પગ વડે યોગ્ય પ્રદેશમાં જઈ જે મરણ પામવામાં આવે છે તેને પાદોપગમન-મરણ કહેવાય છે. આ મરણને ચાહનારા મુનિઓ પોતાના શરીરની પરિચર્યા જાતે કરતા નથી કે ન તો બીજા પાસે કરાવે છે. ક્યાંક “પાડામ” (પ્રાયોથ) પાઠ પણ મળે છે. ભવનો અંત કરવા યોગ્ય સંહનન અને સંસ્થાનને ‘પ્રયો' કહેવાય છે. તેની પ્રાપ્તિને ‘પ્રાયોગ્ય-ગમન’ કહેલ છે. વિશિષ્ટ સંહનન અને વિશિષ્ટ સંસ્થાનવાળાના મરણને પ્રાયોગ્ય-ગમન-મરણ કહેવાય છે.
શ્વેતાંબર પરંપરામાં ‘પાદપોપગમન’ શબ્દ મળે છે અને દિગંબર પરંપરામાં ‘પ્રાયોપગમન', ‘પ્રાયોગ્ય’ અને ‘પાદોપગમન' પાઠ મળે છે.
ભગવતીમાં પાદપપગમનના બે ભેદ પાડ્યા છે–નિરિ અને અનિહરિ. નિર્ધારિ—આનો અર્થ છે બહાર કાઢવું. ઉપાશ્રયમાં મરણ પામનારા સાધુના શરીરને ત્યાંથી બહાર લઈ જવાનું હોય છે, એટલા માટે તે મરણને નિહરિ કહે છે. અનિહરિ–અરણ્યમાં પોતાના શરીરનો ત્યાગ કરનારા સાધુના શરીરને બહાર લઈ જવું પડતું નથી, એટલા માટે તેને અનિહરિમરણ કહે છે."
ભગવતીમાં ઇંગિની-મરણને ભક્ત-પ્રત્યાખ્યાનનો એક પ્રકાર માની તેની સ્વતંત્ર વ્યાખ્યા કરવામાં આવી નથી.૧૦ મૂલારાધનામાં ભક્ત-પ્રત્યાખ્યાન, ઇંગિની અને પ્રાયોપગમન–આ ત્રણેને પંડિત-મરણના ભેદ માનવામાં આવ્યા છે. ૧૧ १. (७) भगवई २।४९, वृत्ति पत्र २११ : पक्षिविशेषै?र्वा-मांसलुब्धैः श्रृगालादिभिः स्पृष्टस्य-विदारितस्य करिकरभरासभादिशरीरान्तर्गतत्वेन
यन्मरणं तद्गृध्रस्पृष्टं वा गृद्धस्पृष्टं वा, गृधैर्वा भक्षितस्य-स्पृष्टस्य यत्तद्गृध्रस्पृष्टम् । (ખ) ૩૪Tધ્યયન નિર્વાિ , માથા ૨૨૪ ૨. (ક) ભાવ રા ૪૨ વૃત્તિ, પત્ર ૨૨૨, ૨૨૨ :
(ખ) ૩ત્તરાધ્યયન નિ જાથા ૨૨૬, વૃત્તિ, પત્ર ર૩૬ 3. भगवई २। ४९ वृत्ति, पत्र २१२ : चतुर्विधाहारपरिहारनिष्पन्नमेव भवतीति । ૪. (ક) માવ રા૪૨ વૃત્તિ, પત્ર ૨૨૨
(५) समवाओ १७ । ९ वृत्ति, पत्र ३५ : पादस्येवोपगमनम्-अवस्थानं यस्मिन् तत्पादपोपगमनं तदेव मरणम् ।
(ગ) સાધ્યયન નિnિ, જાથા ૨૨૬, વૃત્તિ, પત્ર રરૂપ ! ૫. વિઝયોથા વૃત્તિ, પત્ર ૨૨૩ / ૬. જમટર (વર્મવાદુ), જાથા ૭. વિનયોથ વૃત્તિ, પત્ર ૨૨૨૫ ૮. એજન. ४. भगवई २। ४९ वृत्ति, पत्र २१२ : निहरिण निर्वृत्तं यत्तन्निर्हारिम, प्रतिश्रये यो म्रियते तस्यैतत्, तत्कडेवरस्य निरिणात् । अनि निमं तु
योऽटव्यां म्रियते इति। १०. भगवई २ । ४९ वृत्ति, पत्र २१२ : इङ्गितमरणमभिधीयते तद्भक्तप्रत्याख्यानस्यैव विशेषः । ૧૧, મૂનારાધના, નાથા ૨૧: पायोपगमण मरणं भत्तपइण्णा च इंगिणी चेव ।
तिविहं पंडियमरणं साहुस्स जहुत्तचारिस्स ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org