Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
અકામ-મરણીય
૧૬૫
અધ્યયન-૫: શ્લોક ૯-૧૧ ટિ ૧૫-૧૭
૧૫. વેશ પરિવર્તન કરીને પોતાની જાતને બીજા રૂપમાં પ્રકટ કરનાર (?)
આનો સામાન્ય અર્થ છે-ધૂર્ત, મૂઢ, આળસુ. અહીં આનો અર્થ–વેશપરિવર્તન કરી પોતાને બીજા રૂપમાં પ્રકટ કરનાર એવો થાય છે.' ટીકાઓમાં બંડલ વરવતું' એવો ઉલ્લેખ મળે છે. મંડિક ચોરની કથા આ જ આગમના ચોથા અધ્યયનના સાતમા શ્લોકની વ્યાખ્યામાં છે.
૧૬. (શ્લોક ૧૦)
પ્રસ્તુત શ્લોકમાં વ્યક્તિની અહંમન્યતા અને આસક્તિનું સુંદર ચિત્ર પ્રસ્તુત કરાયું છે. વ્યક્તિ મન, વચન અને કાયાથી મત્ત બને છે. શરીરથી મત્ત થઈ તે માનવા લાગે છે હું કેટલો રૂપ-સંપન્ન અને શક્તિ-સંપન્ન છું. વાણીનો અહંકાર કરતાં તે વિચારે છે–હું કેટલો સુ-સ્વર છું ! મારી વાણીમાં કેટલો જાદુ છે! માનસિક અહંકારને વશ થઈ તે વિચારે છે–અહો ! હું અપૂર્વ અવધારણા-શક્તિથી સંપન્ન છું. આ રીતે તે પોતાનું ગુણગાપન કરે છે.
આસક્તિના બે મુખ્ય હેતુ છે–ધન અને સ્ત્રી. ધનની આસક્તિથી તે અદત્તનું આદાન કરે છે–અણહકનું મેળવે છે અને પરિગ્રહનો સંચય કરે છે. સ્ત્રીની આસક્તિથી તે સ્ત્રીને સંસારનું સર્વસ્વ માનવા લાગે છે–
सत्यं वच्मि हितं वच्मि, सारं वच्मि पुनः पुनः ।
अस्मिन्नसारे संसारे, सारं सारंगलोचनाः ।। અહંમન્યતા અને આસક્તિથી ગ્રસ્ત વ્યક્તિ અંદરના અશુદ્ધ ભાવો વડે તથા બહારની અસત્ પ્રવૃત્તિ વડે બંને બાજુથી કર્મોનું બંધન કરે છે. આસ્થા અને આચરણ–બંને વડે તે કર્મોનો સંચય કરે છે. તે આ લોકમાં પણ ખતરનાક રોગોથી ઘેરાય છે અને મરણ પછી પણ દુર્ગતિમાં જાય છે.
સૂત્રકારે અહીં શિશુનાગનું દષ્ટાંત પ્રસ્તુત કર્યું છે. શિશુનાગ અથવા અળસિયું માટી ખાય છે. તેનું શરીર ભીનું હોય છે અને તે સતત માટીના ઢગલા વચ્ચે જ ઘૂમતું રહે છે, તેથી તેના શરીર પર માટી ચોંટી જાય છે. તે શીતયોનિક હોય છે. આથી કરી સૂર્યના તમ કિરણો વડે તેની સ્નિગ્ધતા-ચીકાશ સુકાઈ જાય છે ત્યારે ગરમ માટીમાં તે તડપી-તડપીને મરી જાય છે. આ રીતે બંને બાજુથી એકઠી કરેલી માટી તેના વિનાશનું કારણ બની જાય છે.
ચૂર્ણિકારે જુદો’—બે પ્રકારે–ના અનેક વિકલ્પો આપ્યા છે–
જેમકે–જાતે કરતો કે બીજા પાસે કરાવતો, અંતઃકરણથી કે વાણીથી, રાગથી કે દ્વેષથી, પુણ્ય કે પાપનું આલોકનું બંધન કે પરલોક-બંધન– સંચય કરે છે.?
૧૭. આતંકથી (માયંવેT)
આતંકનો અર્થ છે-શીધ્રઘાતી રોગ. શિરઃશુળ, વિસૂચિકા વગેરે રોગોને આતંક માનવામાં આવે છે. આજના સંદર્ભમાં હૃદયરોગને આ પ્રકારમાં મૂકી શકાય.
૧. વૃત્તિ, પત્ર ર૪ઃ “શ' તપશ્ચરિતોથા-
भूतमात्मानमन्यथा दर्शयति । ૨. સત્તરાધ્યયન વૂળ, પૃ. ૩૪T
૩. એજન. ४. बृहद्वृत्ति, पत्र २४६ : आतंकेन-आशुघातिना शूल
विसूचिकादिरोगेण।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org