Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજઝયણાણિ
૧૬૬
અધ્યયન-૫ : શ્લોક ૧૨ ટિ ૧૮-૧૯
ચૂર્ણિમાં આતંક શબ્દની માત્ર નિરુક્તિ મળે છે–જે વિવિધ પ્રકારના દુઃખો વડે જીવનને તંકિત કરે છે–કષ્ટમય બનાવે છે, તે છે આતંક." ૧૮. (THો...અપ્પો) - જ્યારે વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં જર્જરિત બની જાય છે અથવા રોગગ્રસ્ત થઈ જાય છે, ત્યારે તેને મૃત્યુની સન્નિકટતાનું ભાન થાય છે. તે વિચારે છે, હવે અહીંથી બધું છોડી જવું પડશે. ‘હવે આગળ શું થશે'—આવી આશંકાથી તે ભયભીત બની જાય છે. તે ભૂતકાળને યાદ કરે છે અને પોતાના બધા આચરણો પર દષ્ટિપાત કરે છે. તે વિચારે છે–મેં કંઈ પણ શુભ કર્યું નથી. માત્ર હિંસા, જૂઠ, અસતું આચરણમાં જ સદા ઘેરાયેલો રહ્યો છું. મેં ધર્મ અને ધર્મગુરુઓની નિંદા કરી, અસત્ય આરોપો મૂક્યા અને ન જાણે કયો-કયો અનર્થ કર્યો નથી ?' સઘળો ભતકાળ તેની આંખો સામે નાચવા લાગે છે. તે વિચારે છે. અરે, મેં આ બધા પાપમય આચરણો એવા વિચારથી પ્રેરિત થઈને કર્યા હતા કે જાણે હું સદા અજર-અમર રહીશ, ક્યારેય મરીશ નહિ, હું ભૂલી ગયો હતો કે જે જન્મે છે, તે એક દિવસ ચોક્કસ મરે છે. ‘મ્પસંધ્યાપકો '–ભગવાનની આ વાણી હું ભૂલી ગયો હતો. કરેલાં કર્મોનાં ફળ જરૂર ભોગવવા પડે છે.
મૃત્યુના ભયની સાથે-સાથે તેને નરકનો ભય પણ સતાવે છે. નરક પ્રત્યક્ષ નથી. પણ તેના વિચારોમાં નરક પ્રત્યક્ષ થઈ આવે છે અને તે સંત્રસ્ત થઈ ‘કર્માનુપ્રેક્ષી’ બની જાય છે–પોતાના સમસ્ત આચરણોને જુએ છે. વૃત્તિકારે અહીં એક સુંદર શ્લોક પ્રસ્તુત કર્યો છે?—
भवित्री भूतानां परिणतिमनालोच्य नियतां, पुरा यत् यत् किञ्चिद् विहितमशुभं यौवनमदात् । पुनः प्रत्यासन्ने महति परलोकै कगमने,
तदेवैकं पुंसां व्यथयति जराजीर्णवपुषाम् ।। સુખબોધામાં એક પ્રાચીન ગાથા ઉદ્ધત છે –
कीरति जाई जोव्वणमएण अवियारिऊण कज्जाई । वयपरिणामे सरियाई ताई हियए खुडुक्कंति ।।
૧૯. સ્થાનો (1)
વૃત્તિમાં આના ચાર અર્થ મળે છે – ૧. નારકોનું ઉત્પત્તિસ્થાન–નારકો સાંકડા મોઢાવાળા ઘડા વગેરેમાં ઉત્પન્ન થાય છે. ૨. એક જ નારકમાં સીમંતક, અપ્રતિષ્ઠાન ભિન્ન-ભિન્ન સ્થાનો. 3. કુંભી, વૈતરણી, અસિપત્રક વનસ્થાન વગેરે. ૪. ભિન્ન-ભિન્ન આયુષ્યવાળા નરક-સ્થાનો.
१. उत्तराध्ययन चूणि, पृ. १३४ : तैस्तैर्दुःखप्रकारैरात्मानं
तंकयतीत्यातंकः। ૨, વૃત્તિ , પત્ર રૂ૪૬ !
૩. સુવવધા, પત્ર ૨૦૪ | ४. बृहद्वृत्ति, पत्र २४७ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org