Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૧૬૪
અધ્યયન-૫: શ્લોક ૮ ટિ ૧૩-૧૪
કામભોગથી થનારો ક્લેશ બહુ દીર્ઘકાલીન હોય છે. સુખબોધામાં આની પુષ્ટિ માટે એક શ્લોક ઉદ્ધત કરવામાં આવ્યો છે –
वरि विसु भुंजिउ मं विसय, एक्कसि विसिण मरंति ।
नर विसयामिसमोहिया, बहुसो नरइ पडंति ॥ આનો આશય એવો છે કે વિષ પીવું સારું છે, વિષય નહિ. મનુષ્ય વિષથી એક જ વાર મરે છે, પરંતુ વિષયરૂપી માંસમાં મોહિત મનુષ્ય અનેકવાર મરે છે–નરકમાં જાય છે.
૧૩. પ્રયોજનવશ અથવા વિના પ્રયોજને જ મટ્ટાહ મળgy) હિંસાના બે પ્રકાર છે–અર્થ-હિંસા અને અનર્થ-હિંસા. તેમને એક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યા છે
એક ગોવાળ હતો, તે પ્રતિદિન બકરીઓ ચરાવવા જતો હતો. મધ્યાહ્ન સમયે બકરીઓને એક વડના ઝાડ નીચે બેસાડી પોતે સીધો સૂઈને વાંસની ગોફણથી બોરના ઠળિયા તાકીને વડના પાંદડાને કાણા પાડતો. તે રીતે તેણે લગભગ બધાં પાંદડાને વીંધી નાખ્યાં. એક વાર એક રાજપુત્ર તે વડની છાયામાં આવી બેઠો. તેણે કાણાં પાડેલાં પાંદડાં જોઈ ગોવાળને પૂછ્યું–આ પાંદડાં કોણે વીંધ્યાં? ગોવાળે કહ્યું–મેં વીંધ્યાં. રાજપુત્રે કહ્યું–શા માટે? ગોવાળે કહ્યું-વિનોદ માટે. ત્યારે રાજપુત્રે તેને ધનનું પ્રલોભન આપતાં કહ્યું હું કહું કે આની આંખો વીંધી નાખ, તો શું તું તેમની આંખો વીંધી શકીશ? ગોવાળે કહ્યું-હા, હું વધી શકે જો તે મારી નજીક હોય, રાજપુત્ર તેને પોતાના નગરમાં લઈ ગયો. રાજમાર્ગ પર આવેલા મહેલમાં તેને ઉતારો આપ્યો. તે રાજપુત્રનો ભાઈ રાજા હતો. તે તે જ માર્ગ પર થઈ અશ્વરથ ઉપર સવાર થઈ પસાર થતો હતો. રાજપુત્રે ગોવાળને કહ્યુંઆની આંખો ફોડી નાખ. તે ગોવાળે પોતાની ગોફણથી તેની બંને આંખો ફોડી નાખી. હવે પેલો રાજપુત્ર રાજા બની ગયો. તેણે ગોવાળને કહ્યું–બોલ, તું શું ઇચ્છે છે? તેણે કહ્યું-આપ મને જ્યાં હું રહું છું તે ગામ આપો. રાજાએ તેને તે જ ગામ આપ્યું. તે સીમાડાના ગામમાં તેણે શેરડીની ખેતી કરી અને તુંબડીની વેલ વાવી. ગોળ થયો અને તુંબડા થયા. તેણે તુંબડાને ગોળમાં પકાવી ગુડતુંબક તૈયાર કર્યો. તે ખાતો અને ગાતો
अट्टमट्टं च सिक्खिज्जा, सिक्खियं ण णिरत्थयं ।
अट्टमट्टपसाएण, भुंजए गुडतुम्बयं ॥ અર્થાત્ ઉટપટાંગ જે કંઈ હોય તે શીખવું જોઈએ. શીખેલું કંઈ નકામુ જતું નથી. આવા ઉટપટાંગના પ્રસાદથી જ આ ગુડતુંબક મળે છે. ગોવાળ પાંદડાં વગર પ્રયોજને વીંધતો હતો અને તેણે આંખો પ્રયોજનપૂર્વક વીંધી.
આ ઉદાહરણ એક સ્થૂળ ભાવનાને સ્પર્શે છે. સાધારણ ઉદ્દેશ્યની પૂર્તિ માટે રાજાની આંખો ફોડી નાખવામાં આવી–આ વસ્તુતઃ અનર્થ હિંસા જ છે. અર્થ-હિંસા તેને કહી શકાય, જેમાં પ્રયોજનની અનિવાર્યતા હોય. ૧૪. પ્રાણી-સમૂહ (મૂયTH).
સામાન્યતઃ “પૂત’નો અર્થ છે–પ્રાણી અને પ્રામ'નો અર્થ છે–સમૂહ, ભૂતગ્રામ અર્થાત્ પ્રાણીઓનો સમૂહ. સમવાયાંગમાં ચૌદ ભૂતગ્રામો–જીવસમૂહોનો ઉલ્લેખ છે. ચૂર્ણિકારે પણ સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત વગેરે ભેદથી ચૌદ પ્રકારના જીવોનો ઉલ્લેખ કર્યો છે.*વૃત્તિમાં તેનો અર્થ છે–પ્રાણીઓનો સમૂહ."
૧, મુવવધા, પત્ર ૧૦૩ ૨. વૃત્તિ , પત્ર ૨૪૪, ૨૪I ૩. સમવા, સમવાય ૨૪
૪. ૩રાધ્યયન વૂf, પૃ. ૨૩ : મૃત || રોવિર્દ....
एवं चोद्दसविहंपि। ५. बृहवृत्ति, पत्र २४५ : भूयगामं ति भूताः प्राणिनस्तेषां
રામ:–સમૂE:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org