Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
૧૫)
અધ્યયન-૫ : આમુખ
ઉદયથી જીવમાં જે માયા, નિદાન અને મિથ્યાત્વ પરિણામ હોય છે, તેને ભાવ શલ્ય કહેવાય છે. આ દિશામાં થનાર મરણ ભાવ-શલ્ય-મરણ કહેવાય છે.
જ્યાં ભાવ-શલ્ય છે ત્યાં દ્રવ્ય-શલ્ય અવશ્ય હોય છે, કિન્તુ ભાવ-શલ્ય માત્ર સમનસ્ક જીવોમાં જ હોય છે, અમનસ્ક જીવોમાં સંકલ્પ કે ચિંતન હોતું નથી, એટલા માટે તેમને માત્ર દ્રવ્ય-શલ્ય જ હોય છે. તેથી કરીને અમનસ્ક જીવોના મરણને દ્રવ્ય-શલ્ય-મરણ અને સમનસ્ક જીવોના મરણને ભાવ-શલ્ય-મરણ કહેવામાં આવ્યું છે.'
ભવિષ્યમાં મને અમુક વસ્તુ મળે વગેરે-વગેરે માનસિક સંકલ્પોને નિદાન કહેવામાં આવે છે. નિદાન-શલ્ય-મરણ અસંયત સમ્યફ દૃષ્ટિ અને શ્રાવકને હોય છે.
માર્ગ (જ્ઞાન, દર્શન, ચારિત્ર)ને દૂષિત કરવો, માર્ગનો નાશ કરવો, ઉન્માર્ગની પ્રરૂપણા કરવી, માર્ગમાં સ્થિત લોકોમાં બુદ્ધિભેદ કરવો–આ બધાંને એક શબ્દમાં મિથ્યા-દર્શન-શલ્ય કહેવામાં આવે છે.”
પાર્થસ્થ, કુશીલ, સંસક્ત વગેરે મુનિધર્મથી ભ્રષ્ટ થઈને મરણ સમય સુધીમાં કરેલાં દોષોની આલોચના કર્યા વિના જે મૃત્યુ પામે છે, તેને માયા-શલ્ય-મરણ કહેવાય છે. આ મરણ મુનિ, શ્રાવક અને અસંયત સમ્યફ દૃષ્ટિને પ્રાપ્ત થાય છે.
૭. તદ્ભવ-મરણ–વર્તમાન ભવ(જન્મ)માં મૃત્યુ થાય છે તેને તદ્દભવ-મરણ કહેવામાં આવે છે.
૮. બાલ-મરણ–મિથ્યાત્વી અને સમ્યક્દષ્ટિનું મરણ બાલ-મરણ કહેવાય છે. ભગવતીમાં બાલ-મરણના ૧૨ ભેદો મળે છે. વિજયોદયામાં પાંચ ભેદ કરવામાં આવ્યા છે–(૧) અવ્યક્ત-બાલ, (૨) વ્યવહાર-બાલ, (૩) જ્ઞાન-બાલ, (૪) દર્શન-બાલ અને (૫) ચરિત્ર-બાલ." તેમની વ્યાખ્યા સંક્ષેપમાં આ રીતે છે
(૧) અવ્યક્ત-બાલ- નાનો બાળક, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને જાણતો નથી તથા આ ચાર પુરુષાર્થોનું આચરણ કરવામાં પણ સમર્થ હોતો નથી.
(૨) વ્યવહાર-બાલ- લોક-વ્યવહાર, શાસ્ત્ર-જ્ઞાન વગેરેને જે જાણતો નથી. (૩) જ્ઞાન-બાલ- જે જીવ વગેરે પદાર્થોને યથાર્થ રૂપે જાણતો નથી.
(૪) દર્શન-બાલ– જેની તત્ત્વો પ્રત્યે શ્રદ્ધા હોતી નથી. દર્શન-બાલના બે ભેદ છે– ઇચ્છા-પ્રવૃત્ત અને અનિચ્છા-પ્રવૃત્ત. ઇચ્છા-પ્રવૃત્ત– અગ્નિથી, તાપથી, શસ્ત્રથી, વિષથી, પાણીથી, પર્વતથી પડીને, શ્વાસોશ્વાસ રોકીને, અતિ ઠંડી કે ગરમી સહન કરીને, ભૂખ અને તરસથી, જીભ ખેંચી કાઢવાથી, પ્રકૃતિવિરુદ્ધ આહાર કરવાથી– આ સાધનો દ્વારા જે સ્વેચ્છાએ પ્રાણ-ત્યાગ કરે છે, તેના મરણને ઇચ્છા-પ્રવૃત્ત દર્શન-બાલ-મરણ કહેવાય છે. અનિચ્છા-પ્રવૃત્ત– યોગ્ય કાળમાં અથવા અકાળે મરવાની ઇચ્છા વિના જે મરણ થાય છે, તે અનિચ્છા-પ્રવૃત્ત દર્શન-બાલ-મરણ કહેવાય છે.
(૫) ચરિત્ર-બાલ–જે ચારિત્રથી હીન હોય છે. વિષયોમાં આસક્ત, દુર્ગતિમાં જનાર, અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત, ઋદ્ધિમાં આસક્ત, રસોમાં આસક્ત અને સુખના અભિમાની જીવો ચરિત્ર-બાલ-મરણથી મરે છે.
૧. વિનય વૃત્તિ, પત્ર ૮૬ . ૨. એજન, પત્ર ૮૮, ૮૨ उ. () समवाओ १७।९ वृत्ति, पत्र ३४ : यस्मिन् भवे-तिर्यग्मनुष्यभवलक्षणे वर्त्तते जन्तुस्तद्भवयोग्यमेवायुर्बद्धवा पुनः तत्क्षयेण
म्रियमाणस्य यद्भवति तत्तद्भवमरणम् । (4) उत्तराध्ययन नियुक्ति, गाथा २२१: मोत्तुं अकम्मभूमगनरतिरिए सुरगणे अनेरइए।
सेसाणं जीवाणं तब्भवमरणं तु केसिंचि ॥ (ગ) વિનય વૃત્તિ, પત્ર ૮૭T. ૪. ઉત્તરાધ્યયન નિર્વત્તિ, માથા ૨૨૨ : વિરથમ વાનં મર....! ૫. નવ ર૪૨ ! ૬. વિનયથા વૃત્તિ, પત્ર ૮૭, ૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org