Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
અકામ-મરણીય
૧૪૯
અધ્યયન-૫ : આમુખ
૨. અવધિ-મરણ–જીવ એક વાર નરક વગેરે જે ગતિમાં જન્મ-મરણ કરે છે, તે જ ગતિમાં બીજી વાર જ્યારે પણ જન્મમરણ કરે છે તો તેને અવધિ-મરણ કહેવામાં આવે છે.'
૩. આત્મત્તિક-મરણ–જીવ વર્તમાન આયુ-કર્મનાં પુગલોનો અનુભવ કરી મરણ પામે, પછી તે ભવમાં ઉત્પન્ન ન થાય તો તે મરણને આત્યન્તિક-મરણ કહેવામાં આવે છે.”
વર્તમાન મરણ–‘આદિ' અને તેવું મરણ આગળ ન હોવાથી તેનો અંત'—એ રીતે આને ‘આદ્યન્ત-મરણ' પણ કહેવાય છે.'
૪. વલમ્મરણ–જે સંયમી જીવન-પથ પરથી ભ્રષ્ટ થઈને મૃત્યુ પામે છે, તેના મૃત્યુને વલમ્મરણ કહેવામાં આવે છે.” ભૂખની વ્યાકુળતાથી આવેલા મરણને પણ વલમ્મરણ કહેવામાં આવે છે.” | વિજયોદયામાં વલાય-મરણ કહ્યું છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે -વિનય, વૈયાવૃત્ય વગેરેનું પાલન ન કરનાર, નિત્ય નૈમિત્તિક કાર્યોમાં આળસુ, વ્રત, સમિતિ અને ગુપ્તિના પાલનમાં પોતાની શક્તિને ગોપાવનાર, ધર્મ-ચિંતન સમયે ઊંધનાર, ધ્યાન અને નમસ્કાર વગેરેથી દૂર ભાગનાર વ્યક્તિના મરણને વલાય-મરણ કહેવામાં આવે છે.'
૫. વશાર્ત-મરણદીપ-કલિકામાં તીડની માફક જે ઇન્દ્રિયોને વશ થઈ મૃત્યુ પામે છે, તેના મરણને ‘વશાર્ત-મરણ” કહેવાય છે.
વિજયોદયામાં પણ આ નામ મળે છે. આ મરણ આર્ત અને રૌદ્ર ધ્યાનમાં પ્રવૃત્ત રહેનારાઓનું હોય છે. તેના ચાર ભેદ છે–ઇન્દ્રિય-વશા, વેદના-વશા, કષાય-વશાર્ત અને નો-કષાય-વશાર્ત.
૬. અન્તઃ શલ્ય મરણ–ભગવતીની વૃત્તિમાં આના બે ભેદ કરવામાં આવ્યા છે-(૧) દ્રવ્ય અને (૨) ભાવ. શરીરમાં શસ્ત્રની અણી વગેરે રહેવાથી જે મૃત્યુ થાય છે તે દ્રવ્ય-અન્તઃશલ્ય-મરણ કહેવાય છે. લજજા કે અભિમાન વગેરેના કારણે અતિચારોની આલોચના ન કરતાં દોષપૂર્ણ સ્થિતિમાં મરનારના મૃત્યુને ભાવ-અંતઃશલ્ય-મરણ કહેવામાં આવે છે.
| વિજયોદયામાં તેનું નામ સંશલ્ય-મરણ છે. તેના પણ બે ભેદ છે–(૧) દ્રવ્ય-શલ્ય અને (૨) ભાવ-શલ્ય.૧૦મિથ્યા-દર્શન, માયા અને નિદાન–આ ત્રણે શલ્યોની ઉત્પત્તિના હેતુભૂત કર્મને દ્રવ્ય શલ્ય કહેવાય છે. દ્રવ્ય શલ્યની દશામાં થનારું મરણ દ્રવ્ય શલ્ય-મરણ કહેવાય છે. આ મરણ પાંચ સ્થાવર અને અમનસ્ક ત્રસ જીવોને હોય છે. ઉક્ત ત્રણ શલ્યોનાં હેતુભૂત કર્મોના
१. (8) समवाओ १७।९ वृत्ति पत्र ३४ : मर्यादा तेन मरणमवधिमरणम्, यानि हि नारकादिभवनिबन्धनतयाऽऽयुःकर्मदलिकान्यनुभूय
म्रियते यदि पुनस्तान्येवानुभूय मरिष्यति तदा तदवधिमरणमुच्यते । तद्रव्यापेक्षया पुनस्तद्ग्रहणावधि यावज्जीवस्य मृतत्वादिति । (4) उत्तराध्ययन नियुक्ति, गा० २१६ : एमेव ओहिमरणं जाणि मओ ताणि चेव मड़ पुणो ।
(ગ) વિનયથા વૃત્તિ, પત્ર ૮૭૫ २. (6) समवाओ १७।९ वृत्ति पत्र ३४ : यानि नारकाद्यायुष्कतया कर्मदलिकान्यनुभूय म्रियते मृतश्च न पुनस्तान्यनुभूय मरिष्यतीति एवं
यन्मरणं तद्रव्यापेक्षया अत्यन्तभावित्वादात्यन्तिकमिति।। (4) उत्तराध्ययन नियुक्ति, गा० २१६ : एमेव आइयंतियमरणं नवि मरड़ ताइ पुणो। ૩. વિનયથા વૃત્ત, પz ૮૭T ४. (४) समवाओ, १७ । ९ वृत्ति, पत्र ३४ : संयमयोगेभ्यो वलतां-भग्नव्रतपरिणतीनां व्रतिनां वलम्मरणम् ।
(4) उत्तराध्ययन नियुक्ति, गा० २१७ : संयमजोगविसन्ना मरंति जे तं वलायमरणं तु । ૫. માવઠું, ૨ ૪૨ વૃત્તિ, પૃ. ૨૨૨: વનતો-ભક્ષાપાતત્વેન વર્તતા માનવ સંયમતા પ્રશ્યો (થ) મi તન્વન-મરમ્ | ૬. વિનય વૃત્તિ, પત્ર ૮૧ ७. समवाओ १७।९ वृत्ति,पत्र ३४ :इन्द्रियविषयपारतन्त्र्येण ऋता-बाधिता वशार्ताः स्निग्धदीपकलिकावलोकनात् शलभवत् तथाऽन्तः । ૮. વિનયથા વૃત્તિ, પત્ર ૮૧,૨૦ ८. भगवई २। ४९ वृत्ति, पत्र २११ : अन्तःशल्यस्य द्रव्यतोऽनुद्धततोमरादेः भावतः सातिचारस्य यमरणं तद् अन्तःशल्यमरणम् । ૧૦. વિનયોયા વૃત્તિ, પત્ર ૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org