Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
અકામ-મરણીય
૧૫૧
અધ્યયન-૫: આમુખ
૯. પંડિત-મરણ-સંયતિનું મરણ પંડિત-મરણ કહેવાય છે. વિજયોદયામાં તેના ચાર ભેદ દર્શાવ્યા છે– (૧) વ્યવહાર-પંડિત
(૩) જ્ઞાન-પંડિત (૨) સમ્યક્ત-પંડિત
(૪) ચારિત્ર-પંડિત તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે :
(૧) વ્યવહાર-પંડિત – જે લોક, વેદ અને સમયના વ્યવહારમાં નિપુણ, તેમના શાસ્ત્રોનો જ્ઞાતા અને શુશ્રુષા વગેરે ગુણોથી યુક્ત હોય.
(૨) દર્શન-પંડિત–જે સમ્યક્તથી યુક્ત હોય. (૩) જ્ઞાન-પંડિત–જે જ્ઞાનથી યુક્ત હોય. (૪) ચારિત્ર-પંડિત-જે ચારિત્રથી યુક્ત હોય.
૧૦. બાલ-પંડિત-મરણ–સંયતાસંમતનું મરણ બાલ-પંડિત-મરણ કહેવાય છે. સ્થૂલ હિંસા વગેરે પાંચ પાપોનો ત્યાગ તથા સમ્યક્ દર્શન યુક્ત હોવાથી તે પંડિત છે. સૂક્ષ્મ અસંયમથી નિવૃત્ત ન હોવાને કારણે તેનામાં બાલવ પણ છે.
૧૧. છવસ્થ-મરણ—મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને મતિજ્ઞાની શ્રમણના મરણને છ%D-મરણ કહેવાય
વિજયોદયામાં તેના સ્થાને ‘ઓસષ્ણ-મરણ” નામ મળે છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે–રત્નત્રયમાં વિહાર કરનારા મનિઓના સંઘથી જે છટો પડી જાય તેને “અવસન્ન' કહે છે. તેનાં મરણને અવસગ્ન-મરણ કહેવાય છે. પાર્થસ્થ, સ્વચ્છન્દ, કુશીલ, સંસક્ત અને અવસન્ન–આ પાંચે ભ્રષ્ટ મુનિઓ ‘અવસ' કહેવાય છે. તેઓ ઋદ્ધિમાં આસક્ત, દુ:ખથી ભયભીત, કષાયોમાં પરિણત થઈ આહાર વગેરે સંજ્ઞાઓના વશવર્તી, પાપશાસ્ત્રોના અર્થતા, તેર ક્રિયાઓ (૩ ગુતિ, ૫ સમિતિ અને ૫ મહાવ્રત)માં આળસુ, સંક્લિષ્ટ-પરિણામી, ભક્તપાન અને ઉપકરણોમાં આસક્ત, નિમિત્ત, તંત્ર-મંત્ર અને ઔષધ વડે આજીવિકા મેળવનાર, ગૃહસ્થોની વૈયાવૃત્ય કરનારા, ઉત્તરગુણોથી હીન, ગુપ્તિ અને સમિતિમાં અનુઘત, સંસારના દુઃખોથી ભય ન કરનારા, ક્ષમા વગેરે દસ ધર્મોમાં પ્રવૃત્ત ન થનાર તથા ચારિત્રમાં દોષવાળા હોય છે. તેવા અવસાન્ન મુનિઓ મરીને હજારો ભવોમાં ભ્રમણ કરે છે અને દુ:ખો ભોગવતાં-ભોગવતાં જીવન પૂરું કરે છે.
૧૨. મેવલિ-મરણ—કેવળજ્ઞાનીનું મરણ કેવલિ-મરણ કહેવાય છે.
૧૩. વહાયસ-મરણ–વૃક્ષની ડાળી પર લટકીને, પર્વત પરથી પડીને કે પૃપાપાત કરીને જે મરણ પામવામાં આવે છે તે મરણ પૈડાયસ-મરણ કહેવાય છે." વિજયોદયામાં તેના સ્થાને વિપ્રણાસ-મરણ' કહેવાયું છે.
૧૪. ગૃદ્ધપૃષ્ઠ-મરણ-હાથી વગેરેના મૃત શરીરમાં પ્રવેશવાથી તે મૃત શરીરની સાથે-સાથે ગીધ વગેરે જીવિત શરીરને
૧. વિનોરથ વૃત્ત, પત્ર ૮૮ २. उत्तराध्ययन नियुक्ति, गाथा २२२ : जाणाहि बालपंडियमरणं पुण देसविरयाणं ॥ ૩. વિનય વૃત્તિ, પત્ર ૮૮ | ४. उत्तराध्ययन नियुक्ति, गाथा २२३ : मणपज्जवोहिनाणी सुअमइनाणी मरंति जे समणा।
छउमत्थमरणमेयं केवलिमरणं तु केवलिणो।। ५. विजयोदया वृत्ति, पत्र ८८ । ६. (४) भगवई । ४९ वृत्ति, पत्र २२१ : वृक्षशाखाद्युबन्धनेन यत्तन्निरुक्तिवशाद्वैहानसम् । (4) उत्तराध्ययन नियुक्ति, गाथा २२४ : गिद्धाइभक्खणं गिद्धपिट्ठ उब्बंधणाइ वेहासं।
एए दुन्निवि मरणा कारणजाए अणुण्णाया। ૭. વિનોરથ વૃત્તિ, પત્ર ૧૦ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org