Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૧૦૮
અધ્યયન ૩: શ્લોક ૧ ટિ ર
પૂછ્યું. તેઓ બોલ્યા-તું રાજા થઈશ. તે દેશનો રાજા સાત દિવસ પછી મરી ગયો. અશ્વની પૂજા કરી તે ગામમાં છૂટો મૂકવામાં આવ્યો. તે પેલી વ્યક્તિ પાસે જઈ હણહણ્યો. તેને પીઠ પર બેસાડી રાજમહેલમાં લઈ આવ્યા. તે રાજા બની ગયો.
પહેલા કાપેટિકે વિચાર્યું કે હું પણ આવું જ સ્વમ જોઉં. તે દૂધ પીને ઊંઘી ગયો. શું ફરીથી આવું સ્વમ આવે ખરું? ક્યારેય નહિ. તેવી જ રીતે મનુષ્યજન્મ પણ ફરી સુલભ થતો નથી.
(૭) ચક્ર-ઈન્દ્રદત્ત ઈન્દ્રપુર નગરનો રાજા હતો. તેને બાવીસ પુત્રો હતા. એકવાર તે અમાત્યપુત્રીમાં આસક્ત થયો, તેની સાથે એક રાત રહ્યો. તે ગર્ભવતી થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો. તેનું નામ સુરેન્દ્રદત્ત રાખવામાં આવ્યું.
રાજાના બધા બાવીસ પુત્રો અને સુરેન્દ્રદત્ત કલાચાર્ય પાસે શિક્ષણ મેળવવા લાગ્યા. સુરેન્દ્રદત્ત વિનયી અને અચંચળ હતો. તેણે કલાચાર્ય પાસેથી ઘણુંબધું શિક્ષણ મેળવ્યું. બાકીના રાજકુમારો ચંચળ હતા. તેઓ હતા તેવા જ રહી ગયા.
મથુરાના અધિપતિ જીતશત્રુની પુત્રીનું નામ નિવૃતિ હતું. જ્યારે તે વિવાયોગ્ય બની ત્યારે રાજાએ પૂછતાં તેણે કહ્યું – પિતાજી! જે રાધાવેધ કરી શકશે, તે મારો પતિ થશે.
સ્વયંવરની ઘોષણા થઈ. એક ધરી પર આઠ ચક્ર અને તેના પર એક પૂતળી સ્થાપિત કરવામાં આવી. તેની આંખને વીંધવાની શરત રાખવામાં આવી.
ઈન્દ્રદત્ત પોતાના પુત્રો સાથે ત્યાં આવ્યો. બધા બાવીસે પુત્રોએ પૂતળીની આંખ વીંધવાનો પ્રયત્ન કર્યો પણ બધા નિષ્ફળ ગયા. અંતે અમાત્યના કહેવાથી સુરેન્દ્રદત્ત આવ્યો. તેને અલિત કરવાના અનેક પ્રયત્નો થયા, પણ તેણે પૂતળીની આંખ વીંધી નાખી. લોકોએ જયજયકાર કર્યો. તેને નિવૃતિ અને રાજય પ્રાપ્ત થયું અને બાકીના પરાજિત થઈ પોતપોતાને દેશ ચાલ્યા ગયા .
જેવી રીતે પૂતળીની આંખ વીંધવાનું દુષ્કર હતું તેવી જ રીતે મનુષ્યજન્મ દુષ્કર છે.
(૮) ચર્મ–એક તળાવ હતું. તે પાણીથી છલોછલ ભર્યું હતું. આખા તળાવ ઉપર સેવાળ પથરાઈ ગઈ હતી. એક કાચબો તેની અંદર રહેતો હતો. તેણે એકવાર પાણીમાં તરતા-તરતાં એક જગ્યાએ સેવાળમાં એક કાણું જોયું. તે કાણામાંથી તેણે ઉપર જોયું. આકાશમાં ચંદ્ર ચમકી રહ્યો હતો, તારા ટમટમી રહ્યા હતા. કેટલીક ક્ષણ સુધી તે જોતો રહ્યો. પછી વિચાર્યું–પરિવારના બધા સભ્યોને અહીં લાવીને આ મનોરમ દૃશ્ય બતાવું, તે તત્કાળ ગયો અને આખા પરિવાર સાથે પાછો ફર્યો. ખસી ગયેલી સેવાળ ફરી એકાકાર બની ગઈ હતી. કાણું ન મળ્યું. બધા સભ્યો નિરાશ થઈ પાછા ફર્યા. શું ફરી તે ક્યારેય તે કાણું જોઈ શકશે?
જેમ તે કાણું ફરી મળવું દુર્લભ છે તેમ મનુષ્યજન્મ દુર્લભ છે. (૯) યુગ-(ધૂંસરી)
એક અથાગ સમુદ્ર, સમુદ્રના એક છેડે ધૂંસરી છે અને બીજા છેડે તેની ખીલી છે. તે ખીલીનું ધૂંસરીના કાણામાં પેસવું દુર્લભ છે, તેવી જ રીતે મનુષ્યજન્મ પણ દુર્લભ છે. - ખીલી તે અથાગ પાણીમાં દૂર ચાલી ગઈ. ખસતાં-ખસતાં સંભવ છે કે તે આ છેડા પર આવી ધૂંસરીના કાણામાં પેસી જાય, પરંતુ મનુષ્યજન્મમાંથી ભ્રષ્ટ થયેલો જીવ પુનઃ મનુષ્યજન્મ પામી શકતો નથી.
(૧૦) પરમાણુ–એક વિશાળ સ્તંભ હતો. એક દેવ તે સ્તંભનું ચૂર્ણ કરીને એક નળીમાં ભરીને, મંદર પર્વત પર જઈને, તે ચૂર્ણને ફૂંકથી વીખેરી નાખે છે. સ્તંભના બધા પરમાણુઓ આમ-તેમ વીખેરાઈ જાય છે.
શું બીજી કોઈ પણ વ્યક્તિ તે પરમાણુઓ એકત્ર કરીને પહેલાંની જેમ જ સ્તંભનું નિર્માણ કરી શકે? જવાબ, ક્યારેય નહિ. તેવી જ રીતે એકવાર મનુષ્યજન્મને વ્યર્થ ખોઈ દેતાં ફરીથી તેની પ્રાપ્તિ દુષ્કર બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org