Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરષ્નયણાણિ
૧૧0
અધ્યયન ૩: શ્લોક ૧ ટિ ૩-૪
કોઈ વ્યક્તિઓ નિરંતર પ્રમાદમાં રહે છે, ઊંઘ લેવી, ખાવું-પીવું એ જ તેમને ગમે છે. તેઓ પણ ધર્મ-શ્રવણથી વંચિત રહી જાય છે.
કેટલાક માણસો અત્યન્ત કૃપણ હોય છે. તેઓ વિચારે છે, જો ધર્મગુરુઓ પાસે જઈશું તો ધનનો ચોક્કસ વ્યય જ થશે. તેમને કંઈક આપવું-કરવું પડશે. એટલા માટે તેમનાથી દૂર રહેવું જ સારું છે.
વ્યક્તિ જ્યારે ધર્મ-પ્રવચનમાં વારંવાર નારકીય જીવોની વેદનાની વાત સાંભળે છે, ત્યારે તેના રૂંવાડા ઊભા થઈ જાય છે અને મન ભયભીત થઈ જાય છે. આવો ભય ધર્મ-શ્રવણમાં બાધક બને છે.
શોક કે ચિંતા પણ ધર્મ-શ્રવણમાં બાધક બને છે. પત્ની કે પતિનો વિયોગ થતા નિરંતર તેની સ્મૃતિમાં ખોવાયેલા રહેવું એ પણ એક અવરોધ છે.
જયારે વ્યક્તિનું જ્ઞાન મોહથી આવૃત્ત થઈ જાય છે, ત્યારે તે મિથ્યાધારણાઓમાં ફસાઈને ધર્મ-શ્રવણથી વંચિત રહી જાય
છે,
ગૃહસ્થાવાસમાં વ્યક્તિ સદા આકુળ-વ્યાકુળ રહે છે. તે વિચારે છે–હજી આ કરવાનું છે, હજી પેલું કરવાનું છે. તેનાથી તેનું મન વ્યાક્ષિપ્ત થઈ જાય છે.
કતુહલ પણ એક બાધા છે. માણસ ક્યારેક નાટક જોવામાં, ક્યારેક સંગીત સાંભળવામાં અથવા બીજી-બીજી મનોરંજક રમતોમાં રત રહે છે. તે પણ ધર્મ પ્રતિ આકુષ્ટ થઈ શકતો નથી,
કેટલાક માણસો આખલાની લડાઈ, તેતર અને કૂકડાઓની લડાઈમાં રસ લે છે. કેટલાક લોકો જુગાર રમવામાં રત રહે છે. આ બધા પણ ધર્મ-શ્રુતિનો લાભ મેળવી શકતા નથી. ૧ ૪. શ્રદ્ધા (સા)
ધર્મ-શ્રવણ પ્રાપ્ત થવા છતાં પણ ધર્મ પર પૂરી શ્રદ્ધા હોવી અતિ દુર્લભ છે. મિથ્યાષ્ટિ મનુષ્ય ગુરુ વડે ઉપદિષ્ટ પ્રવચન-આગમ પર શ્રદ્ધા નથી કરતો. તે ઉપદિષ્ટ કે અનુપદિષ્ટ અસદ્ભાવ પર શ્રદ્ધા રાખી બેસે છે.
સમ્યક દૃષ્ટિ મનુષ્ય ગુરુ વડે ઉપદેશાયેલા પ્રવચન પર શ્રદ્ધા કરે છે. તેના અસદ્ભાવ પર શ્રદ્ધા કરવામાં બે હેતુઓ હોય છે–અજ્ઞાન અથવા ગુરુનો નિયોગ–નિયોજન. તે નથી જાણતો કે આ તત્ત્વ આવું જ છે, પણ ગુરુના નિયોગથી તે તેના પર શ્રદ્ધા રાખી બેસે છે.
પ્રશ્ન થાય છે કે શું સમ્મદષ્ટિ વ્યક્તિ પણ એટલો સરળ હોય છે કે ગુરુના કથનમાત્રથી સિદ્ભાવ પ્રત્યે પણ શ્રદ્ધા કરી લે? સમાધાનની ભાષામાં કહેવામાં આવ્યું છે–હા, આમ થાય છે. જમાલિ વગેરે નિલવોના શિષ્યો પોતપોતાના ગુરુઓ પ્રત્યે પૂર્ણ ભક્તિનત હતા. તેઓ સ્વયં આગમોના રહસ્યોના જ્ઞાતા હતા. પરંતુ ગુરુ પર વિશ્વાસ કરીને વિપરીત અર્થમાં પણ શ્રદ્ધાન્વિત બની ગયા.
વૃત્તિકારે અહીં જમાલિ વગેરે સાત નિહ્નવોની સંક્ષિપ્ત કથાઓ અને તેમના દાર્શનિક પક્ષોનો ઉલ્લેખ કર્યો છે.?
અગિયારમાં શ્લોકમાં આ ચારે દુર્લભ અંગોની પ્રાપ્તિનું પરિણામ નિર્દિષ્ટ છે. ૧. (ક) ૩ત્તરાધ્યયન વૂff, પૃ. ૨૪-૨, I
सम्मद्दिट्ठी जीवो उवइ8 पवयणं तु सद्दहइ । (ખ) વૃહદવૃત્તિ, પત્ર ૨૫૨ I
सद्दहइ असब्भावं अणभोगा गुरुनिओगा वा ॥ ૨. (ક) ૩૫Tધ્યયન નિ0િ , Tuથા ૬૨-૬૩ :
(ખ) વૃક્રવૃત્તિ, પત્ર ૨૫૬, ૨૬૨I मिच्छादिट्ठी जीवो उवइ8 पवयणं न सहहइ । ૩. વૃક્રવૃત્તિ, પત્ર ૨૬૨-૧૮૨I सद्दहइ असब्भाव उवइ8 वा अणुवइ8॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org