Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
પંચતંત્રના અપરિક્ષિત કારકમાં ભારેંડ પક્ષી સંબંધી કથાનો ઉલ્લેખ થયો છે. તેનો પૂર્વવર્તી શ્લોક આ છે— एकोदरा: पृथग्ग्रीवा, अन्योन्यफलभक्षिणः ।
असंहता विनश्यन्ति, भारंडा इव पक्षिणः ॥
એક સરોવરના કિનારા ઉપર ભારંડ પક્ષીનું એક યુગલ રહેતું હતું. એક દિવસ બંને પતિ-પત્ની ભોજનની તપાસમાં સમુદ્રના કિનારે-કિનારે ઘૂમી રહ્યા હતા. તેમણે જોયું કે સમુદ્રના મોજાઓના વેગથી પ્રવાહિત થઈને અમૃતફળોનો એક જથ્થો કિનારા પર ફેલાયેલો પડ્યો હતો. તેમાંના ઘણાબધા ફળ નર ભારડ પક્ષી ખાઈ ગયું અને તેના સ્વાદથી તૃપ્ત થઈ ગયું. તેના મુખે ફળોના સ્વાદની વાત સાંભળી બીજા મુખે કહ્યું—અરે ભાઈ ! જો આ ફળોમાં એટલો સ્વાદ છે તો મને પણ કંઈક ચખાડ, જેથી કરીને આ બીજી જીભ પણ તે સ્વાદના સુખનો થોડોક અનુભવ કરી શકે. આ સાંભળીને પેલા ભારડ પક્ષીએ કહ્યું– આપણા બંનેનું પેટ એક જ છે એટલા માટે એક મુખ વડે ખાવાથી પણ બીજાને તૃપ્તિ થઈ જ જાય છે. એટલે વધુ ખાવાથી શું લાભ ? પરંતુ ફળોનો જે બાકી બચેલો ભાગ છે તે માદા ભારડ પક્ષીને આપી દેવો જોઈએ કે જેથી કરી તે પણ તેનો સ્વાદ લઈ શકે. બાકી બચેલા ફળો માદાને આપી દેવામાં આવ્યા. પરંતુ બીજા મુખને આ ઉચિત ન લાગ્યું. તે સદા ઉદાસીન રહેવા લાગ્યું અને યેનકેનપ્રકારેણ આનો બદલો લેવાનું તેણે વિચાર્યું. એક દિવસ સંયોગવશ બીજા મુખને એક વિષફળ મળી ગયું. તેણે અમૃતફળ ખાઈ જનાર મુખને કહ્યું–‘અરે અધર્મ અને નિરપેક્ષ ! મને આજે વિષફળ મળ્યું છે. હવે હું મારા અપમાનનો બદલો લેવા તે ખાઈ જાઉં છું.’ આ સાંભળી પહેલું મુખ બોલ્યું–‘અરે મૂર્ખ ! એમ ન કર. એમ કરવાથી આપણે બંને મરી જઈશું.’ પરંતુ તે ન માન્યું અને અપમાનનો બદલો લેવા માટે વિષફળ ખાઈ ગયું. વિષના પ્રભાવથી બંને મરી ગયા.
૧૩૬
અધ્યયન-૪ : શ્લોક ૬ ટિ ૧૪
આ પક્ષી માટે મારડ, ભાવુ અને મે–આ ત્રણે શબ્દો પ્રચલિત છે. આચાર્ય હેમચન્દ્રની દેશીનામમાલામાં ભારુંડનું નામ ભોરુડ છે—મારુંડમ્મિ મોરુડો (૬૧૦૮) । તેમની જ અનેકાર્થક-નામમાલા (૩।૧૭૩)માં ‘મેરુળ્યો મીષળ સ્વ:'મેરુડ: વા: પક્ષી, યથા—વિસંહિતા વિનયંતિ, મેહડા ફત્ર પક્ષિળ:’'—આવો ઉલ્લેખ મળે છે.
વસુદેવહિંડીમાં એક કથા છે—
કેટલાક વણજારા વેપાર માટે એકસાથે પ્રવાસે નીકળ્યા. પ્રવાસ કરતા-કરતા તેઓ અજપથ નામના દેશમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને બધા વેપારીઓ ‘વજ્રકોટિ-સંસ્થિત’ નામના પર્વતને ઓળંગી આગળ ચાલ્યા. પરંતુ અતિશય ઠંડીના કારણે તેમના બકરા કાંપવા લાગ્યા. તેમની આંખો પરથી પટ્ટીઓ દૂર કરવામાં આવી અને પછી જેમના પર બેસીને તેઓ ત્યાં પહોંચ્યા હતા તે બધા બકરાને મારીને તેમની ચામડીમાંથી મોટી-મોટી મશકો બનાવી દીધી. ત્યાર પછી રત્નદ્વીપ જવા ઈચ્છુક વેપારીઓ આ મશકોમાં એક-એક છરો લઈ પેસી ગયા અને અંદરથી મશકને બંધ કરી લીધી.
તે પર્વત પર ભક્ષ્યની શોધમાં ભારંડ પક્ષીઓ આવ્યા અને પેલી મશકોને માંસના લોચા સમજીને ઊપાડી ગયા. રત્નદ્વીપમાં નીચે રાખતાં જ અંદર બેઠેલા વેપારીઓ છરીથી મશકને કાપીને બહાર નીકળી ગયા. ત્યાર પછી ત્યાંથી યથેચ્છ રત્નોની ગાંસડીઓ બાંધી ફરી મશકમાં આવી બેઠા. ભારંડ પક્ષીઓએ ફરી તે મશકોને તે પર્વત ૫૨ લાવી મૂકી.
પ્રાપ્ત સામગ્રીના આધારે આ ભારડ પક્ષીનો સંક્ષિપ્ત પરિચય છે. પ્રાચીનકાળમાં આ પક્ષીઓ ક્યાંક-ક્યાંક નજરે પડતા હતા. પરંતુ આજકાલ તેમના વિશે કોઈ જાણકારી મળતી નથી. હમણાં-હમણાં કેટલાંક વર્ષ પહેલાં અમે એક પત્રમાં વાંચ્યું હતું કે એક દિવસ એક વિશાળકાય પક્ષી આકાશમાંથી નીચે ઊતરી રહ્યું હતું. તેની ગતિથી ઉત્પન્ન થયેલ અવાજ વિમાનના અવાજ જેવો હતો. જેવું તે જમીન પાસે આવ્યું કે તરત જ ત્યાં ઊભેલા કેટલાય પશુઓ (વાઘ, સિંહ વગેરે) પોતાની મેળે જ તેની તરફ ખેંચાઈ આવ્યા અને તે તેમને ખાઈ ગયું.
Jain Education International
૧. તે દેશ કે જ્યાં બકરાઓ ઉપર પ્રવાસ કરવામાં આવે છે. તે દેશમાં બકરાઓની આંખો પર પટ્ટી બાંધી સવારી કરવામાં આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org