Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૧૩૪
અધ્યયન-૪: શ્લોક ૬ ટિ ૧૧-૧૨
૪. વ્યક્તિ કુટુંબ માટે કર્મો કરે છે, પરંતુ કર્મોના ફળ ભોગવતી વખતે કુટુંબીજનો તેમાં ભાગ પડાવતા નથી. તેણે એકલાએ જ ફળ ભોગવવા પડે છે.
૫. ધન રક્ષણ આપી શકતું નથી. આ હેતુઓને સામે રાખી સંગ્રહની નિરર્થકતાની આ કણી કરી શકાય છે.
૧૧. (સુજોયું)
‘સુસુ–સુપ્ત શબ્દમાં તે બંનેનો સમાવેશ થાય છે, જે સૂતેલું હોય અને જે ધર્માચરણ માટે જાગૃત ન હોય.' ૧૨. જાગૃત રહે (ડિવુદ્ધનીવી)
પ્રતિબુદ્ધ શબ્દમાં તે બેનો સમાવેશ થાય છે- જે ઉંધમાં ન હોય અને જે ધર્માચરણ માટે જાગૃત હોય.”
પ્રતિબોધનો અર્થ છે–જાગરણ તે બે પ્રકારનું છે–(૧) નિદ્રાનો અભાવ અને (૨) ધર્માચરણ અને સત્ય પ્રતિ જાગરૂકતા. જેમની ચેતના દ્રવ્યદૃષ્ટિએ સઘન નિદ્રા દ્વારા અને ભાવષ્ટિએ મૂછ દ્વારા પ્રસ્તુત છે, તેમનો વિવેક જાગૃત થતો નથી. જે વ્યક્તિ બંને અવસ્થાઓમાં જાગે છે, તે પ્રતિબદ્ધજીવી છે. તે સમગ્ર જીવન જાગરણનું જીવન જીવે છે. જે
દશવૈકાલિક સૂત્રમાં પ્રતિબુદ્ધજીવીની પરિભાષા મળે છે – (૧) જે મન, વચન અને કાયાની દુષ્પવૃત્તિ પર નિયંત્રણ રાખવા શક્તિમાન હોય છે. (ર) જે ધૃતિમાન હોય છે. (૩) જે સંયમી અને જિતેન્દ્રિય હોય છે. ઉત્તરાધ્યનની ચૂર્ણિ અનુસાર પ્રતિબુદ્ધિજીવી તે છે જે કષાયો અને ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને આગળ વધે છે.” નિદ્રા–અજાગરૂકતાના પ્રતિષેધ માટે વ્યાખ્યાગ્રંથોમાં અગડદરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ચૂર્ણિમાં આ કથાનક અત્યન્ત સંક્ષિપ્તરૂપે છે. * બૂવૃત્તિકારે આ કથાનક પ્રાકૃત ગદ્યમાં પ્રસ્તુત કર્યું છે* અને સુખબોધામાં આ કથાનક ૩૨૮ ગાથાઓમાં પઘબદ્ધ છે. કથાનો સાર-સંક્ષેપ
અગડદત્ત એક સારથિનો પુત્ર હતો. બાલ્યાવસ્થામાં જ તેને પિતાનો વિયોગ થયો. વયસ્ક બનતાં તે કૌશમ્બી નગરીમાં શસ્ત્રવિદ્યા શીખવા ગયો. ત્યાં તે એક નિપુણ શસ્ત્રાચાર્ય પાસે શસ્ત્રવિદ્યામાં નિપુણ બનીને પોતાની નિપુણતાનું પ્રદર્શન કરવા રાજસભામાં ગયો. રાજા અને બધા સભાસદો તેની કુશળતા પર મુગ્ધ બન્યા અને તેને નગરરક્ષાની જવાબદારી સોંપવામાં આવી.
આખું જનપદ એક ચોરની હરકતોથી ત્રાહિમામ પોકારી રહ્યું હતું. રાજાએ નગરરક્ષક અગડદત્તને ચોરને પકડી લાવવાનું કામ સોંપ્યું. તે રાજકુળમાંથી ચોરને પકડવા માટે નીકળ્યો. તે એક ઉદ્યાનમાં એક સધન વૃક્ષ નીચે આરામ માટે બેઠો અને
१. बृहद्वृत्ति, पत्र २१३ : सुप्तेषु - द्रव्यतः शयानेषु भावतस्तु
धर्मा प्रत्यजाग्रत्सु। ૨. એજન, પત્ર ૨૨રૂા. ૩. વૈક્ષત્તિ, વૃત્તિક રાઉ૪, ૨૫ 1 ૪. ઉત્તરાધ્યયન વૂળ, પૃષ્ઠ ૨૨૬ : પ્રતિબુદ્ધનવનીત્ર :
प्रतिबुद्धजीवी, ण विस्ससेज्ज कसायिदिएस । ૫. એજન, પૃષ્ઠ ૨૨૬ ! ૬. વૃત્તિ, પત્ર રરૂ-ર૬ ૭. મુરઘોઘા, પત્ર ૮૪-૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org