Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૧૩૨
અધ્યયન-૪: શ્લોક ૫ ટિ ૮
૧. એક નગરમાં એક કુશળ ચોર રહેતો હતો. તે વિવિધ પ્રકારનાં ખાતર પાડવામાં નિપુણ હતો. એકવાર તે એક અભેદ્ય ઘરમાં કપિશીર્ષક (કાંગરાવાળું) બાકોરું પાડી રહ્યો હતો. એટલામાં જ ઘરનો માલિક જાગી ગયો. તે ખાતર તરફ જોવા લાગ્યો. ચોરે બાકોરું કોતરવાનું પૂરું થતાં જ તેમાં પોતાના બંને પગ નાખ્યા. ઘરનો માલિક સાવચેત હતો. તેણે ચોરના બંને પગ બળપૂર્વક પકડી લીધા. ચોરે બહાર ઊભેલા પોતાના સાથી ચોરને કહ્યું-અંદરથી મારા પગ કોઈએ પકડી લીધા છે. તું જોર કરી મને બહાર ખેંચી લે. સાથી ચોરે તેમ કરવાનું શરૂ કર્યું. અંદર અને બહાર બંને બાજુથી પેલાની ખેંચતાણ થવા લાગી. તે ખાતરના બાકોરાંના કાંગરા તીક્ષ્ણ હતા. વારંવાર ખેંચાવાથી ચોરનું શરીર લોહીલુહાણ થઈ ગયું. કોઈએ તેને છોડ્યો નહિ. તે વિલાપ કરતો મરી ગયો.
૨. એક ચોર ઘરની પછવાડે ખાતર પાડી એક ધનાઢ્ય વ્યક્તિના ઘરમાં ઘૂસ્યો. ઘરના બધા સભ્યો નિદ્રાધીન હતા. તેણે મનફાવતું ધન ચોરી લીધું અને તે જ ખાતરના બાકોરાંમાંથી બહાર નીકળી ઘરે પહોંચી ગયો. રાત વીતી. સવાર થયું. તે સ્નાન કરી નવાં કપડાં પહેરી પેલા ઘરની નજીક હાજર થઈ ગયો. તે જાણવા માગતો હતો કે લોકો તેના ખાતર વિષયમાં શું બોલે છે? તેઓ તેને ચોરને) ઓળખી શકે છે કે નહિ? જો ઓળખી ના શકે તો પોતે ફરી-ફરી ચોરી કરશે. તે ખાતરના સ્થાન પર આવ્યો. ત્યાં ભીડ એકઠી થઈ હતી. બધાં ખાતર પાડનારાની નિપુણતા માટે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા હતા. તેઓ બોલવા લાગ્યા–અરે ! આ ઘર પર ચડવું અત્યન્ત મુશ્કેલ છે. ચોર આના પર ચડ્યો કેવી રીતે ? તેણે પાછળની દીવાલ ઉપર ખાતર પાડ્યું કેવી રીતે ? અહો ! આટલા નાનકડા બાકોરાંમાંથી તે અંદર ગયો કેવી રીતે અને ધનની પોટલી સાથે ફરી પાછો આ નાનકડા બાકોરાંમાંથી નીકળ્યો કેવી રીતે ? ચોર સાંભળી રહ્યો હતો. તેણે પોતાની કમર અને પેટ તરફ જોયું. પછી પેલા નાનકડા બાં કોરાં તરફ જોયું. બે ગુપ્તચરો ત્યાં ઊભા હતા તેઓ તેની બધી ગતિવિધિ પર ધ્યાન રાખી રહ્યા હતા. તેઓ તત્કાળ પહોંચ્યા અને તેને પકડીને રાજા પાસે લઈ ગયા. તેણે ચોરીની વાત સ્વીકારી લીધી. રાજાએ તેને શિક્ષા કરી કારાવાસમાં પૂરી
દીધો.
પ્રસ્તુત કથામાં ચોર પોતે પાડેલ ખાતરના બાકોરાંની પ્રશંસા સાંભળી હર્ષાતિરેકથી સંયમ ન રાખવાને કારણે પકડાઈ જાય છે. આ કથાની તુલના “Bઋટિક' (૩૧૩)માં આવતી કથા સાથે કરી શકાય છે. તેમાં ચારુદત્તની વિશાળ હવેલીની દીવાલ પાસે ઊભો રહેલો નિષ્ણાત ચોર શર્વિલક વિચારી રહ્યો છે–' તરુલતા વડે આચ્છાદિત આ ભીંતમાં ખાતર કેવી રીતે પાડવું ? ખાતર જોઈને લોક આશ્ચર્યચકિત થઈ તેની પ્રશંસા ન કરે તો મારી ખાતર પાડવાની કળાની વિશેષતા શું?''
૮. (વિજે તા 1 નાખે પો)
વ્યક્તિ ધન કમાય છે, પણ તે તેના માટે રક્ષણકર્તા નથી બનતું. ધન સુખ-સગવડ આપી શકે છે, પણ શરણ નહિ. વ્યાખ્યાગ્રંથોમાં એક કથા છે–
ઇન્દ્રમહ ઉત્સવનું આયોજન થયું હતું. રાજાએ પોતાના નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરમાં બધા પુરુષો ગામબહાર ઉદ્યાનમાં એકઠા થાય. કોઈપણ પુરુષ નગરની અંદર ન રહે. જો કોઈ રહેશે તો તેને મૃત્યુદંડ આપવામાં આવશે. બધા પુરુષો નગરબહાર એકઠા થઈ ગયા. રાજપુરોહિતનો પુત્ર એક વેશ્યાના ઘરમાં જઈ છુપાયો. રાજ્ય કર્મચારીઓને ખબર પડી એટલે તેઓ તેને વેશ્યાના ઘરેથી પકડી લઈ ગયા. તે રાજપુરુષો સાથે વિવાદ કરવા લાગ્યો. તેઓ તેને રાજા. સમક્ષ લઈ ગયા. રાજાજ્ઞાની અવજ્ઞાના અપરાધ માટે રાજાએ તેને મૃત્યુદંડ આપ્યો. પુરોહિત રાજા સમક્ષ ઉપસ્થિત થઈ બોલ્યો—હે રાજન ! હું મારું સર્વસ્વ આપને આપી દઉં. આપ મારા આ એકના એક પુત્રને છોડી દો. રાજાએ તેની વાત માની નહિ અને પુરોહિતપુત્રને શૂળી ઉપર ચડાવી દીધો.૧
૧. વૃદવૃત્તિ, પત્ર ૨૦૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org