Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
અસંસ્કૃત
૧૩૭
અધ્યયન-૪: શ્લોક ૭ ટિ ૧પ-૧૬
૧૫. થોડા દોષને પણ (ત્ર વિ )
‘ત્ વંવ'નો પ્રાસંગિક અર્થ થોડોક પ્રમાદ કે દોષ છે. દુનિત, દુબfપત અને સુખાર્ય–આ બધા પ્રમાદ છે. જે દુશ્ચિતન કરે છે તે પણ બંધાઈ જાય છે. જે દુશ્ચિતન કરી તેને અમલમાં મૂકે છે, તે તો જરૂર બંધાઈ જાય છે. એટલા માટે યતુ કિંચિત્ પ્રમાદ પણ પાશ છે–બંધન છે. શાન્તાચાર્યે “કિવિત’નો મુખ્ય આશય ગૃહસ્થ સાથે સંબંધ રાખવા અને ગૌણ આશય પ્રમાદ એવો દર્શાવ્યો છે. જે ૧૬. નવા-નવા ગુણની પ્રાપ્તિ થાઓ.પોષણ કરો (નામંતરે ગોવિય વૂહફત્તા)
ચૂર્ણિકારે ‘સામંતો નો અર્થ–લાભ આપનાર એવો કર્યો છે. બૃહદવૃત્તિમાં લાભનો અર્થ ‘અપૂર્વ ઉપલબ્ધિ’ અને ‘ઉમતાનો અર્થ ‘વિશેષ” એવો કર્યો છે. આનું તાત્પર્ય છે–વિશિષ્ટ-વિશિષ્ટતર જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણોની ઉપલબ્ધિ.
વેજ્ઞાકાટ નગરમાં મંડિક નામે વણકર રહેતો હતો. તે બીજાનાં ધનનું અપહરણ કરી પોતાની આજીવિકા ચલાવતો હતો. તે પોતાના પગ ઉપર પાટા બાંધી રાજમાર્ગ ઉપર કાપડ વણતો. લોકો પૂછતાં તો કહેતો-“મારા પગ ઉપર ભયંકર ઝેરી ફોલ્લો થયો છે.” તે હાથમાં લાકડી લઈ લંગડાતો-લંગડાતો ચાલતો. રાતમાં લોકોના ઘરમાં ખાતર પાડી ચોરી કરતો અને ગામની નજીક આવેલા એક ભોંયરામાં તે ધન એકઠું કરે રાખતો. ત્યાં તેની બહેન રહેતી હતી. તે ભોંયરામાં વચ્ચોવચ્ચ એક ઊંડો કૂવો હતો. ચોર મંડિક પોતે ચોરેલું ધન ભારવાહકો પાસે ઉપડાવીને ત્યાં લાવતો. તેની બહેન તેમની મહેમાનગતિ કરવાના બહાને કુવા પર પહેલાંથી જ પાથરી રાખેલા આસન ઉપર તેમને બેસાડતી અને તે બધા અંધારા કૂવામાં પડી મરી જતા.
આખું નગર ચોરથી ત્રાસી ગયું હતું. ચોર કોઈ રીતે પકડાતો ન હતો. નગરના આગેવાન માણસો મળી રાજા મુળદેવ પાસે. ગયા. ચોરની વાત કરી. રાજાએ ચિંતા વ્યક્ત કરી અને તેમને આશ્વાસન આપવા બીજા નગરરક્ષકની નિયુક્તિ કરી. તે પણ ચોરને પકડવામાં નિષ્ફળ ગયો. ત્યારે રાજા પોતે જ કાળાં વસ્ત્રો પહેરી ચોરની તપાસમાં રાત્રે નીકળી પડ્યો. તે એક સભામાં જઈ બેઠો. કોઈ તેને ઓળખી શક્યું નહિ. એટલામાં મંડિક ચોરે ત્યાં આવી પૂછ્યું–‘તું કોણ છે?' મૂળદેવ બોલ્યો– ભાઈ તો ભિખારી છું.” મંડિકે કહ્યું – ચાલ મારી સાથે. હું તને મજૂરી આપીશ.” તે ઊઠ્યો. મંડિક આગળ-આગળ ચાલી રહ્યો હતો અને ગુણવેશધારી રાજા તેની પાછળ-પાછળ. મંડિક એક ધનવાન વ્યક્તિને ઘરે પહોંચ્યો, ખાતર પાડ્યું અને ખૂબ ધન ચોરીને ગાંસડીઓ બાંધી પછી ભિખારીના માથે બધી ગાંસડીઓ રાખી નગરની બહાર નીકળ્યો. પેલા ભોયરા પાસે આવીને ચોરે બધી ગાંસડીઓ નીચે ઉતારી અને પોતાની બહેનને બોલાવી કહ્યું–‘આ મહેમાનનો સત્કાર કર.' મંડિક બીજે ચાલ્યો ગયો. બહેને પેલા અતિથિને જોયો. તેના લાવણ્ય અને મુખાકૃતિ જોઈને તેણે વિચાર્યું કે આ કોઈ રાજકુટુંબનો માણસ લાગે છે. બિચારો મફતનો માર્યો જશે. તેના મનમાં દયા આવી. તે બોલી–“ભદ્ર ! અહીંથી ભાગી જા. નહીંતર માર્યો જઈશ.’ મૂળદેવ ત્યાંથી ભાગી છૂટ્યો. તે છોકરીએ બૂમ પાડતા કહ્યું–‘અરે ! દોડો, દોડો, પેલો ભાગી જાય છે. મંડિક ચોરે આ સાંભળ્યું. તે નાગી તલવાર હાથમાં લઈ પાછળ ભાગ્યો. પણ પેલો મળ્યો નહિ. મૂળદેવ જતાં-જતાં એક શિવમંદિરમાં છુપાઈ ગયો. ચોર શિવલિંગને મનુષ્ય સમજી તેના પર પ્રહાર કરી ભોયરામાં પાછો ફર્યો. સવારે તે રાજમાર્ગો પર ગયો અને કાપડ વણવાના કામમાં લાગી ગયો. રાજપુરુષોએ તેને પકડી રાજા મૂળદેવ પાસે હાજર કર્યો. રાજાએ તેને સન્માનપૂર્વક આસન આપ્યું અને કહ્યું- તું તારી બહેનનો વિવાહ મારી સાથે કરી દે.' વિવાહ થઈ ગયો. રાજાએ તેને પ્રચૂર ભોગસામગ્રી આપી. કેટલાક
१. उत्तराध्ययन चूर्णि, पृ. ११७ : जंकिंचि अप्पणा पमादं पासति मूलगुणादिमालिन्यजनकतया बन्धहेतुत्वेन ।
दुच्चितितादि, दुव्विचितिएणावि वज्झति, किं पुण जो 3. उत्तराध्ययन चूर्णि, पृष्ठ ११७ : लाभप्रयच्छतनीति लाभान्तरं । चिंतित्तु कामुणा सफलीकरेति, एवं दुब्भासितदुच्चितिताति ४. बृहद्वृत्ति, पत्र २१७ : लम्भनं लाभ:-अपूर्वार्थप्राप्ति:, जं किंचि पासं।
–વિશેષ:, ..ચાવત્ વિશિષ્ટ વાછતર-સંગ૨. વૃદવૃત્તિ, પન્ન ૨૨૭: ‘f Jદસંતવાદ્યપિ... જ્ઞાનનવરિત્ર વારિ:... !
'जं किंचि' ति यत्किचिदल्पमपि दुश्चिन्तितादि प्रमादपदं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org