Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનનું નામ નિર્યુક્તિ અનુસાર ‘પ્રમાદાપ્રમાદ’ અને સમવાયાંગ અનુસાર “અસંસ્કૃત” (પ્રા. અસંખય) છે. નિર્યુક્તિકારે કરેલું નામકરણ અધ્યયનમાં વર્ણવેલા વિષયના આધારે છે અને સમવાયાંગનું નામકરણ આદાનપદ (પ્રથમ આધારે છે. આનું સમર્થન અનુયોગદ્વાર વડે પણ થાય છે.'
‘જીવન અસંસ્કૃત છે તેનું સંધાન કરી શકાતું નથી, એટલા માટે વ્યક્તિએ પ્રમાદ કરવો જોઈએ નહિ–આ જ આ અધ્યયનનું પ્રતિપાદ્ય છે. જે વ્યક્તિઓનો જીવન પ્રત્યે આવો દૃષ્ટિકોણ નથી, તેઓ બીજી મિથ્યા ધારણાઓમાં ફસાઈને મિથ્યાભિનિવેશને આશ્રય આપે છે. સૂત્રકાર જીવન તરફ જાગરુક રહેવાની બળવાન પ્રેરણા આપતાં તથ્યોનું પ્રતિપાદન કરે છે અને મિથ્યા માન્યતાઓનું ખંડન કરે છે. તે મિથ્યા માન્યતાઓ આ છે૧. એમ માનવામાં આવતું હતું કે ધર્મ ઘડપણમાં કરવો જોઈએ, પહેલાં નહિ. ભગવાને કહ્યું- “ધર્મ કરવા માટે બધો સમય યોગ્ય છે, ઘડપણમાં કોઈ રક્ષણકર્તા નથી.” (શ્લો. ૧)
૨, ભારતીય જીવનની પરિપૂર્ણ કલ્પનામાં ચાર પુરુષાર્થ માનવામાં આવ્યા છે—કામ, અર્થ, ધર્મ અને મોક્ષ, અર્થ યનકેન પ્રકારેણ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપવામાં આવતી હતી. લોકો ધનને જ રક્ષણકર્તા માનતા હતા.
ભગવાને કહ્યું- “જે વ્યક્તિ અયોગ્ય સાધનો દ્વારા ધનોપાર્જન કરે છે, તેઓ ધનને છોડીને નરકમાં જાય છે. અહીં કે પરભવમાં ધન કોઈનું રક્ષણકર્તા બની શકતું નથી. ધનનો વ્યામોહ વ્યક્તિને યોગ્ય માર્ગ પર જવા દેતો નથી.'' (શ્લો. ૨ ૫).
૩. કેટલાય લોકો એમ માનતા હતા કે કરેલાં કર્મોનું ફળ પરભવમાં જ મળે છે. કેટલાક માનતા હતા કે કર્મોનું કોઈ ફળ છે જ નહિ.
ભગવાને કહ્યું – “કરેલાં કમેને ભોગવ્યા વિના છૂટકારો નથી મળતો. કર્મોનું ફળ આ જન્મમાં પણ મળે છે અને પરજન્મમાં પણ.” (શ્લો. 3)
૪. એવી માન્યતા હતી કે એક વ્યક્તિ ઘણા લોકો માટે કોઈ કર્મ કરે છે તો તેનું પરિણામ તે બધા ભોગવે છે.
ભગવાને કહ્યું – “સંસારી પ્રાણી પોતાના બાંધવા માટે જે સાધારણ કર્મ કરે છે, તે કર્મના ફળ-ભોગ વખતે તે બાંધવો બાંધવપણું દેખાડતા નથી, તેના ફળમાં ભાગ પડાવતા નથી.” (ગ્લો. ૪)
૫. એમ માનવામાં આવતું હતું કે સાધના માટે સમૂહ વિઘ્નરૂપ છે. વ્યક્તિએ એકાંતમાં સાધના કરવી જોઈએ. ભગવાને કહ્યું–‘જે સ્વતંત્ર વૃત્તિનો ત્યાગ કરી ગુરુના આશ્રયમાં સાધના કરે છે, તે મોક્ષ પામે છે.” (ગ્લો. ૮) ૬. લોકો કહેતા કે જો છન્દના વિરોધથી મુક્તિ મળે છે તો તે તો અંત સમયે પણ કરી શકાય છે.
ભગવાને કહ્યું- “ધર્મ પછીથી કરીશું-–આવું કથન શાશ્વતવાદીઓ કરી શકે છે. જે પોતાની જાતને અમર માને છે, તેમનું આવું કથન હોઈ શકે છે, પરંતુ જે જીવનને ક્ષણભંગુર માને છે, તેઓ કાલની પ્રતીક્ષા કેવી રીતે કરશે ભલા ? તેઓ કાલ પર વિશ્વાસ કેવી રીતે કરશે ? ધર્મની ઉપાસના માટે સમયનું વિભાજન અવાંછનીય છે. વ્યક્તિએ પ્રતિપળ અપ્રમત્ત રહેવું જોઈએ." (શ્લો. ૯-૧૦).
આ રીતે આ અધ્યયન જીવન પ્રત્યે એક સાચો દૃષ્ટિકોણ પ્રસ્તુત કરે છે અને મિથ્યા માન્યતાઓનું નિરસન કરે છે.
१. उत्तराध्ययन नियुक्ति, गाथा १८१ : पंचविहो अपमाओ इहमज्झयणमि अप्पमाओ य ।
वण्णिएज्ज उ जम्हा तेण पमायप्पमायति ।। ૨. સમવા, સમવાય રૂદ્દ : છત્તીસં ૩ત્તરાયUTI S૦ તં—વિનયમુઘં. વ... / उ. अणुओगदाराई, सूत्र ३२२ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org