Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ચતુરંગીય
૧૦૭
અધ્યયન-૩: શ્લોક ૧ ટિ ર
૧. ચોલ્લક-વારાફરતી ભોજન.
બ્રહ્મદત્તનો એક કાપેટિક સેવક હતો. તેણે રાજાને અનેકવાર વિપત્તિઓમાંથી બચાવ્યો હતો. તે સદા તેનો સહાયક બની રહ્યો હતો. બ્રહ્મદત્ત રાજા બની ગયો. પણ આ બિચારાને ક્યાંય આશ્રય મળ્યો નહિ. તેના માટે રાજાને તો હવે મળવું પણ મુશ્કેલ બની ગયું. બાર વર્ષ વીતી ગયાં. અભિષેકનું બારમું વર્ષ. કાપેટિક ઉપાય વિચાર્યું. તે ધ્વજવાહકો સાથે ચાલવા લાગ્યો. રાજા તેને ઓળખી ગયો. રાજાએ તેને પોતાની પાસે બોલાવીને કહ્યું–જે ઈચ્છા હોય તે માંગ. કાર્પટિક બોલ્યો‘રાજન ! હું પહેલા દિવસે આપના મહેલમાં ભોજન કરું, પછી વારાફરતી આપના સમસ્ત રાજયના બધા ઉચ્ચ કુળોમાં ભોજન પ્રાપ્ત કરી, ફરી આપના મહેલમાં ભોજન કરું–આવું વરદાન આપો.” રાજા બોલ્યો-આમાં શું? તું ઈચ્છે તો તને ગામ આપી શકું, ધન આપી શકું. તને એવો બનાવી દઉં કે તુ જીવનભર હાથીના હોદા ઉપર સુખપૂર્વક ઘૂમતો રહે. કાર્પેટિક બોલ્યો–મારે એવા બધા પ્રપંચોથી શું? રાજાએ તથાસ્તુ કહ્યું.
હવે તે વારાફરતી નગરના ઘરોમાં જમવા લાગ્યો. તે નગરમાં અનેક કુળ-કુટુંબો હતા. શું તે પોતાના જીવનકાળમાં તે નગરના ઘરોનો પાર પામી શકશે ? ક્યારેય નહિ. પછી સંપૂર્ણ ભારતવર્ષની તો વાત જ શું?
સંભવ છે કે કોઈ ઉપાય કે દૈવી યોગથી તે સંપૂર્ણ ભારતવર્ષના ઘરોનો પણ પાર પામી જાય, પરંતુ મનુષ્યજન્મ ફરી પ્રાપ્ત કરવો મુશ્કેલ છે.
(૨) પાશક–એક વ્યક્તિએ સોનું પેદા કરવાની એક યુક્તિ શોધી કાઢી. તેણે જુગારનો એક પ્રકાર શોધ્યો અને મંત્રમય પાસા બનાવ્યા. એક વ્યક્તિને સોનામહોરથી ભરેલો થાળ આપીને ઘોષણા કરાવી કે કોઈ મને આ જુગારમાં જીતી જશે, તેને હું સોનામહોરથી ભરેલો આ થાળ આપી દઈશ. જો તે વ્યક્તિ મને જીતી ના શકે તો તેણે એક સોનામહોર આપવી પડશે. યંત્રમય પાસા હોવાને કારણે કોઈ તેને જીતી ના શક્યું અને ધીરે-ધીરે તેણે અનેક સોનામહોર એકઠી કરી લીધી.
કદાચિત્ કોઈ વ્યક્તિ તેને જીતી પણ લે, પણ મનુષ્યજન્મથી ભ્રષ્ટ થયેલો જીવ ફરી મનુષ્યજન્મ સરળતાથી પ્રાપ્ત કરી શકતો નથી.
(૩) ધાન્ય–વિવિધ પ્રકારના ધાન્ય એકઠાં કરીને તેનો એક ઢગલો બનાવ્યો. તેમાં એક પાલી ભરી સરસવના દાણા ભેળવી દીધા, એક વૃદ્ધા તે સરસવના દાણા વીણવા બેઠી. શું તે સરસવના દાણાને જુદા કરી શકશે ? દૈવ યોગથી કદાચ જુદા પાડી પણ શકે. પણ જીવને ફરીથી મનુષ્યજન્મ મળવો મુશ્કેલ છે.
(૪) ધૂત–રાજસભાનો મંડપ એકસો આઠ થાંભલાના આધારે રચેલો હતો. રાજકુમારનું મન રાજયલોભથી ઘેરાઈ ગયું. તેણે રાજાને મારી નાખવા ઈછ્યું. અમાત્યને આ વાતની ખબર પડી ગઈ. તેને રાજાને કહ્યું-આપણા રાજવંશની એવી પરંપરા છે કે જે રાજકુમાર રાજયપ્રાપ્તિના ક્રમને સહન નથી કરતો તેણે જુગાર રમવાનો હોય છે અને આ જુગારમાં જીતે તો જ તેને રાજ્ય મળી શકે છે. તેણે પૂછ્યું–જીતવાની શરત શું છે? રાજાએ કહ્યું –એક ગામ તારું બનશે, બાકીના અમારા. એક જ દાવમાં તું જો એકસો આઠ થાંભલાના એક-એક ખૂણાને આઠસો વાર જીતી લઈશ તો રાજય તને સોંપી દેવામાં આવશે.
જેવી રીતે આ વાત અસંભવિત છે, તેવી જ રીતે મનુષ્યજન્મ પણ અસંભવિત છે.
(૫) રત્ન–એક વૃદ્ધ વણિક પાસે અનેક રત્નો હતાં. એકવાર તે વૃદ્ધ દેશાંતર ચાલ્યો ગયો. પુત્રોએ બધાં રત્નો બીજા વેપારીઓને વેચી માર્યા. વૃદ્ધ દેશાંતરથી પાછો ફર્યો અને રત્નો વેચાયાની વાત સાંભળી ચિંતિત બન્યો. તેણે પુત્રોને કહ્યુંવેચેલાં રત્નો ફરી પાછા એકઠા કરી લો. પુત્રો બધા પરેશાન થઈ ગયા, કારણકે તેમણે બધાં રત્નો પરદેશી વેપારીઓને વેચ્યા હતાં. તે બધા વેપારીઓ તો દૂર-દૂર દેશોમાં ચાલ્યા ગયા હતા. તેમની પાસેથી રત્નો એકત્રિત કરવા અસંભવિત વાત હતી. તેવી જ રીતે મનુષ્યજન્મ ફરી મેળવવો અસંભવિત છે.
(૬) સ્વમ–એક કાપેટિકે સ્વપ્રમાં જોયું કે તે પૂર્ણ ચંદ્રને ગળી ગયો છે. તેનું ફળ તેણે સ્વપ્રપાઠકોને પૂછ્યું. તેમણે કહ્યું–મોટું ઘરે તને મળશે. તેને તે પ્રમાણે મળી ગયું. બીજા કાપેટિકે પણ સ્વપ્રમાં સંપૂર્ણ ચંદ્રમંડળને જોયું. તેને સ્વપ્રપાઠકોને તેનું ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org