Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૭૦
અધ્યયન-૨: શ્લોક ૧૯ ટિ ૩૧-૩૨
ગૃહસ્થો પોતાના સ્થાનની આસક્તિ ધરાવે છે, નિરંતર તેની ચિંતા કરતા રહે છે. ભિક્ષુ અસન્નિહિત હોવાને કારણે આશ્રયસ્થાનની ચિંતાથી મુક્ત હોય છે.
આયાચૂિલામાં અનેક સ્થાન પર આ બે શબ્દો વપરાયેલા છે-'સમાળે વી સમાળ વા '' ‘વસમા’ શબ્દ અનિયતવાસનો વાચક છે અને ‘સમાન' શબ્દ નિયતવાસનો.”
પ્રસ્તુત આગમમાં પ્રયુક્ત “અસમાન’ શબ્દ ‘વસાન'નો વાચક છે, અર્થાત્ અનિયતવાસનો ઘોતક છે. આયારચૂલાના સંદર્ભમાં ‘બસ—આ મૂળ અર્થ પ્રતીત થાય છે. ૩૧. ગામ વગેરેની સાથે......પ્રતિબદ્ધ ન થાય (નેવ ના પગારું)
પરિગ્રહનો અર્થ છે--મમત્વ. આ ચરણ પૂર્વવર્તી શ્લોકના બે અંતિમ ચરણો તથા દશવૈકાલિક સૂત્ર (ચૂલિકા ૨૫૮)નાનું દ્યોતક છે. મુનિ કોઈ ગામ, કુળ, નગર કે દેશ તરફ આસક્તિ ન રાખે, પ્રતિબદ્ધ ન થાય. પ્રતિબદ્ધતાથી સંયમની હાનિ થાય છે. એટલા માટે પ્રસ્તુત શ્લોકના આગળના બે ચરણોમાં કહેવામાં આવ્યું છે કે મુનિ ગૃહસ્યોથી અસંબદ્ધ રહે અને અનિકેત થઈને વિચરણ કરે.
આ શ્લોક પૂર્વવર્તી શ્લોકનો પુરક છે. ૩૨. ચર્યા પરીષહ
કોલકર નામનું નગર હતું. ત્યાં બહુશ્રુત સ્થવિર આચાર્ય સંગમ પોતાના અનેક સાધુઓ સાથે નિવાસ કરી રહ્યા હતા.' તેઓ ત્યાં સ્થિરવાસી હતા. તેઓ બધા નિરંતર પોતાની ચર્યામાં પૂરેપૂરા જાગરુક હતા અને આગમો અનુસાર ચર્યાનું પાલન કરતા હતા. એકવાર તેમનો શિષ્ય દત્ત લાંબા ગાળા પછી ત્યાં આવ્યો અને પોતાના સ્થિરવાસી આચાર્યને જોઈ તેણે વિચાર્યું, ‘અરે ! આ તો ‘નિયતવાસી’ બની ગયા છે. મારે અહીં ન ઊતરવું જોઈએ.’ તે બીજી જગ્યાએ ઊતર્યો. આચાર્ય ભિક્ષા વેળાએ ઊંચ-નીચ કુળમાં ગોચરી કરવા ગયા. તે પણ તેમની સાથે થઈ ગયો. કાળદોષના કારણે તે દિવસે આચાર્યને લુખું-સૂકું ભોજન મળ્યું. આચાર્ય નિસંગભાવથી આહાર લેતા અનેક ઘરોમાં ફરતા રહ્યા. શિષ્ય આકુળ-વ્યાકુળ થઈ ગયો. તે આડુંઅવળું બોલવા લાગ્યો. આચાર્ય તને શાંત કરવા માટે એક ધનવાનના ઘરે ગયા. ત્યાં ગૃહિણી રેવતી પોતાના બાળકને તેડીને ઊભી હતી. તે બાળક છ માસથી રોતું હતું. એક પળ માટે પણ રુદન રોકાતું ન હતું. આચાર્ય અંદર ગયા. રડતા બાળકની સામે ચપટી વગાડી અને તેણે રડવાનું બંધ કરી દીધું. કુટુંબીજનો રાજી થયા. તેમણે તેઓને પરમ અન્નથી પ્રતિલાભિત કર્યા. શિષ્ય પ્રસન્ન થઈ પોતાના નિવાસસ્થાને પાછો ફર્યો. આચાર્ય નાના-મોટા ઘરેથી ભિક્ષા લઈ સ્થાન પર આવ્યા. સૌએ ભોજન કર્યું. સાંજે પ્રતિક્રમણ સમયે આચાર્યું તેને કહ્યું–કરેલાની આલોચના કર. તેણે કહ્યું હું તો આપની સાથે જ ફર્યો હતો. આપ આલોચના કરો. આપે અમુક ઘરમાંથી ધાતૃપિંડ લીધું છે. તે અકથ્ય છે. આચાર્ય બોલ્યા-બીજાના અત્યન્ત બારીક છિદ્રો પણ તું જોઈ લે છે. તે બોલ્યો-ખોટી વાત. કહ્યું છે–મનુષ્યની પાસે પોતાના દોષો જોવા માટે એક આંખ પણ નથી, પરંતુ પારકાના દોષો જોવા માટે તે સહસ્રાક્ષ બની જાય છે
_ 'एक्कं पि नत्थि लोयस्स लोयणं जेण नियइ नियदोसे ।
परदोसपेच्छणे पुण, लोयणलक्खाई जायंति ॥ શિષ્ય આચાર્યને છોડીને બીજા કમરામાં ચાલ્યો ગયો. રાતનો સમય હતો. ભયંકર તોફાન આવ્યું. સઘન અંધકાર હતો. તે ભયભીત થયો. તેણે આચાર્યને પોકાર્યા. આચાર્ય કહ્યું –અહીં આવી જા. તે બોલ્યો–કેવી રીતે આવું? હાથવેંત પણ જોઈ શકાતું નથી. સર્વત્ર સૂચીભેદ્ય અંધકાર વ્યાપી રહ્યો છે. આચાર્ય લબ્ધિસંપન્ન હતા. તેઓએ પોતાની આંગળી આગળ ધરી. તે
૧. માથાકૂના, ૨ ૪૬, ૨૨૨, ૨૨૮ વગેરે.
गिवृत्ति, पत्र ३३५ : समानाः इति जंघाबल
परिक्षीणतयैकस्मिन्नेव क्षेत्रे तिष्ठन्तः, तथा वसमाना मासकल्पविहारिणः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org