Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
પરીષહ-પ્રવિભક્તિ
‘પરમ’ શબ્દનો અર્થ છે—ઉત્કૃષ્ટ. શાન્ત્યાચાર્યે તિતિક્ષાને ઉત્કૃષ્ટ ધર્મ-સાધન માન્યું છે.
૪૯. મુનિ-ધર્મ (મિનવ્રુધમાં)
મુનિ-ધર્મ સ્થાનાંગ (૧૦૪૭૧૨) તથા સમવાયાંગ (સમવાય ૧૦) અનુસાર દસ પ્રકારનો હોય છે–
(૧) ક્ષાન્તિ
(૬) સત્ય
(૨) મુક્તિ–નિર્લોભતા, અનાસક્તિ
(૭) સંયમ
(૩) માર્દવ
(૪) આર્જવ
(૫) લાઘવ
૭૭
(૮) તપ
(૯) ત્યાગ—પોતાના સાંભોગિક સાધુઓને આહારદાન
(૧૦) બ્રહ્મચર્ય
શ્લોક ૨૭
૫૦. શ્રમણને (સમાં)
ચૂર્ણિકારે આનો અર્થ ‘સમાન મનવાળો’ કર્યો છે. શાન્ત્યાચાર્યે આ અર્થની સાથે-સાથે શ્રમણ અર્થ પણ કર્યો છે. નેમિચન્દ્રે તપસ્વી અર્થ કર્યો છે. સંસ્કૃતમાં આ શબ્દનાં બે રૂપ થઈ શકે છે—શ્રમમ્ અને સમળમ્. વિસ્તાર માટે જુઓ— દસર્વઆલિયં ૧૦૩ના ‘સમળ’ શબ્દનું ટિપ્પણ.
૫૧. (શ્લોક ૨૬, ૨૭)
પ્રસ્તુત બે શ્લોકો (૨૬,૨૭)માં આક્રોશ, વધ વગેરે પરીષહો સહન કરવા માટે ત્રણ આધારસૂત્રો મળે છે—
(૧) તિતિક્ષા—મુનિ વિચારે કે સહન કરવાથી મોટું નિર્જરા માટેનું કોઈ સાધન નથી. ક્ષમા પ૨મ ધર્મ છે. સહન કરનાર જ ક્ષમાશીલ બની શકે છે. એક પ્રાચીન શ્લોક છે—
અધ્યયન ૨ : શ્લોક ૨૭ ટિ ૪૯-૫૧
'धर्मस्य दया मूलं, न चाक्षमावान् दयां समाधत्ते ।
तस्माद्यः क्षान्तिपरः, स साधयत्युत्तमं धर्मम् ॥'
(૨) મુનિ-ધર્મનું ચિંતન કરે. મુનિ-ધર્મ બે પ્રકારનો છે—પાંચ મહાવ્રતાત્મક અને ક્ષાન્તિ વગેરે દસવિધ ધર્મ. મુનિ એમ વિચારે કે મુનિ-ધર્મનું મૂળ છે ક્ષમા. તે આક્રોશ કરનાર વ્યક્તિ મને નિમિત્ત બનાવીને કર્મોનો સંગ્રહ કરે છે, એટલા માટે પરોક્ષપણે હું જ દોષી છું. આથી મારે તેની ઉપર ક્રોધ કરવો ન જોઈએ.
Jain Education International
(૩) આત્માનાં અમરત્વનું ચિંતન—પોતાને મારવામાં આવે ત્યારે મુનિ એમ વિચારે કે જીવ–આત્માનો નાશ નથી થતો. આ ચિંતનનો પૂર્વપક્ષ એવો છે કે જો કોઈ દુર્જન વ્યક્તિ મુનિને ગાળ દે તો મુનિ એમ વિચારે કેન્મ્યાલો ગાળ જ દે છે ને, મારતો તો નથી. મારે ત્યારે વિચારે—ચાલો, મારે જ છે ને, મારી નાખતો તો નથી. મારી નાખે ત્યારે વિચારે—ચાલો, મારી જ નાખે
છે ને, ધર્મથી ભ્રષ્ટ તો નથી કરતો—આત્મધર્મનું હનન તો નથી કરતો, કેમકે આત્મા અમર છે, અમૂર્ત છે.
આવી પ્રેક્ષાથી મુનિ પછીના મોટા સંતાપને સામે રાખીને ઓછો સંતાપ પામે છે, તેને લાભ માને છે અને તે રીતે તે મનોવૈજ્ઞાનિક વિજય મેળવે છે.પ
૧. વૃત્તવૃત્તિ, પત્ર ૨૪ : પરમાં ધર્મસાધન પ્રતિ પ્રવર્ણવતાં ।
૨. ૩ત્તરાધ્યયન વૃત્તિ, પૃ૦ ૭૨ : સમો સવ્વસ્થ મળો નમ પ્રવૃતિ સમો ।
૩. નૃવૃત્તિ, પત્ર ૪ : ‘સમાં’-શ્રમાં સમમનસં વા– तथाविधवधेऽपि धर्मं प्रति प्रहितचेतसम् ।
૪. પુલવોધા, પત્ર ૨૬ : ‘શ્રમાં' તપસ્વિનમ્ । ત્તરાધ્યયન યૂનિ, પૃષ્ઠ ૭૨ :
૫.
अक्कोस हणण-मारण-धम्मब्भंसाण बालसुलभाणं ।
लाभं मन्त्रति धीरो, जहुत्तराणं अभावंमि ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org