Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
પરીષહ-પ્રવિભક્તિ
૯૧
અધ્યયન ૨: શ્લોક ૪૪-૪૫ ટિ ૮૧-૮૨
વૃત્તિકારે એક કથાનક પણ પ્રસ્તુત કર્યું છે–
આચાર્ય સ્થૂલભદ્ર ગામોગામ વિચરણ કરતાં-કરતાં એક નગરમાં આવ્યા. તેઓ બહુશ્રુત અને અનેક વિદ્યાઓના પારગામી હતા. તે નગરમાં તેમનો એક પૂર્વપરિચિત મિત્ર રહેતો હતો. તેઓ તેના ઘરે ગયા અને ગૃહિણીને પૂછ્યું–અમુક વ્યક્તિ ક્યાં છે? ગૃહિણીએ કહ્યું–‘મહારાજ ! તેઓ વ્યાપાર માટે પરદેશ ગયા છે.' આચાર્યું આમતેમ જોયું. તેમને લાગ્યું કે જે ઘર પહેલાં વૈિભવથી ભરેલું અને સાફ-સફાઈદાર હતું તે આજે ખંડેર જેવું થઈ રહ્યું છે. તેમણે પોતાના જ્ઞાનબળથી જાણી લીધું કે આ
વ્યક્તિના પૂર્વજોએ ઘરના અમુક થાંભલા નીચે ધન દાટી રાખ્યું હતું, તે આજે પણ જ્યાંનું ત્યાં જ દટાયેલું છે. તેમનું મન પીગળી ગયું. તેમણે ગૃહિણીને થાંભલા તરફ આંગળી કરી સાંકેતિક ભાષામાં કંઈક કહ્યું. તે સમજી કે મહારાજ મને અનિત્યતાનો ઉપદેશ આપી રહ્યા છે. આચાર્ય ત્યાંથી ચાલ્યા ગયા. કેટલોક સમય વીત્યા પછી ગૃહપતિ ઘરે પાછો ફર્યો. તેની પત્નીએ આચાર્યના આગમનની સાથે-સાથે સાંકેતિક ભાષામાં જે કંઈ કહ્યું હતું તે પણ સંભળાવ્યું. ગૃહસ્થ બધો સંદર્ભ સમજી ગયો. થાંભલા નીચે ખોદાવ્યું, અપાર ધન મળ્યું.'
૮૧. ઋદ્ધિ (ટ્ટી)
અહીં ઋદ્ધિનો અર્થ છેતપસ્યા વગેરેથી ઉત્પન્ન થનારી વિશેષ શક્તિ-યોગજ વિભૂતિ. પાતંજલ યોગદર્શનના વિભૂતિપાદમાં જેવી રીતે યોગજ વિભૂતિઓનું વર્ણન છે તેવી જ રીતે જૈન આગમોમાં તપોજનિત ઋદ્ધિઓનું વર્ણન મળે છે.' શાન્તાચાર્યે આ પ્રસંગે બે શ્લોક ઉદ્ધત કર્યા છે –
पादरजसा प्रशमनं सर्वरुजां साधवः क्षणात्कुर्युः । त्रिभुवनविस्मयजननान् दद्युः कामांस्तृणाग्राद्वा ।। धर्माद्रनोन्मिश्रितकाञ्चनवर्षादिसर्गसामर्थ्यम् । अद्भतभीमोरुशिलासहस्रसम्पातशक्तिश्च ॥
૮૨. (શ્લોક ૪૪-૪૫).
પ્રસ્તુત બે શ્લોકો દર્શન-પરીષહ સંબંધી છે. પ્રત્યેક સાધક કોઈને કોઈ વિચારધારા આત્મસાત્ કરીને સાધનામાં પ્રવૃત્ત થાય છે. તે દાર્શનિક ધારા પ્રત્યે તેનો વિશ્વાસ અખંડ હોવો જોઈએ. નહિ તો તે પાર પહોંચી નથી શકતો, વચમાં જ અટવાઈ જાય છે.
જૈન દર્શનની કેટલીક મુખ્ય પ્રતિપત્તિઓ આ પ્રમાણે છે(૧) પરલોક–જન્માંતર છે. (૨) તપસ્યાનું મુખ્ય ફળ છે-કર્મોની ક્ષીણતા અને અવાંતર ફળ છે–અનેક ઋદ્ધિઓની પ્રાપ્તિ. (૩) કેવલી થયા છે અને થશે.
પ્રસ્તુત બે શ્લોકોમાં આ ત્રણ પ્રતિપત્તિઓનો ઉલ્લેખ થયો છે. જે સાધકને તેમનામાં અવિશ્વાસ થવા લાગે છે તે પોતાની સાધનાને આગળ વધારી શકતો નથી.
૧, વૃદ્ધત્ત, પત્ર ૨૦-૨૩૨ ૫ ૨. એજન, પત્ર ૨૩૨ : દ્ધિત્વ, તપોમાહીંથરૂપ..... સા
च आमशौषध्यादिः।
૩. ગોવવા, સૂત્ર ૨૫T ૪. વૃત્તિ , પત્ર ૨૩૨ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org