Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજઝયણાણિ
૯૦
અધ્યયન-૨: શ્લોક ૫૩ ટિ ૮૦
પરીષહનો સંબંધ ધૃત-જ્ઞાન સાથે છે. સામાન્ય વિષયની જાણકારી ન હોવી તે પ્રજ્ઞા-પરીષહ છે. અજ્ઞાન પરીષહનો સંબંધ અવધિજ્ઞાન વગેરે અતીન્દ્રિય જ્ઞાન સાથે છે.'
ચૂર્ણિકારે આ શ્લોકોની વ્યાખ્યા જ્ઞાન-પરીષહ–આ બંને અપેક્ષાઓથી કરી છે. વૃત્તિકારે અજ્ઞાનના ભાવપક્ષ અને અભાવપક્ષના આધારે તેમની વ્યાખ્યા પ્રસ્તુત કરી છે.
રાજવાર્તિકમાં અજ્ઞાન પરીષહના બે અર્થ કરવામાં આવ્યા છે. પહેલો અર્થ છે—તું અજ્ઞાની છે, વગેરે આક્ષેપાત્મક વચનો સાંભળવા. બીજો અર્થ છે–પ્રસ્તુત શ્લોકવર્તી નિરૂપણ.”
વૃત્તિકારે અજ્ઞાનના સદ્ભાવને સમજાવવા માટે આ ઉદાહરણ રજૂ કર્યું છે–
બે ભાઈઓ એક સાથે પ્રવ્રજિત થયા. એક બહુશ્રુત હતો અને બીજો અલ્પઋત. બહુશ્રુત મુનિની પાસે અનેક શિષ્યો પ્રવ્રજિત થયા અને તે તેમને અધ્યાપન કરાવવા લાગ્યા. બધા શિષ્યો તે અધ્યાપનથી સંતુષ્ટ હતા. અધ્યયનકાળમાં તેમના મનમાં અનેક પ્રશ્નો ઊઠતા અને તેઓ તેમનું સમાધાન બહુશ્રુત મુનિ પાસેથી મેળવી લેતા. આખો દિવસ મુનિને વિશ્રામ મળતો નહિ. રાતનો સમય પણ શિષ્યોને ભણાવવામાં અને પ્રશ્નોનું સમાધાન કરવામાં વીતી જતો. ઊંઘવાનો પણ સમય ઓછો પડતો.
અલ્પકૃત મુનિ સુખપૂર્વક રહેતા અને ખૂબ ઊંઘ લેતા. ન કોઈ બીજો મુનિ તેમની પાસે જતો કે ન કોઈ કંઈ પૂછતું. એક વાર બહુશ્રુત મુનિએ વિચાર્યું અહો ! ધન્ય છે આ સાથી-મુનિ કે જે સુખે સુવે છે. હું કમનસીબ છું કે મને સુવામાં પણ અડચણ પડે છે. આનું મુખ્ય કારણ છે મારું જ્ઞાનીપણું. જ્ઞાનની એવી ઉપાસનાથી શું લેવા-દેવા ! આવા ચિંતનથી તેમને જ્ઞાનાવરણીય કર્મનો બંધ થયો. તેમણે આ અસત્ ચિંતનનું પ્રાયશ્ચિત્ત ન કર્યું.
ત્યાંથી મરીને તે દેવ બન્યા. ત્યાંનું આયુષ્ય પૂરું કરી તે એક આભીર કુળમાં જન્મ્યા. યુવાન થતાં કંઈક નિમિત્ત મળતાં તેઓ વિરક્ત થયા અને એક આચાર્ય પાસે દીક્ષિત થયા. ગુરુએ તેમને ઉત્તરાધ્યયનના પ્રથમ ત્રણ અધ્યયન શીખવ્યાં. જયારે તેમને ચોથા અધ્યયન ‘સંવયં’ની વાચના આપી ત્યારે તેમનું પહેલાં બંધાયેલું જ્ઞાનાવરણ કર્મ વિપાકમાં આવ્યું. તેમણે છઠ્ઠ કર્યો, આયંબિલનો પ્રારંભ કર્યો, પણ તે અધ્યયનનો એક પણ શ્લોક તેમને આવડ્યો નહિ, તે આચાર્ય પાસે ગયા. આચાર્યું કહ્યું જ્યાં સુધી આ અધ્યયન ન શીખી લો, ત્યાં સુધી આયંબિલ તપ કરતા રહો. આ આજ્ઞા શિરોધાર્ય કરી તે આયંબિલ તપ કરવા લાગ્યા. બાર વર્ષ સુધી આવો ક્રમ ચાલ્યો. આ અવધિમાં તે માત્ર ‘મસંયે'—એ અધ્યયન એકલું શીખ્યા. જ્ઞાનાવરણ કર્મ ક્ષીણ થયું અને પછી તેમણે તરત જ બીજાં બીજાં આગમો શીખી લીધાં.”
અજ્ઞાનના અભાવપક્ષની દૃષ્ટિથી વૃત્તિકારે લખ્યું છે કે સાધક નિરંતર એમ વિચારે--જો કે હું સમસ્ત શાસ્ત્રોનું પારાયણ કરી બધા તથ્યોને કસોટી ઉપર કસી ચૂક્યો છું, પરંતુ મારે જ્ઞાનનો ગર્વ નથી કરવો. કેમ કે
'पूर्वपुरुषसिंहानां विज्ञानातिशयसागरानन्त्यम् ।
श्रुत्वा साम्प्रतपुरुषाः, कथं स्वबुद्ध्या मदं यान्ति ॥' –મારી પહેલાં અનેક બહુશ્રુત મુનિઓ થઈ ચૂક્યા છે. તેમનું જ્ઞાન-વિજ્ઞાન સાગર જેવું અથાગ હતું. તેમની પાસે હું બિંદુમાત્ર છું. હું કયા આધારે અહંકાર કરું ?" १. तत्त्वार्थ, राजवार्तिक ९।१७, पृ०६१५ : प्रज्ञाऽज्ञाने अपि विरुद्ध पशुसम इत्येवमाद्याधिक्षेपवचनं सहमानस्याऽध्ययनार्थ
तयोरन्तराभावेऽष्टादशसंख्याप्रसंग इति, तन्न किं कारणम् ? ग्रहणपराभिभवादिष्वसक्तबुद्धेश्चिरप्रव्रजितस्य विविधतपोअपेक्षातो विरुद्धाभावात् । श्रुतज्ञानापेक्षया प्रज्ञाप्रकर्षे सति विशेषभाराक्रान्तमूर्तेः सकलसामर्थ्यप्रमत्तस्य विनिवृत्तानिष्टअवध्याद्यभावापेक्षया अज्ञानोपपत्तेः।
मनोवाकायचेष्टस्याद्यापि में ज्ञानातिशयो नोत्पद्यत २. उत्तराध्ययन चूर्णि, पृ० ८४ ।
इत्यनभिसन्दधत: अज्ञानपरीषहजयोऽवगन्तव्यः । ૩. વૃદવૃત્તિ, પત્ર ૨૨૮૫
૫. ગૃહવૃત્તિ, પત્ર ૨૨૧-૨૩૦) ૪. તીર્થરા નવાર્તિવ, પૃ. ૨૨ : મોડ્યું ન વિશ્વપિ ત્તિ ૬, એજન, પત્ર ૨૬ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org