Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૧૦૦
અધ્યયન-૩: આમુખ
શિષ્ય પૂછ્યું–‘ભંતે ! શું સમ્યક્ દષ્ટિવાળા આટલા સરળ પ્રકૃતિના હોય છે કે જે ગુરુના કથનમાત્રથી અભાવ પ્રતિ શ્રદ્ધા કરી લે છે ?'
આચાર્યે કહ્યું-“આયુષ્મન્ ! એવું બને છે. જેમાલિએ જ્યારે અસદ્ભાવની પ્રરૂપણા કરી અને પોતાના શિષ્યોને તેનાથી પરિચિત કર્યા તો કેટલાક શિષ્યો તેમાં શ્રદ્ધાન્વિત બની ગયા.''
એટલા માટે બહુ માર્મિક ઢંગથી આમ કહ્યું છે કે–‘શ્રદ્ધા પરમ દુર્લભ છે.' (૪) તપ-સંયમમાં પુરુષાર્થ
નિર્યુક્તિકારે સંયમના આઠ પર્યાયવાચી નામો બતાવ્યાં છે-(૧) દયા, (૨) સંયમ, (૩) લજા (૪) જુગુપ્સા, (૫) અછલના, (૬) તિતિક્ષા, (૭) અહિંસા અને (૮) હી.
સંયમમાં શ્રદ્ધા હોય તો પણ બધી વ્યક્તિઓ તેમાં પરાક્રમ કરી શકતી નથી. જાણવું કે શ્રદ્ધા રાખવી તે એક વસ્તુ છે અને તેને અમલમાં મૂકવું તે બીજી. તેમાં સંકલ્પબળ, ધૃતિ, સંતોષ અને અનુદ્વિગ્નતાની અત્યન્ત આવશ્યકતા હોય છે. જેમનું ચિત્ત વ્યાક્ષિત કે વ્યામૂઢ નથી હોતું, તેવી જ વ્યક્તિઓ સંયમમાં પ્રવૃત્ત થઈ શકે છે. નિર્યુક્તિકારે દુર્લભ અંગોમાં કેટલાક વિસ્તાર કર્યો છે. તેમના મત અનુસાર મનુષ્યત્વ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, સર્વાગ પરિપૂર્ણતા, નિરગિતા, પૂર્ણાયુષ્ય, પરલોક-પ્રવણબુદ્ધિ, ધર્મ-શ્રવણ, ધર્મ-સ્વીકૃતિ, શ્રદ્ધા અને સંયમ–આ બધાં દુર્લભ છે. મનુષ્ય-ભવની દુર્લભતાનાં દસ દષ્ટાંત નિર્યુક્તિમાં ઉલ્લેખાયેલાં છે."
શ્રદ્ધાની દુર્લભતા દર્શાવવા માટે સાત નિદ્વવોની કથાઓ આપવામાં આવી છે.'
ભગવાને કહ્યું છે–“નહી 3gયપૂર્ણ ધHો સુદ્ધસ વિટ્ટ'-સરળ વ્યક્તિની શુદ્ધિ થાય છે અને ધર્મ શુદ્ધ આત્મામાં સ્થિર થાય છે. જયાં સરળતા છે ત્યાં શુદ્ધિ છે અને જયાં શુદ્ધિ છે ત્યાં ધર્મનો નિવાસ છે. ધર્મનું ફળ વાત્મશુદ્ધિ છે. પરંતુ ધર્મની આરાધના કરનારને પૂણ્યનો બંધ થાય છે. દેવ યોનિમાંથી ચુત થઈને જયારે તે ફરી મનુષ્ય બને છે ત્યારે તે દશાંગધારી મનુષ્ય યોનિમાં આવે છે. શ્લોક ૧૭ અને ૧૮માં આ દસ અંગો નીચે પ્રમાણે કહેવામાં આવ્યા છે
१. बृहद्वृत्ति, पत्र १५२ : ननु किमेवंविधा अपि केचिदत्यन्तमृजवः सम्भवेयुः ये स्वयमागमानुसारिमतयोऽपि गुरूपदेशतोऽन्यथापि
प्रतिपद्येरन् ? एवमेतत्, तथाहि-जमालिप्रभृतीनां निह्नवानां शिष्यास्तद्भक्तियुक्ततया स्वयमागमानुसारिमतयोऽपि गुरुप्रत्ययाद्विपरीतमर्थ
પ્રતિપન્ના: २. उत्तराध्ययन नियुक्ति, गाथा १५८ : दया य संजमे लज्जा, दुगुंछाऽछलणा इअ ।
तितिक्खा य अहिंसा य, हिरि एगट्ठिया पया ।। ૩. એજન, નાથા ૨૧૬ : माणुस्स खित्त जाई, कुल रूवारोग्ग आउयं बुद्धी।
सवणुग्गह सद्धा, संजमो अलोगंमि दुलहाई ।। ૪. એજન, નાથા ૨૬૦ : चुल्लग पासग धन्ने, जूए रयणे असुमिण चक्के य ।
चम्म जुगे परमाणु, दस दिटुंता मणुअलंभे ॥ ૫. એજનનાથા ૨૬૪-૬૬ : बहुरयपएसअव्वत समुच्छ, दुगतिगअबद्धिगा चेव ।
एएसिं निग्गमणं, वुच्छामि अहाणुपुव्वीए॥ बहुरय जमालिपभवा, जीवपएसा य तीसगुत्ताओ। अव्वत्ताऽऽसाढाओ, सामुच्छेयाऽऽसमित्ताओ॥ गंगाए दोकिरिया, छलुगा तेरासिआण उप्पत्ती। थेरा य गुट्ठमाहिल, पुट्ठमबद्धं परूविति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org