Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
પરીષહ-પ્રવિભક્તિ
૭૫
અધ્યયન ૨ શ્લોક ૨૫ ટિ ૪૪-૪૫
‘એક ક્ષેપક મુનિ હતા. દેવ તેમની સેવા કરતો હતો. ક્ષેપક જે કંઈ કહેતા દેવ તે મુજબ કરતો હતો. એકવાર મુનિને એક હલકી જાતિની વ્યક્તિ સાથે ઝઘડો થઈ ગયો. તે હૃષ્ટ-પુષ્ટ હતો. તેણે મુનિને પછાડી દીધા. રાતે દેવ વંદન કરવા આવ્યો. મુનિ મૌન રહ્યા. દેવ બોલ્યો-“શું મારો કંઈ અપરાધ થયો છે?’ મુનિએ કહ્યું–‘તે પેલા દુષ્ટ માણસને ઠપકો પણ ન આપ્યો. દેવ બોલ્યો-‘ગુરુદેવ ! હું ત્યાં આવ્યો તો હતો પણ મને ખબર ન પડી કે દુષ્ટ માણસ કોણ હતો અને શ્રમણ કોણ હતા ? બંને એક જેવા જ લાગતા હતા.'
૪૪. (શ્લોક ૨૫)
પ્રસ્તુત શ્લોકમાં ત્રણ વિશેષણો મળે છે–પરુષ, દારૂ અને ગ્રામકંટક. છે પરુષ–તે ભાષા જે સ્નેહરહિત, અનૌપચારિક અને કર્કશ હોય.' - દારુણ–તે ભાષા જે મનને વીંધે, કમજોર સાધકોની સંયમ-ધૃતિને તોડી નાખે.
૦ ગ્રામકંટક–અહીં ગ્રામ શબ્દ ઈયિ-ગ્રામ (ઈન્દ્રિય-સમૂહોના અર્થમાં વપરાયો છે. ગ્રામકંટક અર્થાત્ કાનમાં કાંટાની માફક ભોંકાનાર ઈન્દ્રિયોના વિષયો, પ્રતિકૂળ શબ્દો વગેરે. તે કાંટા એટલા માટે છે કે તે દુઃખ ઉત્પન્ન કરે છે અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત સાધકો માટે વિઘ્નકર્તા બને છે.
મુલારાધનામાં “વવીટર્દિનો પ્રયોગ છે. તેનો અર્થ છે–ગ્રામ્ય લોકોના વચનરૂપી કાંટા વડે. પ્રસ્તુત શ્લોકમાં TIષ્ટા 'નો પ્રયોગ છે. અહીં મધ્યમપદ “વવી'નો લોપ માની લઈએ તો તેનો અનુવાદ ‘ગ્રામ્ય લોકોની કાંટાની માફક ભોંકાનારી ભાષા–કરી શકાય. ૪૫. આક્રોશ પરીષહ
રાજગૃહ નગર. મુદ્ગરપાણિ યક્ષનું આયતન. યક્ષનો પરમ ભક્ત અર્જુન માળી, સ્કન્દશ્રી તેની પત્ની. બંનેનો ઈષ્ટદેવ હતો અગરપાણિ યક્ષ. એકવાર છ યુવકોએ સ્કન્દશ્રી પર આક્રમણ કર્યું. અર્જુન માળીએ જોયું. મુદ્રગરપાણિ યક્ષ માળીના શરીરમાં દાખલ થયો. માળીએ છએ વ્યક્તિઓ તથા પોતાની પત્નીને મુદુગરથી મારી નાખી. આ પછી તે પ્રતિદિન સાત વ્યક્તિઓ (છ પુરુષ અને એક સ્ત્રી)ની હત્યા કરવા લાગ્યો.
કેટલોક સમય વીત્યો. ભગવાન મહાવીર જનપદ-વિહાર કરતા કરતા તે સ્થાને આવ્યા. રાજગૃહના બાહ્ય ઉદ્યાનમાં રોકાયા. ચારે તરફ અર્જુન માળીનો ભય ફેલાઈ ગયો હતો. કોઈ પણ માણસ ભગવાનનાં દર્શન કરવા જવા માટે પણ તૈયાર ન હતો. શ્રેષ્ઠિપુત્ર સુદર્શન “નં રોફ તે રોફ જે થવું હોય તે થાઓ)' એમ મનમાં વિચારી ભગવાનનાં દર્શન માટે નીકર અર્જનને સામે આવતો જોઈ. સુદર્શન મનમાં ને મનમાં જ બોલ્યો-“મને અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ હો. મહાવીર મારી ગતિ હો. આ વેળાએ જો મારા આ દેહથી કોઈ પ્રમાદ થાય (મારું મરણ થાય) તો હું આહાર, ઉપાધિ અને કાયાનું ત્રણ
१. उत्तराध्ययन चूर्णि, पृ०७० फरुसा नि:स्नेहा अनुपचारा श्रमणको
નિકના ત્યાં २. (७) उत्तराध्ययन चूर्णिः पृ० ७० : मणं दास्यतीति दारुण। (५) बृहद्वृत्ति, पत्र ११२ : दारयन्ति मन्दसत्त्वानां
संयम-विषयां धृतिमिति दारुणाः। ૩. (ક) ઉત્તરાધ્યયન fજ, પૃ. ૭૦ : wત તિ TE:-ત્રિ
ग्रामः तस्य इन्द्रियग्रामस्य कंटगा, जहा पंथे गच्छंताणं कंटगा विघ्नाय, तहा सद्दादयोवि इन्द्रियग्रामकंटया मोक्षिणां विजायेति ।
(५) बृहवृत्ति, पत्र १११ ।
(ગ) જુઓ– વૈવનિ ૨૦૨૨નું ટિપ્પણ. ४. मूलाराधना, आश्वास ४, श्लोक ३०१, मूलाराधनादर्पणवृत्ति, પત્ર ૧૨૬ :
दुस्सहपरीसहेहिं य, गामवचीकंटएहिं तिक्खेहिं ।
अभिभूदा वि हु संता, मा धम्मधुरं पमुच्चेह॥ -गामवचीकंटगेहि-ग्राम्याणामविविक्तजनानां वचनानि एवं कंटकास्तैराक्रोशवचरित्यर्थः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org