Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
પરીષહ-પ્રવિભક્તિ
૭૩
અધ્યયન ૨: શ્લોક ૨૨-૨૩ટિ ૩૭-૩૯
મુનિના પરિણામોની શ્રેણી વિશુદ્ધતમ બનતી ગઈ અને તેઓ બધા કષ્ટોથી સદાકાળ માટે મુક્ત બની ગયા.'
૩૭. ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ ઉપાશ્રય મેળવતાં (8વ્યાવયાર્દિ સેન્ગાર્દિ).
ઉચ્ચ અને અવચ્ચ–આ બે શબ્દો છે. ઉચ્ચનો અર્થ છે–તેવા બેમાળી મકાન કે જે લીપ્યા-ગુપ્યા હોય અથવા જે ઠંડી-ગરમી વગેરેનું નિવારણ કરવામાં સક્ષમ હોય, બધી ઋતુઓમાં સુખદાયી હોય.
અવચનો અર્થ છે-જમીનને અડેલા મકાન, ખંડેર અથવા જે ઠંડી-ગરમીથી રક્ષા કરવા માટે સક્ષમ ન હોય. શવ્યાનો અર્થ છે–નિવાસસ્થાન, ગૃહ. ૩૮. મર્યાદાનું અતિક્રમણ ન કરે (નાફન્ન વિદ્વૈજ્ઞા)
વેલા શબ્દના બે અર્થ છે–સમય અને મર્યાદા. ‘દન' ધાતુના બે અર્થ છે–હિંસા અને ગતિ. અહીં તે ગતિ અર્થમાં પ્રયોજાયેલ છે.
નાફતં વિજ્ઞા' પદના બે અર્થ છે(૧) મુનિ ઠંડી, ગરમી વગેરેથી પ્રતાડિત થઈ સ્વાધ્યાયભૂમિનું અતિક્રમણ ન કરે, તેને છોડીને બીજી જગ્યાએ ન જાય. (૨) મુનિ ઉચ્ચ કે હલકું સ્થાન મળવાને કારણે પોતાની મર્યાદા અર્થાત્ સમભાવ ન છોડે.
તે સારું સ્થાન મેળવીને એમ ન વિચારે કે હું કેટલો નસીબદાર છું કે મને બધી ઋતુઓમાં સુખદાયી એવું આ સ્થાન મળ્યું. ખરાબ સ્થાન મળતાં તે એમ ન વિચારે કે હું કેટલો કમનસીબ છું કે મને ઠંડી વગેરેથી બચાવનારું રહેઠાણ પણ મળતું નથી. આ રીતે મુનિ હર્ષ અને વિષાદથી ગ્રસ્ત ન બને.
આયારચૂલામાં “શાન યા પથ્થવધિ’નો નિર્દેશ કરતાં સૂત્રકાર કહે છે–મુનિને ક્યારેક સમસ્થાન તો ક્યારેક વિષમ સ્થાન, ક્યારેક હવાવાળું સ્થાન તો ક્યારેક હવાહિત સ્થાન, ક્યારેક ગંદુ તો ક્યારેક સફાઈદાર, ક્યારેક ડાંસ-મશથી ઘેરાયેલું તો ક્યારેક તેમનાથી રહિત, ક્યારેક ખંડેર તો ક્યારેક આખું, ક્યારેક બાધાઓથી ભરેલું તો ક્યારેક નિબંધ સ્થાન મળે છે. મુનિ તેમાં સમભાવ રાખે, રાગ-દ્વેષ ન કરે.
૩૯. પ્રતિરિક્ત (એકાન્ત) ઉપાશ્રય (પરિવ)
પરિક્ર' દેશી શબ્દ છે. તેના એકાંત, શુન્ય, વિશાળ વગેરે અનેક અર્થો છે. સંસ્કૃતમાં પણ પ્રતિર?' શબ્દ આ અર્થોમાં વપરાયેલ છે.
ચૂર્ણિકારે તેના અનેક અર્થો આપ્યા છે–પુણ્ય–સુંદર અથવા પૂર્ણ, અવ્યાબાધ, નવ-નિર્માપિત, ઋતુક્ષમ–બધી ઋતુઓમાં સુખપ્રદ, જે હજી સુધી કાર્પટિક વગેરે ભિક્ષુઓએ ભોગવેલું ન હોય તેવું સ્થાન."
બૃહવૃત્તિમાં તેના બે અર્થ મળે છે
૧. સુવવધા, પત્ર રૂરૂ ! ૨. (ક) ઉત્તરાધ્યયન વૂળ, પૃ૦ ૬૮૫
(ખ) વૃવૃત્તિ, પત્ર ૨૨૦ ૩. વૃત્તિ , ત્ર ૨૨૦ | ૪. ઝીયારપૂના, દારૂ૦I પ. જુઓ–રેશ રોશ
६. उत्तराध्ययन चूर्णि, पृ०६९ : पयरेको णाम पुण्णो, अव्वाबाहो
असुर ब्भु )ण्णवो वा, ण किंचि वि तत्थ ठविया जं निमित्तं तत्थागमिस्संति, अयं ऋतुखमितो, ण कप्पडियादीहिं य
વપુતિા . ७. बृहद्वृत्ति, पत्र ११० : पइरिक्कं स्यादिविरहितत्वेन विविक्तं,
अव्याबाधं वा।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org