Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
અધ્યયન-૨: શ્લોક ૨૧ ટિ ૩૬
૩૬. (શ્લોક ૨૦, ૨૧)
આ બે શ્લોક નિષદ્યા પરીષહ સંબંધી છે. ચૂર્ણિકારે સીરિયા અને વાળને એકાWક માન્યા છે અને તેનો અર્થ નિષદન– બેસવું એવો કર્યો છે.' વૃત્તિમાં આનો અર્થ સ્મશાન વગેરે સ્વાધ્યાયભૂમિ કરવામાં આવ્યો છે. પ્રાચીનકાળમાં મુનિઓ સ્વાધ્યાય માટે એકાંત સ્થાનમાં જતા હતા. તેને નિષીવિકા અથવા નિષદ્યા કહેતા.
ખારવેલના શિલાલેખમાં ‘શાય નિસવિલા' અને “સત નિરીવિજા' પાઠ મળે છે.
આ રીતે ‘નિરિયા’ અને ‘નિિિા 'આ બે જાતના પાઠ મળે છે. તેમાં ખારવેલના શિલાલેખનો પાઠ ઘણો પ્રાચીન છે. પ્રાચીન લિપિમાં રઅને ‘હું અક્ષરોને વળાંક ઘણોબધો મળતો હતો. આના આધારે અનુમાન કરવામાં આવે છે કે નિશીવિયા'ના. ‘’નું ‘ર કારમાં પરિવર્તન થઈ ગયું અને ‘નમોહિયા” પાઠ પ્રચલિત બન્યો.
“નસીવિયા'નો અર્થ છે-નિષઘા. આ સ્વાભાવિક પ્રયોગ છે. નિતીદિયા’નો અર્થ નિષીવિકા, નૈધિકી અથવા નિશીથિકા કરવામાં આવે છે. આ અર્થ મૌલિક પ્રતીત નથી થતો.
| નિષદ્યાનો અર્થ છે–નિર્વાણભૂમિ, સ્વાધ્યાયભૂમિ અથવા સમાધિસ્થળ. નિષદ્યા પરીષહ
હસ્તિનાપુર નગર, કુરુદત્ત નામનો શ્રેષ્ઠિપુત્ર. તેણે એક આચાર્ય પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. આચાર્ય બહુશ્રુત હતા. તેમણે તેની યોગ્યતાની કસોટી કરી તેને અનેક આગમોની વાચના આપી. તે વિનયપ્રતિપત્તિ વડે જ્ઞાનાર્જન કરી થોડાં વર્ષોમાં બહુશ્રુત મુનિ બની ગયો. આચાર્યની અનુજ્ઞા મેળવી તે એકવાર એકલવિહાર પ્રતિમાની પ્રતિજ્ઞા લઈને સાત નગર જવા નીકળ્યો. નગરની નજીક આવતા આવતા દિવસનો અંતિમ પ્રહર–ચોથા પ્રહરનો સમય આવી ગયો. તેણે ત્યાં જ પગને ચાલતાં અટકાવી દીધા. તે સ્થાન હતું નગરનું સ્મશાન. આમતેમ શબો સળગી રહ્યા હતા. તે ત્યાં જ કાયોત્સર્ગમાં ઊભો રહી ગયો.
નજીકના એક ગામમાંથી કેટલાક ચોર ગાયો ચોરીને તે રસ્તે નીકળ્યા. ચોરની પાછળ તેમને પકડવા કેટલાક લોકો આવી રહ્યા હતા. જ્યાં મુનિ કાયોત્સર્ગમાં ઊભા હતા, ત્યાંથી બે માર્ગો બે ગામો તરફ જઈ રહ્યા હતા. પેલા ચોરને શોધવા નીકળેલા લોકો ત્યાં અટક્યા. મુનિને પૂછ્યું કે ચોર કઈ તરફ ગયા? મુનિ મૌન હતા. પેલા લોકોએ વારંવાર પૂછ્યું. મુનિએ મૌનનો ભંગ ન કર્યો. પેલા લોકો કોપાયમાન થયા અને તેમણે મુનિના મસ્તક ઉપર માટીની પાળી બાંધી તેમાં સળગતા અંગારા ભરી દીધા, પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
મુનિને અસહ્ય વિકરાળ વેદના થઈ રહી હતી. પરંતુ તેઓએ સમતાના અથાગ સાગરમાં ડૂબકી મારી. તેઓ ગણગણવા લાગ્યા
सह कलेवर ! खेदमचिन्तयन्, स्ववशता हि पुनस्तव दुर्लभा ।
बहुतरं च सहिष्यसि जीव हे !, परवशो न च तत्र गुणोऽस्ति ते ॥ ‘શરીર ! આ વિપુલ કષ્ટને તું એમ સમજીને સમભાવથી સહન કરી લે કે કષ્ટ સહન કરવાની આવી સ્વતંત્રતા બીજે મળવી મુશ્કેલ છે. મનુષ્યજીવન સિવાય આવી સ્વવશતા ફરી મળવી મુશ્કેલ છે. પરવશતામાં તે અનેક ભયંકર કષ્ટો સહન કર્યા છે. એ તારી કોઈ વિશેષતા નથી. વિશેષતા ત્યારે કહેવાય જ્યારે સ્વવશતામાં પણ ભયંકર કષ્ટો સમભાવથી સહન કરવામાં
આવે.”
१. उत्तराध्ययन चूर्णि, पृ० ६७ : णिसीहयत्ति वा ठाणंति वा एगहूँ,
तं तु तस्स साधोः कुत्र स्थाने स्यात् ? णिसीहियमित्यर्थः । २. (४) बृहवृत्ति, पत्र ८३ : श्मशानादिका स्वाध्यायादिभूमिः
निषद्येति यावत् । (ખ) બોધા, પત્ર ૨૭ : નધિ-WIનારા
स्वाध्यायभूमिः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org