Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
૮૨
(૧) વાતિક—વાયુના પ્રકોપથી થનારા.
(૨) ઐત્તિક–પિત્તના પ્રકોપથી થનારા.
(૩) શ્લેષ્મજ—શ્લેષ્મ(કફ)ના પ્રકોપથી થનારા.
બાહ્ય રોગો આગંતુક હોય છે. જુદા જુદા પ્રકારના કીટાણુઓ વડે તેવા રોગો પેદા થઈ અને પીડા કરે છે. આંતિરક રોગો ભાવનાત્મક અસંતુલન તથા ઈર્ષા, દ્વેષ, અતિરાગ વગેરે આવેગો દ્વારા ઉત્પન્ન થઈને શીઘ્ર ઘાતી રોગોના રૂપમાં પ્રકટ થાય છે. અંતર્દ્રણ, અલ્સર વગેરે રોગો ભાવનાની વિકૃતિથી થનારા રોગો છે. તે અંદરને અંદર જ વધતા જાય છે અને પછી બહાર
પ્રકટ થઈ વ્યક્તિની લીલા સમાપ્ત કરી દે છે.
સ્થાનાંગસૂત્રમાં રોગોત્પત્તિના નવ કારણોનો નિર્દેશ મળે છે—અતિ આહાર, અહિતકારી ભોજન, અતિ નિદ્રા, અતિ જાગરણ વગેરે વગેરે.
૬૦. રોગ પરીષહ
(૧) સાધ્વી ગળાના કેન્સરથી પીડિત હતાં. કેન્સર વધતું જતું હતું. પણ સાધ્વી સમતામાં લીન હતાં. તેમને આલંબન-સૂત્ર મળ્યું-‘આત્માન્ય: પુત્તા શાન્ય:'આત્મા જુદો છે, શરીર જુદું છે. આ આલંબન-સૂત્રની સતત ભાવના વડે તેમના ભાવોમાં પરિવર્તન થયું અને હવે તેઓ કેન્સરની ભયંકર પીડા હોવા છતાં પણ તેની સંવેદનાથી મુક્ત બની ગયાં. તેમને પૂછવામાં આવતું—પીડા કેમ છે ? તેઓ કહેતા—પીડા શરીરગત છે, આત્મગત નથી. શરીર મારું નથી, તો પીડા પણ મારી નથી. આત્મા મારો છે, તેમાં કોઈ પીડા નથી. કેટલાક મહિના સુધી તેવી અસહ્ય પીડાની સ્થિતિમાં રહીને સાધ્વી સમાધિપૂર્વક પંડિતમરણને વર્યાં.
તેમનું સૂત્ર હતું–
અધ્યયન-૨ : શ્લોક ૩૩ ટિ ૬૦-૬૧
'असासए सरीरम्मि, विन्नाए जिणसासणे । कम्मे वेइज्जमाणम्मि लाभो दुःखऽहियासणं ॥'
–શરીર અશાશ્વત છે. જિનશાસનને જાણી લેવાથી એ સ્પષ્ટ પ્રતીત થઈ જાય છે કે કર્મો સમભાવથી સહેવા—તેમનાથી ઉદારિત દુઃખોમાં સમભાવપૂર્વક રહેવું લાભપ્રદ બને છે.
(૨) મથુરાનો કાલવેશિક રાજકુમાર સ્થવિર આચાર્ય પાસે પ્રવ્રુજિત થયો. આગમોનું અધ્યયન કરી તે એકલવિહારી પ્રતિમા સ્વીકારીને મુદ્દ્ગશૈલપુર આવ્યો. તે હરસ-મસાના રોગથી ગ્રસ્ત હતો. મસા ગુદાની બહાર લટકી રહ્યા હતા. અપાર પીડા. પણ તે ચિકિત્સાને સાવધ માનીને તે રોગનો પ્રતિકાર નહોતો કરતો. એક બહેને મુનિની અવસ્થાથી દ્રવિત થઈને એક વૈદ્યને પૂછ્યું. વૈઘે કહ્યું—બહેન ! હું એક ઔષધિ આપીશ. તું આહારમાં ભેળવીને મુનિને આપી દેજે. તેઓ સ્વસ્થ થઈ જશે. બહેને તે પ્રમાણે કર્યું. તે ઔષધિની ગંધથી હરસ-મસાનો રોગ નાબૂદ થઈ ગયો. મુનિને ખબર પડી કે એક બહેને વૈદ્યને પૂછીને આ હિંસાત્મક દવા કરી છે. હવે મારા જીવનથી શું ? મારે હવે અનશન-વ્રત લઈ લેવું જોઈએ. તેમણે અનશન-વ્રત સ્વીકારી લીધું.
૧. ટાળું ૧૬૩ ।
૬૧. સમાધિપૂર્વક રહે (સંવિશ્વ)
સંસ્કૃતમાં આનાં બે રૂપ થાય છે—તિષ્ઠત અને સમીક્ષ્ય. બૃહવૃત્તિ અનુસાર ‘તિèત'નો અર્થ છે—સમાધિપૂર્વક રહે, રડારોળ ન કરે. તેમણે ‘સમીક્ષ્ય’નો અર્થ આવો કર્યો છે—–રોગ થાય ત્યારે મુનિ એમ વિચારે કે તે પોતાના કર્મોનો જવિપાક છે,
૨. ૩ત્તરાધ્યયન વૃત્તિ, પૃષ્ઠ ૭૮ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org