Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઋયણાણિ
અધ્યયન-૨ : શ્લોક ૧૮ ટિ ૨૭-૨૮
મુગ્ધ થઈ ભોગની યાચના કરવા લાગ્યા. કોશાએ કહ્યું—તેની કિંમત ચુકવવી પડશે. આપ રંક છો. આપ નેપાળ જાઓ. ત્યાંનો રાજા જૈન ધર્મનો શ્રાવક છે. તેની પાસેથી લાખ મૂલ્યવાળી રત્નકંબલ લઈ આવો.
૬૮
મુનિ પોતાની મર્યાદા અને વેષની શરમ છોડીને ભયંકર જંગલો પાર કરીને નેપાળ પહોંચ્યા. નેપાળનરેશે તેમને રત્નકંબલ આપ્યો. તે પાછા ફરી રહ્યા હતા. ચોરોએ તેમને લૂંટવા વિચાર્યું. પણ જેમ-તેમ કરી ચોરોથી બચી તે કોશા વેશ્યાને ઘરે પહોંચ્યા. રત્નકંબલ ભેટ ધરી નિશ્ચિંત થઈ ગયા. વેશ્યાએ તે કંબલથી પોતાના કીચડથી ખરડાયેલા પગ લૂછીને તેને ખાળમાં ફેંકી દીધો. મુનિએ જોયું અને કહ્યું—અરે અરે ! આ શું કર્યું ? આટલા મૂલ્યવાન કંબલનો આમ નાશ કરી નાખ્યો ! વેશ્યા બોલી–પોતાની તરફ જુઓ. શું તમે પણ તમારા સંયમ-રત્નનો નાશ નથી કર્યો ? મુનિ સમજી ગયા. તેમણે આચાર્ય પાસે આવી પોતાની દુશ્મનાવટની ભાવના માટે પ્રાયશ્ચિત્ત લીધું.
ગુરુએ કહ્યું–
૦ વળ્યો વા મળ્યો વા, સરીરપીડાતા મુળેયબા | नाणं च दंसणं वा, चरणं व न पच्चला भेत्तुं ॥
० भयवं पि थूलभद्दो, तिक्खे चंकम्मिओ न पुण छिन्नो । अग्गिसिहाए वुच्छो, चाउम्मासे न पुण दड्ढो ||
—ર્વ યુધા-યુવાળાઓ ભૂલમો '
–વાઘ, સાપ વગેરે શરીરને પીડા કરી શકે છે, પરંતુ તેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું ભેદન કરવા સમર્થ નથી થતા. મુનિ સ્થૂલિભદ્ર એવા સ્થાન ઉપર ગયા, પણ સ્ખલિત ન થયા. તેઓ અગ્નિશિખાતુલ્ય ગણિકાના ઘરમાં ચાતુર્માસ માટે રહ્યા, પરંતુ તેઓ તેનાથી દાઝ્યા નહિ, પોતાના કર્તવ્યમાંથી વ્યુત થયા નહિ.
૨૭. સંયમ માટે (નાદે)
શાન્ત્યાચાર્યે આનો અર્થ—‘એષણીય-આહાર’ અથવા ‘મુનિ-ગુણો વડે જીવન-યાપન કરનાર’–કર્યો છે. તેમના મત મુજબ આ પ્રશંસાવાચક દેશી શબ્દ છે. ચૂર્ણિકાર અને નેમિચન્દ્ર પણ સંક્ષેપમાં આ જ અર્થ કરે છે. આ વિશેષણ ચર્ચાના પ્રસંગમાં આવ્યું છે અને તેની પહેલાંના ચરણમાં પરીષહોને જીતવાની વાત કહેવામાં આવી છે તથા તેને પ્રશંસાવાચક શબ્દ કહ્યો છે. આ બધાં તથ્યો પર ધ્યાન દેવાથી લાગે છે કે તેનો મૂળ અર્થ ‘લાઢ’ અથવા ‘રાઢ’ દેશ છે. ભગવાન મહાવીરે ત્યાં વિહાર કર્યો હતો, ત્યારે ત્યાં અનેક કષ્ટો સહ્યાં હતાં. આગળ જતાં તે શબ્દ કષ્ટ સહન કરનારાઓ માટે પ્રશંસા-સૂચક બની ગયો. પ્રસ્તુત આગમમાં ૧૫।૨માં લાઢનો અર્થ—સત્ અનુષ્ઠાન વડે પ્રધાન—એવો કરવામાં આવ્યો છે.
૨૮. નિગમમાં (નિમે)
Jain Education International
ચૂર્ણિકાર અનુસાર ‘નિગમ'નો અર્થ છે—તે સ્થાન જ્યાં વિવિધ પ્રકારની કારીગરી અને શિલ્પ જાણનારી જાતિઓ નિવાસ કરતી હોય.
૧. મુલવોધા, પત્ર રૂશ્ ।
२. बृहद्वृत्ति, पत्र १०७ : 'लाढे' त्ति लाढयति प्रासुकैषणीयाहारेण साधुगुणैर्वाऽऽत्मानं यापयतीति लाढः, प्रशंसाभिधायि वा देशीपदमेतत् । 3. (5) उत्तराध्ययन चूर्ण, पृ०६६, लाढे इति फासुएण उगमादिशुद्धेण लाढेति, साधुगुणेहिं वा लाढ्य इति । (ખ)મુહનાંધા, પત્ર રૂ૨ : જ્ઞાતિ-આજ્ઞાનું પ્રભુ ષणीयाहारेण यापयतीति लाढः ।
૪.
સાવશ્યક નિર્યુત્તિ, ગાથા ૪૮૨ : નાહે ૬ વસા, घोरा ... । ततो भगवान् लाढासु जनपदे गतः तत्र घोरा उपसर्गा अभवन् ।
बृहद्वृत्ति, पत्र ४१४ : 'लाढे' त्ति सदनुष्ठानतया प्रधानः । उत्तराध्ययन चूर्णि, पृ० ६६ : नयन्तीति निगमास्त एव नगमाः, नानाकर्मशिल्पजातयः इत्यर्थः ।
५.
६.
For Private & Personal Use Only
www.jainelibrary.org