Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
અધ્યયન-૨: શ્લોક ૧૫ ટિ ૨૨-૨૩
એટલા માટે આપની આગળ-આગળ ચાલવા માગું છું. આચાર્ય બોલ્યા-ઠીક છે. ભયને છોડી દે. તુ અભય બનીને આગળઆગળ ચાલ. તે કેટલેક દૂર સુધી ચાલ્યો. આચાર્યે પૂછ્યું–શું હજી પણ ભય લાગે છે? શિષ્ય બોલ્યોહી, હજી પણ ભય લાગે છે. આચાર્યે તેને ફરી ભય છોડી દેવા માટે કહ્યું. શિષ્યમાં ધર્મસંશાનું જાગરણ થયું અને ત્યારે તેણે દાબડીને એક બાજુ ફેંકી દીધી. આચાર્ય બોલ્યા-અરે, તું તો ખુબ જલ્દી-જલ્દી ચાલી રહ્યો છે. શું હવે ભય નથી લાગતો ? શિષ્ય બોલ્યો–ભંતે ! મેં ભયને ત્યજી દીધો છે, જેનાથી ભય લાગતો હતો તેનાથી છૂટકારો મેળવી લીધો છે.
૨૨. આત્માની રક્ષા કરનાર (માથgિT)
શાજ્યાચા આનાં બે સંસ્કૃત રૂપ આપી બે જુદા જુદા અર્થ કર્યા છે?(૧) આત્મરક્ષિત:-જેણે આત્માની રક્ષા કરી છે. (૨) વક્ષિતઃ—જેણે જ્ઞાનાદિ વડે લાભની રક્ષા કરી છે.
‘હિતાપુ' વડે ‘ક્ષત'નો પરનિપાત થયો છે. ૨૩. (શ્લોક ૧૪-૧૫)
મુનિચર્યાનું પાલન કરતાં-કરતાં ક્યારેક સાધકના મનમાં સંયમ તરફ અરતિ–અનુત્સાહ પેદા થઈ શકે છે. ચૌદમા શ્લોકમાં અરતિ ઉત્પન્ન થવાના ત્રણ કારણો તથા પંદરમા શ્લોકમાં તેના નિવારણના ઉપાયોની ચર્ચા છે. અરતિ ઉત્પન્ન થવાનાં ત્રણ કારણો આ પ્રમાણે છે–
(૧) એક ગામથી બીજે ગામ વિચરણ કર્યા કરવું. (૨) સ્થાયી સ્થાન કે ઘરનું ન હોવું. (૩) અકિંચન હોવું, પોતાની માલિકીનું કંઈ પણ ન હોવું. અરતિ નિવારણના પાંચ ઉપાય આ પ્રમાણે છે(૧) વિરત થવું, અપ્રતિબદ્ધ થવું.
(૨) અરતિ આત્મ-સમુન્દ દોષ છે, આભ્યન્તર દોષ છે. જે આત્મરક્ષિત હોય છે, જે આત્મા વડે આત્માની રક્ષા કરે છે, વૈરાગ્યવાન હોય છે, તેને અગાર—ઘરનો અભાવ ક્યારેય સતાવતો નથી.
(૩) જે ધર્મારામ છે, જે નિરંતર ધર્મમાં રમણ કરે છે, શ્રત, ભાવના વગેરેનો અભ્યાસ કરે છે, તે ગમે ત્યાં રહે, આનંદનો જ અનુભવ કરે છે.
(૪) અકિંચન હોવા છતાં અથવા પોતાનું કંઈ પણ ન હોવા છતાં તે નિરારંભ હોવાને કારણે અરતિનું વેદન કરતો નથી. આરંભ અથવા પ્રવૃત્તિ માટે ‘સ્વ’ જોઈએ, અર્થ જોઈએ. નિરારંભ વ્યક્તિ ‘અર્થથી મુક્ત હોય છે. ચૂ૬૨).
(૫) ઉપશાંતજેના કપાયો શાંત થઈ ગયા છે, તે અરતિથી સ્પષ્ટ નથી થતો. અહંકાર, મમકાર અને તૃષ્ણાથી અભિભૂત થાય છે, તેને અરતિ ડગલે ને પગલે સતાવે છે.
-
૧. ઉત્તરાધ્યયન વૂળ, પૃ. ૨૨I ૨. વૃત્તિ પત્ર ૨૬ : માતા પિતા:
दुर्गतिहेतोरपध्यानादेरनेनेत्यात्मरक्षितः, आहिताग्न्यादिषु दर्शनात्
तान्तस्य परनिपातः । आयो वा-ज्ञानादिलाभो रक्षितोऽनेनेत्यायरक्षितः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org