Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૬૪
અધ્યયન-૨ : શ્લોક ૧૩ ટિ ૧૦-૨૦
ડૉહરમન જેકોબી અને ડૉ. સાંડેસરાએ આનો અર્થ–પ્રાણીઓને ત્રાસ ન આપવો–કર્યો છે.
આમાં પરસ્પર કોઈ વિરોધ નથી, પરંતુ પરીષહનું પ્રકરણ છે એટલે શાન્તાચાર્યના પ્રથમ અર્થ અધિક યોગ્ય છે. ૧૭. હટાવવું (વરેજ્ઞા)
આનો અર્થ છે–હટાવવું, નિષેધ કરવો. મુનિ હાથ , વસ્ત્ર, ડાળખી, ધૂમાડો વગેરે ઉપાયો વડે ડાંસ અને મચ્છરોનું નિવારણ ન કરે. ૧૮. ઉપેક્ષા કરે (વેદે)
ડાંસ-મચ્છર કરડે તો પણ મુનિ તેમની ઉપેક્ષા કરે, તેમના પર રાગ-દ્વેષ ન કરે. તે આમ વિચારે-આ બધા અસંજ્ઞી છે. ભોજનને માટે ઘૂમી રહ્યાં છે. મારું શરીર એમના માટે ભોજન-સામગ્રી છે, સર્વસાધારણ જેવું છે. જો તેઓ મારા શરીરમાંથી અત્યન્ત અલ્પ માત્રામાં રક્ત અને માંસ ખાય છે તો શું થઈ ગયું? મારે તેમના પર દ્વેષ ન કરવો જોઈએ. તેઓ લોહી જ પી રહ્યાં છે, મારા આત્માનું ઉપહનન તો નથી કરી રહ્યાં. ૧૯. શ્રમણભદ્ર રાજપુત્ર હતો. તેનું મન વિરક્ત થયું અને તે ધર્મઘોષ આચાર્ય પાસે પ્રવ્રજિત થઈ મુનિ બન્યો. તે આગમોનું સમગ્ર પારાયણ કરી પોતાની શક્તિનું માપ કાઢી એકલવિહારી પ્રતિમા સ્વીકારી વિહરવા લાગ્યો. શરદ ઋતુ હતી. અટવીમાં તે ધ્યાનમાં સ્થિર બની ગયો. રાત્રિનો સમય હતો. ડાંસ-મચ્છરોએ આક્રમણ કર્યું. તેના ખુલ્લા શરીરને તેઓ કરવા લાગ્યા. ભયંકર વેદના ઊપડી. તેણે વિચાર્યું–‘આ વેદના કેટલી પળોની ? આનાથી પણ અનંતગણી વધુ વેદના મેં નરકાવાસોમાં સહન કરી છે.” મુનિ આમ આત્મસ્થ બની ગયા. પોતાની ચેતનાના સમુદ્રમાં ડૂબકી મારી તેણે વિચાર્યું
'अन्नं इमं सरीरं, अन्नो जीवो त्ति एव कयबुद्धी ।
दुक्खकर जीव ! तुमं, छिंद ममत्तं सरीरम्मि ॥' –હે આત્મા ! તું વિચાર કર. આ શરીર જુદુ છે અને આત્મા જુદો છે. જે શરીર તરફ મોહ-મૂઢ બને છે તે દુ:ખના વમળોમાં ફસાતો જાય છે. તે શરીરના મોહને તોડીને પોતાની ચેતનામાં ઉન્મજ્જન-નિમજ્જન કર.
આ આલંબનસૂત્રથી મુનિએ તે પીડાને સહન કરી લીધી. ડાંસ-મસકોએ તેના શરીરનું બધું લોહી ચૂસી લીધું. તે તે જ રાતે દિવંગત બની ગયો, પણ અતિમાં ફસાય નહિ.”
૨૦. શ્લોક ૧૩:
આ શ્લોકમાં આવેલ ‘જીયા' શબ્દ મુનિની જિનકલ્પિક અને સ્થવિરકલ્પિક અવસ્થાઓ તથા વસ્ત્રાભાવ વગેરે અવસ્થાઓ તરફ સંકેત કરે છે.
ચૂર્ણિકાર અનુસાર–મુનિ જિનકલ્પ અવસ્થામાં “અચલક' હોય છે. સ્થવિરકલ્પ અવસ્થામાં તે દિવસમાં, ગ્રીષ્મ ઋતુમાં અથવા વર્ષા ઋતુમાં વરસાદ ન આવે ત્યાં સુધી પણ અચલક રહે છે. શિયાળાની રાત્રિઓ (પોષ અને મહા), વર્ષાની રાત્રિઓ
1. (5) The Sacred Books of the East vol. XLV, p. 11 : He प्रद्वेषोत्याते? should not scare away (insects)
(4) बृहद्वृत्ति, पत्र ९२ : तथा असंज्ञिन एते आहारार्थिनश्च (ખ) ઉત્તરાધ્યયન સૂત્ર, પૃ. ૨૧ : ત્રાસ આપવો નહીં...,
भोज्यमेतेषां मच्छरीरंबहुसाधारणंच यदि भक्षयन्ति किमत्र २. उत्तराध्ययन चूर्णि, पृ० ५९ : न चैव हस्तवस्त्रशाखा- प्रद्वेषेणेति च विचिन्तयन् तदुपेक्षणपरो न तदुपघातं धूमादिभिस्तानिवारणोपायैर्वारयति ।
विदध्यादिति । ૩. (ક) રાધ્યયન –ff, go ૨૨ : વૈષા જ્ઞાત્વાકાહારક્ષifક્ષUT, ૪. સુવવધા, પત્ર ૨૨T
भुंजमानानां मच्छरीरं साहारणं, यदि भक्षयन्ति किं ममात्र
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org