Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૩૯. જે શિષ્ય વિનયયુક્ત હોય (વિળયનુત્તK)
વિનયયુક્ત મુનિનો વ્યવહાર કેવો હોય ? તે ગુરુ પાસે પોતાની જિજ્ઞાસા કેવી રીતે રજૂ કરે ? તે ગુરુ સમક્ષ કેવી રીતે ઉપસ્થિત થાય—આ પ્રશ્નોના સંદર્ભમાં સૂત્રકારે કેટલાંક સૂચનો કર્યાં છે—
૨૮
મુનિ આસન ઉપર બેસીને કે શૈય્યા પર બેસીને ગુરુ સમીપ જિજ્ઞાસા વ્યક્ત ન કરે. તે ગુરુ પાસે હાજર થઈ, બંને હાથ જોડી, ઉત્કટુક આસનમાં બેસી પોતાની જિજ્ઞાસા રજૂ કરે.
હાલમાં ઉત્કટુક આસનની જગ્યાએ વંદનાસનમાં બેસવાની પરંપરા પ્રચલિત છે.
૪૦. સૂત્ર, અર્થ અને તદુભય (સુત્ત અત્યં ચ તનુમય)
આગમની રચના શૈલી ત્રણ પ્રકારની છે–
અધ્યયન-૧ : શ્લોક ૨૩-૨૪ ટિ ૩૯-૪૧
૧. સૂત્રાત્મક શૈલી—આ શૈલી સંક્ષિપ્ત અને સૂચક હોય છે.
૨. અર્થાત્મક શૈલી—આ શૈલી વ્યાખ્યાત્મક હોય છે.
૩. તદુભયાત્મક શૈલી—આ ક્યાંક સૂત્રાત્મક અને ક્યાંક વ્યાખ્યાત્મક—એમ બંને પ્રકારના મિશ્રણવાળી હોય છે.
વૃત્તિકારે સૂત્ર શબ્દથી કાલિક અને ઉત્કાલિક આગમ તથા અર્થ શબ્દથી તેમના અભિધેયને ગ્રહણ કરેલ છે. બંનેનું સમન્વિત રૂપ છે—તદુભય.
અસત્ય ભાષણના છ દોષ આ પ્રમાણે છે
(૧)
ધર્મની હાનિ
(૨)
અવિશ્વાસ
(3) શારીરિક ઉત્તાપ
૪૧. (શ્લોક ૨૪)
પ્રસ્તુત શ્લોકમાં અસત્ય અને નિશ્ચયકારિણી ભાષા ન બોલવાનો તથા ભાષાના દોષોનો પરિહાર કરવાનો નિર્દેશ છે. વૃત્તિકા૨ નેમિચન્દ્રે અસત્ય બોલવાથી થનાર છ દોષોનો નિર્દેશ કર્યો છે—
धर्महानिरविश्वासो देहार्थव्यसनं तथा ।
असत्यभाषिणां निंदा, दुर्गतिश्चोपजायते ॥
(૪) અર્થની હાનિ
(૫) નિંદા
(૬) દુર્ગતિ.
અવધારિણી અથવા નિશ્ચયકારિણી ભાષા ન બોલવાના પ્રસંગમાં વૃત્તિકારે એક સુંદર ગાથા પ્રસ્તુત કરીને તેના વાસ્તવિક કારણનો નિર્દેશ કર્યો છે—
૧. ઉત્તરાયાળિ, ૧૦૨૧, ૨૨ ।
૨. વૃત્તવૃત્તિ, પત્ર ૧૬
'अन्नह परिचिंतिज्जइ, कज्जं परिणमइ अन्नहा चेव ।
विहिवसयाण जियाणं, मुहुत्तमेत्तं पि बहुविग्धं ॥'
–પ્રત્યેક પ્રાણી ભાગ્યને અધીન છે, કર્મોને અધીન છે. તે વિચારે છે કંઈક અને થઈ જાય છે કંઈક જુદુ જ. જીવનની પ્રત્યેક ક્ષણ વિઘ્નોથી ભરેલી છે.
૩. મુલવોધા, પત્ર ૨ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org