Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
અધ્યયન-૧ : શ્લોક ૧૭ટિ ૩૨-૩૩
૩૧. (શ્લોક ૧૭)
શિષ્ય ગુરુને પ્રતિકૂળ આચરણ ન કરે. ન તો તે વાણીથી એમ કહે–‘તમે કંઈ જાણતા નથી.” અથવા ગુરુસમક્ષ કે પરોક્ષ તેમની વિરુદ્ધનાં વચનો ન બોલે. તથા કર્મથી અર્થાત ક્રિયાથી તે આચાર્ય અને ઉપાધ્યાયના શૈયા-સંથારા ઉપર ન બેસે, હાથપગથી તેને ઘસાય નહીં તથા આવતાં-જતાં તેના પર પગ રાખીને ચાલે નહીં–આ ચૂર્ણિત વ્યાખ્યા છે.' વૃત્તિકારની વ્યાખ્યા કંઈક જુદી છે.
૩૨. આચાર્યોના (જિગ્લી)
કૃતિનો અર્થ છે–વંદના. જે વંદનાને યોગ્ય હોય છે તેમને કૃત્ય–આચાર્ય કહેવામાં આવે છે.” ૩૩. પ્રસ્તુત શ્લોક (૧૮)માં આચાર્ય સમીપે શિષ્ય કેવી રીતે ન બેસવું જોઈએ તેનો નિર્દેશ કરતાં સૂત્રકાર ચાર
બાબતોનો ઉલ્લેખ કરે છે. વૃત્તિકારે તેમના કારણોનો નિર્દેશ આ રીતે કર્યો છે(૧) શિષ્ય ગુરુની જમણે કે ડાબે ન બેસે, કેમકે ગુરુને આમ-તેમ જોવામાં ગરદન અને ખભામાં પીડા થઈ શકે છે. (૨) શિષ્ય ગુરુની સામે તદ્દન નજીક પણ ન બેસવું જોઈએ, કેમકે ગુરુ-વંદના માટે આવનાર લોકોને ગુરુના
મુખારવિંદના દર્શન ન થવાથી તેમના મનમાં અપ્રીતિ ઉત્પન્ન થઈ શકે છે. (૩) શિષ્ય ગુરુની પાછળ પણ ન બેસે, કેમકે બંનેને–ગુરુ અને શિષ્યને, એક-બીજાનું મોટું ન દેખાવાને કારણે તે
રસવત્તા ઉત્પન્ન નથી થતી જે રસવત્તા મુખદર્શનથી થાય છે. (૪) શિષ્ય ગુરુને ચોંટીને ન બેસે, કેમકે પુજ્ય વ્યક્તિઓના અંગોના સ્પર્શથી આશાતના થાય છે અને તે અવિનયનું
પ્રતીક છે.
૩૪. (પત્ત્વયિ ...પ+વૃપિvé)
પસ્થિ –ઘૂંટણ અને કમરની ચારે તરફ વસ્ત્ર બાંધીને બેસવાને પર્યસ્તિકા કહેવામાં આવે છે. ૪
કુષાણકાલીન મૂર્તિઓમાં, જે મથુરાથી પ્રાપ્ત થઈ છે, યકુબેર અથવા સાધુ વગેરે પોતાના પગ કે પેટની ચારે તરફ વસ્ત્ર બાંધીને બેઠેલા દર્શાવવામાં આવ્યા છે. તેને તે સમયની ભાષામાં ‘પલ્હન્થિયા' પલાંઠી) કહેતા હતા. તે બે પ્રકારની હતી સમા પત્નત્થા' અથવા આખી પલાંઠી અને અર્ધ પલ્વત્થયા’ અથવા અર્ધી પલાંઠી.
અર્ધી પલોઠી જમણી અને ડાબી એટલે જમણો પગ અથવા ડાબો પગ વાળવાથી બે પ્રકારની બનતી હતી, પલોઠી વાળવા માટે સાટક, બાહુપટ્ટ, ચર્મપર, વલ્કલપટ્ટ, સૂત્ર, રજુ વગેરે વડે બંધન બાંધવામાં આવતું હતું. આ પલ્હત્યિકા-પટ્ટ રંગીન, ચિત્રિત અથવા સુવર્ણ-રત્ન-મણિ-મુક્તા ખચિત પણ બનાવવામાં આવતા હતા.પ
૪. એજન, પત્ર ૫૪: ‘પતિ'નાનુનોપવિત્રવેદૃનાડડ-િ
૧. ઉત્તરાધ્યયન યૂળિ, પૃ૦ રૂ8. २. बृहद्वृत्ति, पत्र ५४ : कृतिः-वन्दनकं तदर्हन्ति कृत्याः
'दण्डादित्वाद् यप्रत्ययः' ते चार्थादाचार्यादयः । ૩. એજન, પત્ર ૧૪ |
૫. ૩વિના મૂમ, પૃ. ૨૪ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org